ETV Bharat / state

RO Plants Of Navsari City Closed લોકોએ પીવાના પાણીના એટીએમ પર લગાવી લાઇનો - નવસારી શહેરના તમામ આરઓ પ્લાન્ટ બંધ

નવસારીમાં આરઓ પ્લાન્ટને ગેરકાયદે ગણી બંધ કરાવવામાં આવ્યાં છે. જેના પગલે લોકો પીવાનું પાણી વેચાતું લેવા મજબૂર બન્યાં છે. પાણી મેળવવા માટે નવસારી નગરપાલિકાએ મૂકેલા વોટર એટીએમ પર લોકોની લાંબી લાઇનો લાગી છે. RO Plants Of Navsari City Closed, Water ATMs for drinking water, Food and Drug Department notice to RO plants

RO Plants Of Navsari City Closed  લોકોએ પીવાના પાણીના એટીએમ પર લગાવી લાઇનો

author img

By

Published : Aug 19, 2022, 7:42 PM IST

નવસારી શહેરના 80 જેટલા R.O પ્લાન્ટને ગેરકાયદે ગણીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નોટિસ અપાઇ હતી. જે બાદ બંધ કરાવવાની સૂચનાને પગલે આજે શહેરના લગભગ તમામ RO પ્લાન્ટ બંધ થયા છે. આરઓ પ્લાન્ટ બંધ થવાની સીધી અસર મધ્યમ વર્ગ કે જેઓ પાણી વેચાતું લઈને ઉપયોગ કરે છે તેમના ઉપર પડી છે. નવસારીમાં આરઓ વોટર પ્લાન્ટ બંધ થતાં શહેરમાં મૂકવામાં આવેલા પાલિકાના વોટર ATM પર લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે.

નવસારી નગરપાલિકાએ મૂકેલા વોટર એટીએમ પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે

નવસારીના 80 આરઓ પ્લાન્ટ બંધ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નોટિસ આપીને શહેરના 80 જેટલા RO સંચાલકોને તેમનો પ્લાન્ટ બંધ કરવા અથવા કાયદેસર રીતે લાઇસન્સ મેળવવાને લઈને નોટીસ આપી છે. ત્યારે RO પ્લાન્ટ સંચાલકો વિમાસણમાં મુકાયા છે કે આ ઉદ્યોગનું ક્યાં અને કઈ રીતે લાઇસન્સ મેળવવું. આ ઉદ્યોગ પેકિંગ વોટરનો નથી જેથી તેને લાઇસન્સ કયાંથી મેળવવું તેની ચોક્કસ ગાઇડલાઈન નથી. જેને કારણે આ ઉદ્યોગને ગેરકાયદે ગણીને નોટિસ ફટકારી હતી અને બંધ કરવાની સૂચના આપી હતી.

આ પણ વાંચો નુડાની બેઠક: નગરરચના-2 જાહેર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપી જમીન માલિકોની રજૂઆતો સાંભળી

લોકો વેચાતું પાણી લેવા મજબૂર આરઓ પ્લાન્ટ બંધ કરાવવાના પગલે આજે શહેરના તમામ RO પ્લાન્ટ બંધ થતા મધ્યમવર્ગીય પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. નવસારી નગરપાલિકા હજુ સુધી શહેરને પીવાલાયક શુદ્ધ પાણી નળ દ્વારા ઉપલબ્ધ કરાવી શકી નથી. જેને કારણે શહેરના તમામ લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. પરંતુ તંત્રના એક બીજા વિભાગે પાણીના પ્લાન્ટને ગેરકાયદે ગણીને તેને બંધ કરતાં લોકો ક્યાંથી પાણી ખરીદે તેની મુશ્કેલી ઊભી થઈ છે.

આ પણ વાંચો Water Project in Vijalpor : ચંદન તળાવની વર્ષોથી ખોરંભે પડેલી પાણી યોજના માટે નવસારી- વિજલપોર પાલિકાએ લીધો મોટો નિર્ણય

વોટર એટીએમ પર લાઈનો લગાવી નવસારી નગરપાલિકા દ્વારા શહેરમાં પાંચથી વધુ જગ્યાએ વોટર એટીએમ મુકાયા છે જ્યાં લોકોએ લાઈનો લગાવી દીધી છે. લોકોનું હાલ તો કામ આ રીતે ચાલી રહ્યું છે. પરંતુ આરઓ પ્લાન્ટ જો લાંબા સમય સુધી બંધ રહ્યાં તો ચોક્કસથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. RO Plants Of Navsari City Closed, Water ATMs for drinking water, Food and Drug Department notice to RO plants Drinking Water ATM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.