ETV Bharat / state

Navsari Umbadiya Haat : ઠંડીના ઠારમાં ગરમી આપતું ઉબાડીયું, વેપારીઓને જોરદાર કમાણી

નવસારી જિલ્લામાં ઠંડીનું જોર વધતા લોકો પૌષ્ટિક આહાર અને ગરમી આપતા ઉંબાડીયાના (Umbadiyu Hot Favorite Dish in Winter )સ્ટોલો પર ઉમટી પડ્યાં છે. નવસારી ઉબાડિયા હાટમાં ધંધામાં ગરમી આવી ગઇ છે અને ઠંડીએ વેપારીઓને જોરદાર કમાણી કરાવી છે. આદિવાસીઓની પરંપરાગત વાનગી ખૂબ લોકપ્રિય છે.

Navsari Umbadiya Haat : ઠંડીના ઠારમાં ગરમી આપતું ઉબાડીયું, વેપારીઓને જોરદાર કમાણી
Navsari Umbadiya Haat : ઠંડીના ઠારમાં ગરમી આપતું ઉબાડીયું, વેપારીઓને જોરદાર કમાણી
author img

By

Published : Jan 28, 2023, 6:52 PM IST

આદિવાસીઓની પરંપરાગત વાનગી ઉબાડીયું શરીરને ગરમાટો આપે છે

નવસારી : દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી શીત લહેરને કારણે લોકો શરીરમાં ગરમી આપતી વાનગી આરોગવાની શરૂઆત કરી છે. શિયાળામાં હોટ ફેવરિટ વાનગી ઊંબાડિયું આદિવાસીઓ જ નહીં શહેરીજનોમાં પણ હોટ ફેવરિટ છે. લીલું લસણ, આદુ, મરચાં, બટાકા, લીલી પાપડી, કંદને વિશેષ પદ્ધતિથી માટલામાં બાફીને બનાવવામાં આવતી આ વાનગીને દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી આરોગવામાં આવે છે. જેના વેચાણમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાત નવસારી જિલ્લામાં ઠંડીનું જોર વધતા લોકો પૌષ્ટિક આહાર અને ગરમી આપતા ઉબાડિયાના સ્ટોલો પર ઉમટી પડ્યાં છે. નવસારી ઉબાડિયા હાટમાં ઠંડી પડતા મંદ પડેલા ઉબાડિયાના ધંધામાં ગરમી આવી ગઇ છે.

મોટો ગૃહઉદ્યોગ : સામાન્ય રીતે શિયાળામાં શરીરમાં ગરમી આપતી વિવિધ વાનગીઓ વિશેષ પ્રમાણમાં આરોગાતી હોય છે. પણ દ.ગુજરાતમાં ઘણા વર્ષ પહેલેથી જ ઉંબાડીયુ આદિવાસીઓના ખેતરોમાં અને કયારીઓમાં હાંડવા અને માટલાઓમાં તૈયાર થતું હતું, જેમ જેમ સમય વીતતો ગયો એમ ઉંબાડીયાની બનાવટ પદ્ધતિ અને એને આરોગનાર વિશાળ વર્ગ વધતો ગયો છે. ખાસ કરીને નવસારી-વલસાડ જિલ્લામાં આજે એક મોટા ગૃહઉદ્યોગ તરીકે ઉપસીને બહાર આવ્યો છે. ગણદેવી સતીમાતા મંદિર સામે ઉંબાડીયા વેચાણની લાંબી હાટ પાડનારાઓની નજરમાં પડે છે. જેમાં સાજે ઠંડી વચ્ચે વરાળ નીકળતું ઉંબાડીયુ શરીરમાં ગરમી આપે છે.

