- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયતો ગુમાવી
- કોંગ્રેસી આગેવાનોએ 3 કિ.મી લાંબી જન આક્રોશ રેલી યોજીને નોંધાવ્યો વિરોધ
- ચીખલી પ્રાંત મારફતે રાષ્ટ્રપતિને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર
નવસારી: જિલ્લાના આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનો દબદબો હોવાને કારણે ત્રણ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન હતુ અને જિલ્લા પંચાયતમાં પણ મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ હતી. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે આદિવાસી પટ્ટાની ત્રણેય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પણ મોટાભાગની બેઠકો ગુમાવતા EVMમાં ગડબડી હોવાના આક્ષેપો સાથે ચીખલી કોલેજ સર્કલથી 2 કિ.મી લાંબી જન આક્રોશ રેલી યોજીને ચીખલી પ્રાંત તરફથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.
વિવિધ પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા 'EVM હટાવો, દેશ બચાવો'ના લગાવ્યા નારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાંથી કોંગ્રેસનો ગઢ ગણાતી ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવવી પડી છે. જ્યારે જિલ્લા પંચાયતની 17 બેઠાકોમાંથી કોંગ્રેસને ફાળે માત્ર 3 બેઠકો જ કોંગ્રેસ મેળવી શકી હતી. જેથી ચીખલી કોંગ્રેસની આગેવાનીમાં આજે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓએ EVMમાં ગડબડી હોવાના આક્ષેપો સાથે 'EVM હટાવો, દેશ બચાવો'ના નારા સાથે જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. ચીખલી કોલેજ સર્કલથી આકરા તાપમાં નીકળેલી બે કિ.મી લાંબી જન આક્રોશ રેલીમાં આદિવાસીઓએ નારેબાજી કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. બાદમાં ચીખલી પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યુ હતું. આ સાથે જ કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યા હતા કે, સુપ્રિમ કોર્ટના આદેશને પણ ચૂંટણી પંચે અવગણીને EVM સાથે VVPET મશીન મૂક્યા ન હતા. બેલેટ પેપરથી જે મતદાન થયું એમાં કોંગ્રેસ આગળ હતી, પણ EVMને કારણે હાર જોવી પડી છે. જેથી EVM વગર મતદાન કરાવવામાં આવે તો લોકોનો આક્રોશ ખબર પડે તેમ છે.
નવસારીમાં કોંગ્રેસે પોતાનો ગઢ ગુમાવતા EVMના વિરોધમાં જન આક્રોશ રેલી યોજી