ETV Bharat / state

નવસારી જિલ્લામાં આજે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટી

author img

By

Published : May 29, 2021, 2:16 PM IST

કોરોના મહામારીના પગપેસારા બાદ નવસારી જિલ્લામાં દિવસે દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ તેની સામે કોરોનાને હરાવીને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા થોડા દિવસોથી 100થી વધુ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. ત્યારે આજે એની સંખ્યા ઘટીને 68 થઈ છે.

નવસારી જિલ્લામાં આજે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટી
નવસારી જિલ્લામાં આજે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટી
  • નવસારીમાં આજે 68 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી
  • જિલ્લામાં નવા 60 લોકો થયા કોરોના સંક્રમિત
  • કોરોનાને કારણે આજે વધુ ત્રણ દર્દીઓના થયા મોત

નવસારી: નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેની સાથે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જોકે, આજે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટીને 68 નોંધાઈ હતી. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓ 532 રહ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગ અનુસાર આજે વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણ ઘટતા જેતપુર ST ડેપોએ વધુ 5 રૂટ શરૂ કર્યા

કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 6 હજાર નજીક પહોંચી

કોરોના મહામારીના પગપેસારા બાદ નવસારી જિલ્લામાં દિવસે-દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે કોરોનાને હરાવીને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા થોડા દિવસોથી 100થી વધુ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. ત્યાં આજે એની સંખ્યા ઘટીને 68 થઈ છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 532 પર પહોંચી છે. જ્યારે આજે નવા 60 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ અનુસાર આજે ગણદેવી તાલુકાના બે વૃદ્ધા અને ચીખલી તાલુકાના એક વૃદ્ધે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: કોરોનાકાળમાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ખાનગી હોસ્પિટલ્સ અને ઈન્શ્યોરન્સ કંપનીઓ વિરૂદ્ધ સૌથી વધારે કેસ નોંધાયા

નવસારીમાં કુલ 6693 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા

નવસારી જિલ્લામાં છેલ્લા એક વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 6693 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેની સામે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 5988 થઈ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કુલ 173 દર્દીઓના કોરોનાથી મોત નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.