ETV Bharat / state

નવસારીની પૂર્ણા નદીમાં મોતની છલાંગ લગાવનાર તરૂણનો મૃતદેહ 40 કલાકે મળ્યો - Viraval village

નવસારી જિલ્લાના વિરાવળ ગામ પાસે પૂર્ણા નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવનાર જલાલપોરના 17 વર્ષીય દર્શને ઘટનાસ્થળેથી 500 મીટર દૂર કસ્બા ગામ પાસેથી આજે ઝાળીમાં ભેરવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસની સતત શોધખોળ પછી આજે સોમવારે 40 કલાક બાદ તરૂણનો મૃતદેહ મળ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

તરૂણનો મૃતદેહ 40 કલાક પછી મળ્યો
તરૂણનો મૃતદેહ 40 કલાક પછી મળ્યો
author img

By

Published : Jul 5, 2021, 9:35 PM IST

  • પુલથી 500 મીટર દૂર કસ્બા ગામના કિનારે મૃતદેહ ઝાડીઓમાં ભેરવાયો હતો
  • બે દિવસ અગાઉ મોડી રાતે જલાલપોરના દર્શને પૂર્ણામાં મોતની છલાંગ લગાવી
  • આત્મહત્યા પાછળનું કારણ હજી સુધી પણ અકબંધ

નવસારી : શહેરના વોર્ડ નં-1 જલાલપોરની અમૃતનગર સોસાયટીમાં રહેતા 17 વર્ષીય દર્શન જીતુભાઈ સાવલિયા બે દિવસ અગાઉ રાત્રે પોતાના ઘરેથી કંઈ પણ કહ્યા વગર અચાનક મોપેડ લઇ નીકળી ગયો હતો. જે રાતે 8:30 વાગ્યે નવસારીના વિરાવળ નજીક પૂર્ણા નદીના પુલ પાસે પહોંચ્યો હતો. જ્યાં તેણે મોપેડ પાર્ક કરી પોતાના મિત્રને ફોન કર્યો હતો અને જણાવ્યું કહ્યુ હતુ કે, પૂર્ણા નદીમાં કૂદુ છું, પપ્પાને સવારે જાણ કરજે. ત્યારબાદ પુલ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.

નવસારી ફાયર બ્રિગેડને થતાં ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા

નદીમાં પડ્યા બાદ દર્શનને બચવા માટેના પ્રયાસો પણ કર્યા હતા અને બચાવોની બૂમો પણ પાડી હતી. પરંતુ કોઈ એના સુધી પહોંચેએ પહેલા દર્શન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઘટનાની જાણ નવસારી ફાયર બ્રિગેડને થતાં ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દર્શનને શોધવાના પ્રયાસો આરંભ્યા હતા. પરંતુ રાત હોવાને કારણે શોધખોળ અટકી હતી. બીજા દિવસે ફાયરના લાશ્કરો દ્વારા પૂર્ણ નદીમાં પૂર્વ અને પશ્ચિમ બન્ને દિશામાં દર્શનના મૃતદેહને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેની સાથે નવસારીના પાટીદાર સમાજના યુવાનો તેમજ દર્શનના મિત્રોએ પણ તેને શોધવા માટે પૂર્ણા નદીના કિનારે અલગ-અલગ જગ્યાએ કલાકો બેસી રહી દર્શનના મૃતદેહને શોધવાનો પ્રયાસ કર્યો હતો.

500 મીટર દૂર કસ્બા ગામ નજીક ઝાડીઓમાં ભેરવાયેલો તેનો મૃતદેહ મળ્યો

પૂર્ણામાં ગરક થયેલા દર્શનનો મૃતદેહ 36 કલાક વીત્યા બાદ પણ મળ્યો ન હતો. જોકે, આજે બપોરે 12 વાગ્યેના સુમારે દર્શન જ્યાં પડ્યો હતો. ત્યાંથી અંદાજે 500 મીટર દૂર કસ્બા ગામ નજીક ઝાડીઓમાં ભેરવાયેલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યા પછી તેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસ પાણીમાં રહેવાને કારણે ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ હતો

જલાલપોરના દર્શન સાવલિયાએ શનિવારે રાત્રે 8:30 વાગ્યાના સુમારે પૂર્ણા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. પરંતુ નદીના પ્રવાહમાં દર્શનનો મૃતદેહ શોધવા છતાં પણ મળ્યો ન હતો. જે આજે 40 કલાક બાદ કસ્બા ગામના કિનારે જાડીમાં ભેરવાયેલો મળ્યો હતો. બે દિવસ સુધી પાણીમાં રહેવાને કારણે મૃતક દર્શનનો મૃતદેહ ડી-કમ્પોઝ થયો હતો. જેને સાચવીને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.