ETV Bharat / state

જિલ્લામાં ફરી નદીઓ થઈ ગાંડીતૂર, તંત્ર એલર્ટ મોડ પર - કમેલા રોડ સ્થિત લોખંડવાલા કોમ્પલેક્ષ

નવસારીમાં છેલ્લા પાંચ દિવસથી મૂશળધાર વરસાદ(Rain in Navsari) વરસી રહ્યો છે. જિલ્લામાં જલાલપોર તાલુકામાં આવેલા મછાડ ગામમાં ઝીંગાના તળાવ પર ગયેલા બે યુવકો પાણીમાં તણાયા ગયા છે અને તે હજૂ મળ્યાં નથી. વહીવટી તંત્રને એલર્ટ(Administration on alert mode) આરી દેવાયું છે. આ સાથે લોકોને નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવાની સૂચના આપી છે.

જિલ્લામાં ફરી નદીઓ થઈ ગાંડીતૂર, તંત્ર એલર્ટ મોડ પર

author img

By

Published : Jul 12, 2022, 6:29 PM IST

નવસારી: જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા મેઘ તાંડવ કરી રહ્યા છે. તેને કારણે નવસારી જિલ્લાની બે નદીઓ અંબિકા અને પૂર્ણા(Ambika and Purna rivers) પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ પર વહી રહી છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટી 28 ફૂટથી વધીને 32.31 ફૂટ થઈ જતાં સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર(Administration on alert mode ) આવી ગયું છે.

કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પોતાના મતવિસ્તાર તેઓ હોડીના મારફતે અસરગ્રસ્તોની મુલાકાત કરવા માટે ગયા હતા.

પ્રધાન નરેશ પટેલ પહોંચ્યા અસરગ્રસ્તોની મુલાકાતે - નવસારી ઉપર વાસવા વરસતા વરસાદને લઈને હાલ નવસારી જિલ્લો જળબંબાકાર બન્યો છે. નદી પર પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.ગણદેવી તાલુકાની અંબિકા નદી(Ambika river of Gandevi taluka) ગાંડીતૂર બની છે. ગણદેવી તાલુકાનું આવેલા ધોલ ગામનો(Dhol village of Gandevi taluka) સંપર્ક તૂટ્યો છે. ધોલ ગામમાં લોકોની અવરજવર માટે માત્ર હોડીના મારફતે અવરજવર શક્ય હતી. તેમ છતાં કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પોતાના મતવિસ્તાર તેઓ હોડીના મારફતે અસરગ્રસ્તોની મુલાકાત કરવા માટે ગયા હતા. અંબિકા નદી હાલ ભાઈ જનક સપાટી વટાવી ચૂકી હોય વહીવટી તંત્ર પણ ખડે પગે પોતાની કામગીરી કરી રહ્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં હજુ પણ એલર્ટ, અત્યાર સુધીમાં 69 લોકોના મોત

વહીવટી તંત્રને એલર્ટ કરાયું - અંબિકા નદીના કાંઠા વિસ્તારના 23 ગામોને એલર્ટ કરાયા છે. પૂર્ણા નદીના નીચાણ વાળા વિસ્તાર જેવા કે વેરાવળ રીંગરોડ શાંતાદેવી રોડ જેવા વિસ્તારોને તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. અંબિકા નદીની ભયજનક સ્થિતિનું નિરીક્ષણ કરવા કેબિનેટ પ્રધાન નરેશ પટેલે રાત્રીના સમયે અંબિકા નદીના વિસ્તારોમાં જઈ સ્થળની મુલાકાત કરી હતી. વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટે જણાવ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લા વહીવટી તંત્રએ(Navsari District Administration) પણ તમામ લોકોને નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા માટે સૂચના આપી છે, છતાં પણ કેટલાક લોકો બેદરકારીથી પાણીની નજીક જતા હોય છે.

ધોલ ગામમાં લોકોની અવરજવર માટે માત્ર હોડીના મારફતે અવરજવર શક્ય હતી.

