ETV Bharat / state

Rakshabandhan 2023: નવસારી સબજેલમાં બંધ કેદી ભાઈઓની સાથે બહેનોએ રક્ષાબંધનના તહેવારની કરી ઉજવણી - Navsari subjail

આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી પોતાના ભાઈ માટે વિશેષ પ્રાર્થના કરતી હોય છે. જ્યારે નવસારી સબજેલમાં બંધ કાચા અને પાકા કામના 286 ભાઈઓ અને 12 મહિલાઓ કેદીઓએ છેલ્લા મુખ્ય દરવાજા પાસે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

નવસારી સબજેલમાં બંધ કેદી ભાઈઓની સાથે બહેનોએ રક્ષાબંધનના તહેવારની કરી ઉજવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 3:42 PM IST

નવસારી સબજેલમાં બંધ કેદી ભાઈઓની સાથે બહેનોએ રક્ષાબંધનના તહેવારની કરી ઉજવણી

નવસારી: રક્ષાબંધન એક એવો તહેવાર છે, જેમાં દુનિયામાં કોઈ પણ છેડે રહેતા ભાઈ બહેન એકબીજાને મળીને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વને ઉજવે છે. દરેક બહેનને તેનો ભાઈ વહાલો હોય છે. પછી તે જેલ કેદી કેમ ના હોય. આવા જ દ્રશ્યો નવસારી સબ જેલમાં પણ જોવા મળ્યા હતા.

"આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે જેલના મુખ્ય દરવાજા પાસે જેલમાં જે બંધ કેદી ભાઈઓ અને બહેનો છે. તેઓ પણ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પોતાના પરિજનોને મળી શકે અને રાખડી બંધાવી આ પર્વની ઉજવણી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી."-- કે કે પટેલ (મુખ્ય જેલર)

તહેવારની ઉજવણી: નવસારીમાં આવેલી નવસારી સબજેલમાં કાચા અને પાકા કામના 286 ભાઈઓ અને 12 મહિલા કેદીઓ પોતાની સજાવો કાપી રહ્યા છે. આજે રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે નવસારી સબ જેલમાં બંધ કેદી ભાઈને રાખડી બાંધવા માટે દૂર દૂરથી બહેનો સબ જેલ ખાતે આવી હતી. જેમાં કોઈને કોઈ કારણોસર જેલમાં રહેલા પોતાના ભાઈઓને રાખડી બાંધી આરતી ઉતારી અને મોં મીઠુ કરાવીને પ્રાર્થના કરી હતી. પોતાના ભાઈ જેલમાંથી વહેલા મુક્ત થઈ સમાજમાં સારા કામ કરે અને આવનાર રક્ષાબંધનના પર્વ પર તેઓ ઘર પરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરે તેવી પ્રાર્થના કરી હતી.

નવસારી સબજેલમાં બંધ કેદી ભાઈ બહેનોએ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી

પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો: રાખડી બંધાવતી વખતે ઘણા કેદી ભાઈની આંખો અશ્રુથી છલકાઈ ગઈ હતી. તો બીજી તરફ રાખડી બાંધવા આવેલી બહેનોએ જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે દરેક બહેનને જેલમાં રહેલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટેની જે પરવાનગીને વ્યવસ્થા ગોઠવી આપી છે. તેના બદલ જેલ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.

  1. Rakshabandhan 2023 : સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી, કેદીઓને બહેનોએ બાંધી રાખડી
  2. Raksha Bandhan 2023: G20 અને ચંદ્રયાન-3ની થીમ પર બનેલી 350 ફૂટની રાખડી સીએમને અર્પણ કરાઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.