નવસારી ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન સ્વર્ગસ્થ સીડી પટેલના બંધ બંગલામાં ચોરી કરવામાં આવી છે. ચોરીના આ બનાવમાં ચોર સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયાં છે. જેને પગલે નવસારી પોલીસ માટે આ મામલો ઉકેલવો અઘરો પડી શકે છે.
કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં દોડી આવ્યાં નવસારીમાં શહેરમાં દિવસેે દિવસે ચોરો બેફામ બન્યા હોય ચોરીની ઘટનામાં વધારો થયો છે. ચોર જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ગુજરાત રાજ્યના કોંગ્રેસના પૂર્વ ગૃહપ્રધાન સ્વર્ગસ્થ સી ડી પટેલના લાંબા સમયથી બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. લાંબા સમયથી આ બંગલો બંધ હતો પરંતુ થોડા થોડા સમયે આ બંગલાની સાફસફાઈ હાથે લેવાતી હતી. પરંતુ આજે ચોરોએ સ્વર્ગસ્થ સીડી પટેલના ઘરને ટાર્ગેટ બનાવતા આ બંગલે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતાં.
સીસીટીવીનું ડીવીઆર ઉઠાવી ગયાં જોકે લાંબા સમયથી બંગલો બંધ હોવાથી કોઈ કીમતી સામાન બંગલામાં રાખ્યો ન હતો. તેથી ચોરોને આ બંગલામાં કંઈ ખાસ મોટી મતા હાથ લાગી ન હતી. પરંતુ ચોરો એક સીસીટીવીનું ડીવીઆર ઉઠાવી ગયાં છે. ચોરોનું પગેરું મેળવવા આજુબાજુના સ્થળના સીસીટીવી તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને તપાસ શરૂ કરી છે .Theft in Navsari , Bungalow of former Home Minister Burgled , CCTV DVR , Navsari Police , Navsari Crime News