- પીડિતાના પરિવારે પહેલેથી જ સંસ્થાની કામગીરી સામે ઉઠાવ્યા હતા સવાલ
- વડોદરા પોલીસે OASISના સંચાલકો તેમજ પીડિતાની સહેલી સામે ફરિયાદ દાખલ
- પીડિતાએ આત્મહત્યા નહીં, પણ તેની હત્યા થઈ હોવાની પરિવારે વ્યક્ત કરી આશંકા
નવસારી: વડોદરાની OASIS સંસ્થામાં (Vadodara OASIS Organization) રહેતી નવસારીની દીકરી સાથે ઓક્ટોબર માસના અંતમાં સામુહિક દુષ્કર્મ (Vadodara Rape Suicide case) થયા બાદ પીડિતાએ વલસાડ ખાતે ગુજરાત ક્વિનના કોચ નં. D/12માં (Gujarat Queen coach no. D / 12) આત્મહત્યા કરી (New Twist In Rape Case) લીધી હતી.આ સમગ્ર પ્રકરણમાં વડોદરા પોલીસે (Vadodara Police) આત્મહત્યા મુદ્દે તપાસ આરંભી હતી જ્યારે પીડિતા સાથે દુષ્કર્મ થવાની માહિતી તેની ડાયરીંના માધ્યમથી સામે આવી હતી.
OASIS ના કર્તાહર્તા પર બેદકારકારીનો ગુનો નોંધાતા માતાએ આપી પ્રતિક્રિયા
ત્યારબાદ આ મામલે રાજ્યની 5 પોલીસ ટીમ સમગ્ર મુદ્દે તપાસમાં જોડાઈ હતી. મામલાની તપાસ દરમિયાન વાતનો ખુલાસો થયો છે કે, 3 જી નવેમ્બરની રાતે સંસ્થાના કર્તાહર્તા સંજીવભાઈને પીડિતાએ whatsappમાં મેસેજ કરી તેને બચાવવાની આજીજી કરી હતી, પરંતુ સંજીવભાઈએ બીજા દિવસે સવારમાં પીડિતા ક્યાં છે, એવો પ્રશ્ન પૂછ્યો હતો અને તેને પીડિતાના પરિવારજનોનો સંપર્ક પણ કર્યો ન હતો. આ સમગ્ર પ્રકરણમાં પીડિતાની માતાએ OASIS સંસ્થા સામે શંકા દાખવી હતી અને સંસ્થાએ શરૂઆતમાં ધ્યાન આપ્યું હોત તો તેમની દીકરી આજે જીવિત હોત તેવી આશંકા સેવી હતી.
આ પણ વાંચો: Ahmedabad Loan Fraud case: લોન આપવાના બહાને છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ
રાજ્યના ગૃહ પ્રધાને પીડિતાને બહેનમાની માતાને ન્યાય અપાવવાનું આપ્યુ છે આશ્વાસન
મહિનાથી ચાલતી પોલીસ તપાસમાં સંસ્થાને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો પણ પીડિતાની માતા દ્વારા SIT સામે ખુલાસો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને (Home Minister Harsh Sanghvi) પીડિતાનો પરિવાર સુરત ખાતે મળ્યો હતો, અને ત્યાં ગૃહ પ્રધાન દ્વારા પીડિતાને પોતાની બહેન ગણાવી તેને ન્યાય અપાવવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે. ત્યાર પછી ગણતરીના દિવસોમાં જ સંસ્થાના કર્તાહર્તા સંજીવ શાહ તેમની પત્ની પ્રિતી શાહ તેમજ સામુહિક દુષ્કર્મના દિવસે પીડિતાને ચકલી સર્કલથી લઇ જઇ તેની સહેલી વૈષ્ણવી ટાપરિયા સામે વડોદરા પોલીસે (Vadodara Police) બેજવાબદારી દાખવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. OASISના કર્તાહર્તા સામે ગુનો નોંધાતા પીડિતાની માતાએ ખુશી દર્શાવી છે. તેને શરૂઆતથી જ સંસ્થા સામે આશંકા સેવી હતી. જો સંસ્થાએ પહેલેથી ધ્યાન આપ્યું હોત, તો હાલ મારી દીકરી જીવતી હોતની શંકા સાથે માતાએ દુષ્કર્મ અને આત્મહત્યા પ્રકરણમાં જે પણ દોષિત હોય એને ફાંસીના માંચડે ચઢાવવાની માંગણી કરી છે.