ETV Bharat / state

નવસારી-વિજલપોરના ભાજપી નગરસેવક સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા રજૂઆત

નવસારી-વિજલપોર નગરપાલિકાની ગત સામાન્ય સભામાં એકમાત્ર કોંગી નગરસેવિકાએ આગળના બાકી કામો મુદ્દે પ્રશ્ન કરતા ભાજપી નગરસેવકે દારૂના નશામાં નગરસેવિકા સાથે ઉદ્ધતતાઈભર્યુ વર્તન કરી અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હોવાના આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં ભાજપના નગરસેવક સામે એટ્રોસિટી એક્ટ અને લોક પ્રતિનિધિ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની માંગણી કરી છે.

નવસારી-વિજલપોરના ભાજપી નગરસેવક સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા રજૂઆત
નવસારી-વિજલપોરના ભાજપી નગરસેવક સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા રજૂઆત
author img

By

Published : Aug 3, 2021, 11:14 AM IST

  • પાલિકાના કોંગી નગરસેવિકાએ જિલ્લા પોલીસ વડાને કરી લેખિત ફરિયાદ
  • ભાજપી નગરસેવકે દારૂના નશામાં અપશબ્દો કહ્યા હોવાના આક્ષેપો
  • અગાઉ પણ કોંગી નગરસેવિકાને ખુરશી ન આપતા વિવાદ થયો હતો

નવસારી: વિજલપોર નગરપાલિકામાં ભાજપના ફાળે 51 અને કોંગ્રેસને ફક્ત એક બેઠક મળી હતી. જેમાં ગત પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નં. 4 ના કોંગ્રેસના નગરસેવિકા તેજલ રાઠોડે તેમના વિસ્તારમાં કામો થયા ન હોવાના પ્રશ્ન ઉઠાવ્યા હતા. જેમાં ભાજપી નગરસેવક શુભમ મુન્ડિયાએ તેમની સાથે રકઝક કરી, આવેશમાં આવી ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપો લાગ્યા હતા. બાદમાં રવિવારે કોંગી નગરસેવિકા તેજલ રાઠોડે પોતાના સમર્થકો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, તેઓ વોર્ડ નં. 4 માં અનુસૂચિત જનજાતિની બેઠક પરથી ચુંટાયા હતા. પાલિકામાં જ્યારે પણ સામાન્ય સભા હોય ત્યારે વોર્ડ નં. 8 ના ભાજપી નગરસેવક શુભમ મુન્ડિયા અમારી સાથે જાહેરમાં અસભ્ય વર્તન અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી હેરાન કરતા રહે છે.

નવસારી-વિજલપોરના ભાજપી નગરસેવક સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા રજૂઆત

બીભત્સ શબ્દો બોલી જાતિવિષયક અપમાન કર્યુ

31 જુલાઈના રોજ સામાન્ય સભામાં ભાજપી નગરસેવક શુભમે ખુરશી ખસેડી લઈ, દારૂના નશામાં બીભત્સ શબ્દો બોલી જાતિવિષયક અપમાન કર્યુ હતું. સભામાં પાલિકા પ્રમુખ જીગીશ શાહ અને ચીફ ઓફિસર આ વર્ણનના સાક્ષી છે. તેમ છતાં ભાજપી નગરસેવક શુભમ મુન્ડિયાએ મારી સાથે અશોભનિય વર્તન કરી મને અપમાનિત કરી હોવાના આક્ષેપો લગાવ્યા છે. આરોપી શુભમ મુન્ડિયા સામે એટ્રોસિટી એક્ટ અને લોક પ્રતિનિધિ ધારા હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

મહિલા કોંગ્રેસ સમિતિ પાલિકાનો ઘેરાવો કરશે

સમગ્ર મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. વાંસદાના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અનંત પટેલે મહિલા સશક્તિકરણના બંગા ફૂંકતી સરકારને આડે હાથ લઈ મહિલા નગરસેવિકાને ન્યાય અપાવવા માટે ઘેરા પ્રત્યાઘાતો આપવા સાથે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પાલિકાનો ઘેરાવો કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: Navsari Water crisis: કબીલપોરમાં ઉઠ્યો પાણીનો પોકાર, પાલિકાએ મહિનાઓ સુધી બોરિંગનું વીજ બીલ ન ભરતા સર્જાય સમસ્યા

પાછળથી "સરખી રહેજે" કહેવા સાથે અપમાન કરતા હતા

આ મુદ્દે કોંગી નગરસેવિકા તેજલ રાઠોડે જણાવ્યું હતું કે, પાલિકાની 3 સામાન્ય સભાઓ થઈ, જેમાં એક ઓનલાઈન થઈ હતી. પરંતુ પહેલી સામાન્ય સભામાં મારી સાથે ખુરશી બાબતમાં ગેરવર્તણૂક કરી હતી. ગત સામાન્ય સભામાં પણ પાછળથી તુકારાથી બોલાવી "સરખી રહેજે" ની વાત સાથે અપશબ્દો બોલતા હતા. જેમને જોઈને મને નશામાં હોય એવું લાગ્યું હતુ. આ બાબતે પાલિકા પ્રમુખને પણ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું ન હતુ. જેથી મારે ન્યાયની માંગ સાથે ફરિયાદ કરવી પડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.