ETV Bharat / state

Navsari News: પાટીલના હસ્તે કન્યાશાળાનું ખાતમુહૂર્ત કરાયું, બુલેટ ટ્રેનને લઈ ભાજપ અધ્યક્ષે કહી મોટી વાત - Khatmuhurat launch in Navsari

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે નવસારીમાં વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી હતી.

Navsari News: ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે નવસારીમાં ખાતમુહૂર્ત લોકાર્પણ સાથે વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા કરાઈ

author img

By

Published : Jun 10, 2023, 9:42 AM IST

Navsari News: પાટીલના હસ્તે કન્યાશાળાનું ખાતમુહૂર્ત કરાયું, બુલેટ ટ્રેનને લઈ ભાજપ અધ્યક્ષે કહી મોટી વાત

નવસારી: સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ આજરોજ નવસારી જિલ્લાની મુલાકાતે હતા. નવસારી શહેરમાં સિવિલ હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજનું રૂપિયા 442.50 કરોડના ખર્ચે પ્રોજેક્ટ નિર્માણ થનાર છે. જેનું સ્થળ નિરિક્ષણ કરી ચિતાર મેળવ્યો હતો. 14 માં નાણાપંચ વર્ષની ગ્રાન્ટ રૂપિયા 423.76 લાખના ખર્ચે નવસારી નગરપાલિકા તૈયાર થવાની છે. તેઓ પ્રાથમિક શાળામાં નવીનીકરણ ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે તેઓએ નવસારી મહાનગરપાલિકા બનાવવા મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું.

"નવસારી મહાનગરપાલિકા બનાવવા મુદ્દે વર્ષોથી માંગ ઉઠી રહી છે. જેથી નવસારી મહાનગરપાલિકા બનાવવા માટે પ્રાથમિક તબક્કે સર્વે પણ ચાલી રહ્યો છે. તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકા બને એવું અમે પણ ઈચ્છી રહ્યા છીએ હાલ રાજ્યના નવસારી વિજલપોર નગરપાલિકા સૌથી મોટી નગરપાલિકા રહી છે-- સી આર પાટીલ (ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ)

લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી: પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ નવસારી ખાતે મુલાકાત માટે આવ્યા હતા. ત્યારે તેમના દ્વારા નવસારી નગરપાલિકા સંચાલિત કન્યા શાળા એકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ અન્ય પ્રકલ્પોની મુલાકાતે ગયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સંસદ આજે વહેલી સવારથી જ નવસારી ખાતેના પોતાના મત વિસ્તારના અનેક ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલની મુલાકાત: જેમાં તેમણે નવસારી ખાતે 423.76 લાખના ખર્ચે તૈયાર થઈ રહેલા નવસારી નગરપાલિકા સંચાલિત કન્યા શાળા નંબર એકનું ખાતમુરત કર્યું હતું. ત્યારબાદ નવસારી ખાતે 542.50 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના અનેક વિકાસ કાર્યોને લોકો સમક્ષ લઈ જવા માટે અનેક લોકો સાથે મુલાકાત પણ કરી હતી. આ પ્રસંગે નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બનાવવાની વાતને પણ તેમણે સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, આ બાબતે સર્વે ચાલુ છે અને અમે પણ નવસારી વિજલપુર નગરપાલિકા મહાનગરપાલિકા બને તે માટે સંમત છીએ.

  1. Navsari News : પીપલગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત ગરોળી નીકળી
  2. Navsari News : ફાર્મ હાઉસમાં મ્યુઝિક સાથે દારૂની નાઈટ પાર્ટી પોલીસે ચાલવા ન દીધી, છ નબીરાઓની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.