આ પણ વાંચો દક્ષિણ ગુજરાતની ચટાકેદાર વાનગી એટલે ગરમા-ગરમ ઊંબાડિયું, જે શિયાળામાં છે આરોગ્યવર્ધક

કરોડોનો વેપાર : નવેમ્બરથી હોળી સુધી ચાલતો આ ઉદ્યોગ એક સિઝનમાં 23 કરોડથી પણ વધારેનો બિઝનેસ કરી રહ્યો હોવાનો અંદાજ છે. નવસારી શહેર ગણદેવી, ડુંગરી વિસ્તારમાં મુંબઈ અને વડોદરા ઉપરાંત બારડોલી અને મહારાષ્ટ્રમાંથી પણ ઉબાડીયાના શોખીનો આવીને પોતાની ફેવરિટ વાનગી ટેસ્ટથી આરોગે છે. ઉંબાડીયાની હાટની હરોળમાં આઠથી દસ અન્ય પરપ્રાંતીય હિન્દી ભાષી વૈપારીઓ પણ છેલ્લા દોઢ દાયકાથી આ ઉબાડીયાનો વેપાર ચલાવી રહ્યા છે. શિયાળામાં ઉંબાડીયા સાથે મઠ્ઠા અને ચટણી ખાવાની મજા જ કંઈક અલગ હોવાનું અમદાવાદથી આવેલા ભાર્ષિતા પંડ્યાએ જણાવ્યું હતું.

ઉંબાડિયુ બનાવવા માટેની પદ્ધતિ : એક નાના મોઢાના માટલાની અંદર કલહાર નામની વનસ્પતિ પાથરી દેવામાં આવે છે અને એ માટલાની અંદર પાપડીનું લેયર બનાવવામાં આવે છે. બાદમાં શક્કરીયાની વેંચરી બનાવી, કંદ મૂડી મસાલો ભરવામાં આવે છે. આ રીતે સંપૂર્ણ માટલું ભરાઈ ગયા બાદ એક કોડિયાયી એને ઢાંકીને બાફવામાં આવે છે અને બફાઈ ગયેલું તૈયાર થયેલું ઉંબાડીયું સિંચવા માટે થોડું ઠંડુ કરવામાં આવે છે અને બાદમાં ચટણી અને મઠ્ઠા સાથે પીરસવામાં આવે છે.

આ પણ વાંચો ચટાકેદાર ઊંધિયું ઘરે કેવી રીતે બનાવી શકાય, જાણો તેની સરળ રીત

કસ્ટમાઈઝ ઊંબાડીયું ઓર્ડર : આપીને કસ્ટમાઈઝ ઉંબાડીયુ તૈયાર થાય છે અમદાવાદ વડોદરા અને સુરતના ટેસ્ટલવર લસણ વગરનું અથવા પોતાની જરૂરિયાત મુજબ તીખું કે પાપડી વગરનું કસ્ટમાઈઝ ઊંબાડીયું પણ બનાવડાવે છે અને વેપારીઓના મોમાંગા દામ આપવા પણ તેઓ હંમેશા તૈયાર રહે છે. દક્ષિણ ગુજરાતમાં બદલાયેલા વાતાવરણને કારણે લાંબા સમય સુધી ગરમીનો અનુભવ થતો હતો ત્યારે ઉંબાડીયાનો ધંધો પણ સુસ્ત જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા અઠવાડિયાથી ઠંડીની લહેર વધતા ઉંબાડીયાના ધંધામાં પણ ગરમી જોવા મળી રહી છે.

ઊંબાડિયામાં આયુર્વેદિક ઔષધિ ગુણો શિયાળાની ગાત્રો ધ્રુજાવી દે એવી ઠંડીમાં ગરમાગરમ વાનગી પીરસવામાં આવે અને એમાં પણ તીખી તમતમતી વાનગી હોય તો કોને મજા ન પડે. દક્ષિણ ગુજરાતમાં હાઈવે ઉપર અનેક સ્ટોલ લગાવી માટલું ઊંધું વાળીને બનાવવામાં આવતી ઊંબાડિયાની વાનગી આરોગ્ય માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. માટીના માટલાને ઊંધું કરી બનાવવામાં આવતી આ વાનગી ઉંબાડીયા નામે ઓળખાય છે. જેમાં આયુર્વેદની દ્રષ્ટિએ બે આયુર્વેદિક ઔષધિ ગુણો ધરાવતી ઔષધિ પણ ઉપયોગમાં લેવાય છે. જેથી તે શિયાળામાં આરોગ્ય વર્ધક તો છે જ સાથે સાથે ચટાકેદાર પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.