નવસારી: અકસ્માતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. હવે તે રસ્તાના કારણે છે કે પછી વાહન સ્પિડ હોવાના કારણે થાય તે કહેવું મુશ્કેલ છે. કોઇ મોટા પદ વાળા વ્યક્તિનું અકસ્માત થાય કે, પછી કોઇ કિસ્સો બને ત્યારે તે સમસ્યા એ સમસ્યા જેવી લાગે છે. વાસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સાંજના સમયે પોતાના સમાજની મિટિંગ અર્થે ધરમપુર ખાતે જવા માટે નીકળ્યા હતા. ધારાસભ્યની ગાડીની સામે આવી જતા કારના ડ્રાઈવરે બાઇક સવારને બચાવવા જતા કાર રોડ સાઈડ ઉતારી દીધી હતી.
સામાન્ય ઇજાઓ: અનંત પટેલની કારને ઝાડ સાથે અથડાતા ઘણું મોટું નુકસાન થયું હતું. ધારાસભ્ય અને તેમના ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થતા તેઓનો પણ આબાદ બચાવ થયો હતો. અકસ્માત થયા બાદ ધારાસભ્ય ધરમપુર જવાનો પોતાનો પ્રોગ્રામ રદ કરી પોતાના ઘરે પરત ફર્યા છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીના વાસદા વિધાનસભામાં જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલા અને ખાસ કરીને આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા વાસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સતત પોતાના અને અન્ય વિસ્તારમાં જનસંપર્કમાં રહેતા હોય છે.
બાઇક ચાલકનો આબાદ બચાવ: આજરોજ તેઓ પોતાના સમાજની મિટિંગ અર્થે કારમાં ડ્રાઇવર સાથે સાંજના પાંચ વાગ્યા ના સમયે ધરમપુર જવા માટે નીકળ્યા હતા. ઘરેથી હેમખેમ નીકળેલા ધારાસભ્ય અનંત પટેલ વાંસદા ધરમપુર રોડ પર આવેલા અંકલાછ ગામ પાસેથી તેઓની ગાડી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી આવતા બાઈક ચાલકે પોતાની સાઇડ છોડી અચાનક ધારાસભ્ય અનંત પટેલની કારની સામે આવી જતા ગાડીના ડ્રાઇવરે બાઇક ચાલકને બચાવવા જતા અનંત પટેલની કાર રોડ કિનારેથી નીચે ઉતારી દીધી હતી. જેથી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
મોટું નુકસાન થયું: ધારાસભ્યની કારને અકસ્માતને કારણે મોટું નુકસાન થયું હતું ત્યારે ધારાસભ્ય આનંત પટેલન અને ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. ધારાસભ્યની કાર ધડાકા ભૈર ઝાડ સાથે અથડાતા સ્થાનિકો તેઓને મદદ એ દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા તેઓના કાર્યકર્તાઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત ને પગલે ધારાસભ્ય એ ધરમપુર જવાનો પોતાનો પ્રોગ્રામ રદ કરી ઘરે પરત ફર્યા હતા.