છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં બે ઇસમનો દ્વારા નકલી નોટ છાપવાનો કારોબાર ચાલી રહ્યો હતો. જેને સગેવગે કરીને કાળોકારોબાર કરવામાં આવતો હતો જેની બાતમી રેન્જ આઈજીની ટીમને મળતા આરોપીઓને ઝડપવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ચીખલીના આલીપોર બ્રિજ પાસે સગેવગે કરવા આવેલા બે ઇસમોને નકલી 15 હજાર રૂપિયા સાથે પોલીસે ઝડપી પાડીને કોમ્યુટર અને પ્રિન્ટર કજબે લીધું છે.
વહેલા રૂપિયા કમાવવા જેમાં માર્ગ ટૂંકો હોવો જોઈએ એવા અભરખા આજકાલના યુવાપેઢીઓમાં વધી રહ્યા જેના પરિણામ સ્વરૂપે અમુક યુવાનો ગેરકાયદે માર્ગો અપનાવીને કાયદાના દુશ્મન બની જાય છે અને અંતે કાયદાના રક્ષકોની પાથરેલી જાળમાં ફસાઈને પસ્તાતા હોય છે. ત્યારે ઘણું મોડું થઈ ગયેલુ નકલી નોટ છાપવાનું આ બે ઇસમને ભારે પડ્યું અને હવે બે ઈસમો જેલની હવા ખાવા શાંતિથી જેલમાં બેસવું પડશે.