- જિલ્લા વિકાસ અધિકારીએ સબ સેન્ટરમાં શરૂ થતું આઇસોલેશન સેન્ટર કરાવ્યુ હતું બંધ
- આરોગ્ય વિભાગે સબ સેન્ટરમાંથી સમાન બહાર કાઢી માર્યા હતા તાળા
- આગેવાનોએ ભાજપી આગેવાનોને રજૂઆત કરી, ફરી આઇસોલેશન સેન્ટર શરૂ કર્યુ
નવસારી : જિલ્લામાં શહેરો સાથે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેની સાથે મૃત્યુનો આંકડો પણ વધ્યો છે. હાલમાં તમામ લોકો કોરોનાને વધતો અટકાવવા પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રકરણમાં ગામડાઓમાં આઇસોલેશન વોર્ડ મહત્ત્વની કડી સાબિત થઇ શકે છે, પરંતુ ગણદેવીના ગોયંદી-ભાઠલા ગામે નવનિર્મિત આરોગ્ય સબસેન્ટરમાં શરૂ કરવામાં આવેલા 10 બેડના આઇસોલેશન સેન્ટરને શરૂ થાય એ પૂર્વે ડીડીઓના આદેશથી બંધ કરાવી દેવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. બાદમાં નવસારીના સાંસદની મધ્યસ્થીથી ફરી આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે.
આ પણ વાંચો : નવસારી સિવિલના દર્દીઓ માટે RSSના યુવાનો બન્યા દેવદૂત
આરોગ્ય વિભાગે જાણકરીના અભાવે કર્યું બંધ સેન્ટર
સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીખનો પક્ષ જાણતા આરોગ્ય વિભાગ દ્વારા તેમને પુરતી માહિતી ન આપવાને કારણે સબ સેન્ટર બંધ કરાવાયું હતુ. કારણ આરોગ્ય સબસેન્ટરમાં સગર્ભા અને ધાત્રી માતાઓ આવતી હોય છે. જેથી તેમને સંક્રમણ લાગવાનો ભય વધી જાય છે. તેમજ આરોગ્ય સુવિધા ચાલુ હોય આઇસોલેશન સેન્ટર ઉભું કરવું જોખમી થઈ પડે, જેથી સબસેન્ટર બંધ કરાવાયું હતુ. પરંતુ જ્યારે સબસેન્ટરનું મકાન નવું અને કાર્યરત ન હોવાનું જાણતા તેમણે તાત્કાલિક આઇસોલેશન સેન્ટર શરૂ કરવા મંજૂરી આપી હતી.