ઝડપની મજા ઘણીવાર મોતની સજા બની જતી હોય છે, ત્યારે નવસારીના નેશનલ હાઇવે 48 પર આવેલા ખારેલ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 યુવાનોના મોત નીપજ્યા હતા.
રજામાં મોજ કરવા નિકળેલા 5 યુવાનોને નવસારીના ખારેલા ગામ પાસે કાળ ભરખી ગયો હતો. સુરતથી મુંબઇ ફરવા ગયા આ 5 યુવાનો જ્યારે પરત ફરી રહ્યા હતા, ત્યારે ખારેલ ગામ પાસે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચઢી ગઇ હતી. આ કાર અમદાવાદ મુંબઈ હાઇવે પર જતાં આઇસર ટેમ્પો સાથે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેથી કારમાં સવાર 5 યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માત એટલો ભયનકર હતો કે મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. હૈયુ કંપાવી નાખે તેવા દર્શ્યો સર્જાયા હતા.