- નવસારી ધારાસભ્ય પીયૂષ દેસાઈ અને જલાલપોર ધારાસભ્ય આર. સી. પટેલ વચ્ચેનો વિખવાદ
- નવસારી અને જલાલપોરના ધારાસભ્યોની આંતરિક લડાઈ પ્રદેશ પ્રમુખે છતી કરી
- બંને શહેરો એક થતાં હવે લડાઈ પણ પૂરી
- ધારાસભ્યોના આંતરિક વિખવાદમાં સરકારી યોજનાઓ રહેતી હતી અધુરી
નવસારીઃ નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરમાં પાણી પુરવઠા યોજના માટે નવસારીના દુધિયા તળાવમાં પાણી લાવી, ત્યાંથી પાણી વિજલપોરના ચંદન તળાવ સુધી પહોંચાડવાની પાઇપ લાઇન જીયુડીસીએ નાંખી હતી. જેમાં વિજલપોરને નહેરમાંથી પીવાનું પાણી નવસારી થઈને મળવાનું હતું. જ્યારે વિજલપોર નગર પાલિકાની ગટર યોજનાના પાઇપ નવસારી શહેરમાંથી પસાર થવાની હતી. પરંતુ નવસારીએ મંજૂરી નહીં આપતા ગટર યોજના પણ ખોરંભે ચઢી હતી.
- નવસારી અને જલાલપોર એમએલએની આંતરિક લડાઈ જાહેર થઈ
વિજલપોરની પાણી અને ગટર યોજના નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલની આંતરિક લડાઈને કારણે અટવાયા હોવાનો ગંભીર ઘટસ્ફોટ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જાહેર મંચ પરથી કરતા બંને શહેરોના આગેવાનો અને નગરજનો અચંબિત થયાં હતાં. સાથે જ હવે બંને શહેરો એક થતાં હવે વિકાસના કામોને વેગ મળવા સાથે જ નવસારીની મહાનગરપાલિકા બનવાની મહેચ્છા પણ વહેલી પૂર્ણ થશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.