ETV Bharat / state

Navsari Accident: નવસારીના અજરાઈ ગામે કાર ચાલકની સામે પશુ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અજાણી ગામે ગણદેવી થી નવસારી તરફ આવતી એસ યુ વી કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં એક ભેંસ અને એક ગાયને કારની ટક્કરથી મોત થયા હતા. ગાડીમાં બેઠેલા લોકોને પણ ગંભીર ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Navsari Accident: નવસારીના અજરાઈ ગામે કાર ચાલકની સામે પશુ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો
Navsari Accident: નવસારીના અજરાઈ ગામે કાર ચાલકની સામે પશુ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 11:34 AM IST

નવસારીના અજરાઈ ગામે કાર ચાલકની સામે પશુ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો

નવસારી: સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરના કારણે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. લોકોના મોત ઢોરના કારણે થઈ રહ્યા છે એમ છતાં સરકાર કોઈ કાર્યવાહી કરી રહી નથી. ફરી એક વખત રખડતા ઢોરના કારણે નવસારીમાં અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

"રખડતા પશુઓ 90 ટકા માલિક વિહોણા હોય છે. જેથી આ પશુઓની યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી જોઈએ. જેથી કરીને આ રખડતા પશુઓ રસ્તા વચ્ચે ના બેસે અને આવા અકસ્માત સર્જાતા અટકાવી શકાય."-- સાજનભાઈ ભરવાડ (ગૌરક્ષા આયોગના પ્રમુખ)

અકસ્માત સર્જાયો: નવસારી જિલ્લામાં પણ રખડતા ઢોરોની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. જેમાં રખડતા ઢોરોને પકડવા માટેની કામગીરી તો કરવામાં આવે છે. પરંતુ થોડા સમય બાદ ફરી ઢોર રસ્તા ઉપર પોતાનો અડિંગો જમાવી લેતા હોય છે. જેને લઈને કેટલાક ગંભીર અકસ્માત થવાના બનાવો સામે આવ્યા છે. નવસારી ગણદેવી રોડ ઉપર અજરાઇ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ગણદેવી થી નવસારી તરફ જતી વેળાએ મળસ્કેના સમય એક કારચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન મુખ્ય રોડ પર અડિંગો જમાવી બેઠેલા ઢોરો કાર ચાલકને નજર ન આવતા અકસ્માત સર્જાયો હતો.

કંટ્રોલ કરવાનો ઘણો પ્રયાસ: જેમાં કાર ચાલક ગાડી કંટ્રોલ કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી કંટ્રોલ થઈ ન હતી. જેને કારણે કાર ઢોર સાથે અથડાતા કારની ટક્કરથી એક ભેંસ અને એક ગાય ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે કારમાં બેઠેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક મુખ્ય માર્ગ દોડી આવ્યા હતા. કારમાં બેસેલા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારને પણ મોટું નુકસાન થયું હતું.

  1. Bhavnagar Stray Cattle : રાજ્ય સરકારની માર્ગદર્શિકા બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું
  2. Catch Stray Cattle in Patan : પાટણમાં રખડતા ઢોરને પકડવા ધારાસભ્ય પણ મેદાનમાં ઉતર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.