હાલમાં યુવકોની શોધખોળ માટે સ્થાનિક ગ્રામજનો લાગ્યા - નવસારી જિલ્લાના મછાડ ગામે(Machhad village of Navsari district) ઝીંગા તળાવમાં કામ કરવા ગયેલા બે યુવકો અચાનક પાણીનો પ્રવાહ વધતા બે યુવકો તણાઈ જતા લાપતા થયા હતા. આ ઘટનાની જાણ સરપંચ અને અન્ય લોકોને થતા યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં તમામ નદી નાળાઓ પાણીથી છલકાઈ રહ્યા છે. ગામે પણ પાણીમાં એકાએક વધારો થતાં ઝીંગા તળાવમાં કામ કરી રહેલા બે મજૂર થયા હતા. જેને શોધખોળ માટે સ્થાનિક ગ્રામજનો જોતરાયા છે.

બિલ્ડિંગનાં પરિસરમાં પાણી ભરાતા આધેડે પાણી ઓછું થયું હોવાની માની પાણીમાં છલાંગ લગાવી હતી.

પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ - નવસારી શહેરના કમેલા રોડ સ્થિત લોખંડવાલા કોમ્પલેક્ષના(Lokhandwala Complex at Kamela Road) બીજા માળેથી આદરપુરમાં પાણીમાં પડ્યો હતો. પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. બિલ્ડિંગનાં પરિસરમાં પાણી ભરાતા આધેડે પાણી ઓછું થયું હોવાની માની પાણીમાં છલાંગ લગાવી હતી. જેમાં તે તારમાં ફસાઈ જતાં બહાર નીકળી શક્યો ન હતો. જેને કારણે ડૂબી જવાથી તે મૃત્યુને ભેટ્યો હતો.

પૂરની સ્થિતિને કારણે લોકોના જીવ જોખમાયા - ફાયર વિભાગે તેને તાત્કાલિક સારવાર અને જીવનદાન આપવાનો પ્રયત્નો કર્યા હતા. જે નિષ્ફળ રહ્યા હતા. જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અંધરાધાર વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે લોકમાતા નદીઓ ગાંડીતૂર બની છે. જેના કારણે પાણી ભરાવાની સમસ્યાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અત્યાર સુધી પૂરની સ્થિતિને કારણે ત્રણ મૃત્યુ નોંધાયા છે. શહેરમાં ફરીવાર એક આધેડનું મોત નોંધાતા કુલ મૃત્યુ આંક 4 થયો છે.

આ પણ વાંચો: વહીવટી તંત્ર તમને મદદ કરવા આવે ત્યારે સહયોગ આપો : કલેક્ટર

અસરગ્રસ્ત પરિવારને ફૂડ પેકેટનું વિતરણ - આકાશી આફત સામે જજુમતા નવસારી શહેરના અસરગ્રસ્ત પરિવારોને નવસારી-વિજલપોર નગરપાલિકાએ જિલ્લા તંત્ર સાથે મળી નીચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા છે. સાથે જ તમામ લોકોના ચા-નાસ્તા સાથે ભોજનની વ્યવસ્થા પણ પાલિકા કરી રહી છે. ત્યારે રામજી મંદિર ખાતે અસરગ્રસ્તો માટે પુરી શાક બનાવવાની તૈયારી પાલિકાએ કરી છે. પાલિકા સિવાય શહેરની સામાજિક સંસ્થાઓએ પણ સેવાનો હાથ લંબાવી લોકોને મદદ કરી રહી છે. જ્યારે ગત રોજથી જ નવસારી આવી પહોંચેલા પ્રભારી અને પાણી-પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ રામજી મંદિરે બનતા ભોજન અંગે તંત્ર પાસેથી માહિતી મેળવી, કોઈપણ ભૂખ્યો ન રહે એની તકેદારી રાખવા સૂચન કર્યું હતું. પ્રભારી પ્રધાન સાથે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સહિતના અધિકારી પદાધિકરીઓ પણ જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.