ETV Bharat / state

તૈયાર રહેજો..! બીલીમોરા પાલિકાની આળસ ઉનાળામાં પાણીની સમસ્યા નોતરશે..! - Water Problem in Bilimora Town

બીલીમોરા શહેરને પીવાનું મીઠું પાણી મળી રહે અને દરિયાનું ખારું પાણી આગળ વધતા અટકાવવા બીલીમોરા પાલિકા (Bilimora Municipality) દ્વારા વર્ષોથી ઉનાળા પૂર્વે કાચો આડબંધ બનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે પાલિકાની આળસના કારણે નવેમ્બરમાં થતી કામગીરી હજુ પણ પૂર્ણ થઈ નથી. જેથી આવનારા દિવસોમાં શહેરીજનોએ પાણી સમસ્યાનો (Water Problem in Bilimora Town) સામનો કરવો પડશે.

તૈયાર રહેજો..! બીલીમોરા પાલિકાની આળસ, ઉનાળામાં પાણીની સમસ્યા નોતરશે..!

author img

By

Published : Feb 9, 2022, 12:34 PM IST

Updated : Feb 9, 2022, 2:34 PM IST

નવસારી : બીલીમોરા શહેર કાવેરી નદીને કિનારે (Bilimora Town Kaveri River) વસેલું છે. અને દરિયો પણ નજીકમાં જ છે. ત્યારે દરિયાનું ખારું પાણી બીલીમોરા શહેર તરફ ન વધે અને નદીનું મીઠુ પાણી દરિયામાં વહેતુ અટકે, એ માટે બીલીમોરા પાલિકા દ્વારા છેલ્લા 12 વર્ષોથી કાવેરી નદી પર અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે કાચો આડબંધ (Barricades in the City of Bilimora) બનાવવામાં આવે છે. જેના કારણે શહેરના દેસરા વિસ્તાર સહિત આંતલિયા, ઉંડાચ વાણિયા ફળિયા અને ઉંડાચ લુહાર ફળિયા, ઘેકટી, વંકાલ, હોન્ડ, મજીગામ, ચીખલી, તલાવચોરા જેવા ગામડાઓમાં જળસ્તર ઊંચા આવવા સાથે જ ઉનાળામાં પાણીની સમસ્યા રહેતી નથી.

નવેમ્બરમાં પૂર્ણ થતી કામગીરી, ફેબ્રુઆરીના મધ્યમાં પણ બાકી

તૈયાર રહેજો..! બીલીમોરા પાલિકાની આળસ ઉનાળામાં પાણીની સમસ્યા નોતરશે..!

પરંતુ બીલીમોરા શહેરના નવા નિશાળીયા જેવા શાસકો દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીના મધ્ય થવા આવ્યો છતાં નદી પર કાચા આડબંધ બનાવવાની કામગીરી હજી જાહેરાત સુધી સિમિત રહી છે. જેના કારણે દેસરા વિસ્તારમાં હજારો લોકોને પાણીની સમસ્યાનો (Water Problem in Bilimora Town) સામનો કરવો પડે એવી સ્થિતિ બની છે. નદીનું પાણી દરિયામાં વહી જવાથી ખેતી અને પશુપાલનને પણ અસર થવાની સંભાવના છે. તો સાથે જ પાલિકાના શાસકોની અણઆવડતના કારણે શહેરીજનોએ મુશ્કેલી વેઠવી પડશેના આક્ષેપ વિપક્ષ લગાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Land Scam in Navsari : નવસારી જિલ્લામાં જમીન સંપાદન વળતર મુદ્દે ફરિયાદોનો ઢગલો, પોલીસ એક્ટિવ

પાલિકાએ બે બે વાર ટેન્ડર જાહેરાત આપી, કોઈ કોન્ટ્રાક્ટર ન મળ્યો

ગણદેવી તાલુકામાં ગત ચોમાસા 73.6 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદી પાણી નદી માર્ગે દરિયામાં વહી જાય, એ પૂર્વે પાલિકાએ કાવેરી નદી પર કાચો આડબંધ (Raw Barrier on the Kaveri River) બાંધવાનો હતો. પરંતુ આડબંધ માટે પુરાણ માટે પાલિકા પાસે માટી ન હોવાનો રાગ આલાપી પાલિકા પ્રમુખે ટેન્ડર પ્રક્રિયાના બે બે વાર જાહેરાત કરી છતાં કોઈ કોન્ટ્રાક્ટર મળ્યો નથી. જેના કારણે કાચો આડબંધ બનાવવામાં વિલંબ થયો છે. પરંતુ જેવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે, અને ત્વરિત કાવેરી પર કાચો આડબંધ બનાવી લેશું. જેથી શહેરીજનોને પાણી સમસ્યા ન રહે ના સૂર છેડ્યો હતો.

પીવાના પાણી સાથે ખેતી અને પશુપાલનને પણ મુશ્કેલી

બીલીમોરા પાલિકા દ્વારા કાવેરી નદી પર કાચો આડબંધ (Summer Water Problem in Bilimora) બાંધવાથી દેસરા થી 10 કિમી કેચમેન્ટ વિસ્તારમાં પાણી સંગ્રહ થતાં ખેતી, પશુ અને માનવને ઉનાળામાં રાહત રહેતી હતી. પરંતુ આડબંધના નિર્માણમાં વિલંબ થવાથી ઉનાળો કપરો રહેવાની ભીતિ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ First Hip Replacement Operation in Navsari: નવસારી સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વખત થયું હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન, જુઓ

Last Updated : Feb 9, 2022, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.