નવસારી મોડી રાત્રિથી વરસી રહેલા વરસાદના ( Rain in Navsari )કારણે નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતાં. વરસાદને પગલે નોકરીયાત વર્ગ સ્કૂલના બાળકો સહિત લોકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
10 લાખના ખર્ચે બન્યો ડોમ બીજી તરફ શહેરના દાબૂ લો કોલેજના ગ્રાઉન્ડ ( Navsari Dabu Law College Ground ) પર દસ લાખના ખર્ચે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત( Vande Gujarat program ) સખીમંડળ દ્વારા એક્ઝિબિશન (Sakhimandal Exhibition in Navsari ) યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી સખીમંડળની બહેનો પોતાની પ્રોડક્ટોના વેચાણ માટે આ મેળામાં આવ્યા હતાં. અંદાજિત 50 સ્ટોલો આ ડોમમાં લાગ્યા હતાં. દૂર દૂરથી આવેલી સખીમંડળની બહેનો આવક મેળવવાની આસમાં અહીં નવસારી સુધી આવ્યા હતાં પણ ( Exhibition in Navsari suffer due to Rain ) એ લોકોની આશા પર વરસાદે ( Rain in Navsari )પાણી ફેરવી દીધું હતું.
વરસાદને લઇ સામાન ખસેડવો પડ્યો નવસારીમાં ગત રાત્રે ભારે વરસાદના ( Rain in Navsari ) પગલે ડોમમાં પાણી ભરાઈ જતા સ્ટોલમાં મુકેલો પોતાનો સામાન સખીમંડળની બહેનોએ સુરક્ષિત સ્થાન પર ખસેડવો પડ્યો હતો. સખીમંડળની બહેનો માટે સરકાર દ્વારા મોટા ખર્ચે ઊભો કરવામાં આવેલો ડોમમા નીચે પાણી ભરાઈ જતા સખીમંડળની બહેનોએ બે દિવસ વેપાર બંધ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સરકારે રોજગારી ઊભી કરવા માટે બનાવેલો કાર્યક્રમ (Sakhimandal Exhibition in Navsari ) સખીમંડળની બહેનો માટે વરસાદના કારણે ખોટનો સોદો ( Exhibition in Navsari suffer due to Rain ) સાબિત થઈ રહ્યો છે તેવું દેખાઈ આવ્યું હતું.