ETV Bharat / state

Protest Rally at Navsari : જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ, ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન - વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય

નવસારી કલેક્ટર કચેરીએ જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયાં હતાં. નવસારીના સર્કિટ હાઉસ ખાતેથી એક વિરોધ રેલી કલેકટર કચેરી સુધી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો સ્થાનિક આગેવાનો જોડાયાં હતાં. શું છે માગણી જૂઓ

Protest Rally at Navsari : જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ, ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 8:39 PM IST

મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયાં

નવસારી : ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી નો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમ છતાં હજુ સુધી પડતર માંગણી સંદર્ભે સરકાર તરફથી યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવતા સરકાર વિરોધ આંદોલનની જ્વાળા ધીરે ધીરે દરેક જિલ્લાઓમાં પ્રસરી રહી છે જેમાં નવસારી ખાતે પણ મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ હાથમાં બેનરો લઈને રેલી કાઢી સરકારની નીતિ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતાં.

રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન : સમગ્ર રેલી જ્યારે નવસારી કલેકટર કચેરીએ પહોંચી ત્યારે તેના મુખ્ય પ્રવેશદ્વાર પાસે રેલીમાં આવેલા યુવાનો તેમજ વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાનો જમીન ઉપર બેસી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઇને શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર સાથે રેલી આગળ વધતા આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી હતી પરંતુ જિલ્લા કલેકટર ત્યાં હાજર ન હોઇ નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાયને આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું અને યોગ્ય નિર્ણય ન આવે તો આંદોલન અહીંથી ગાંધીનગર સુધી પહોંચશે તેવી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વાત કરવામાં આવી હતી.

અમે જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ કરીએ છીએ. કોઈપણ રીતે આ ભરતીને રદ કરવામાં આવે અને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે. જો આ સમસ્યાનો નક્કર નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ આંદોલન ગાંધીનગર સુધી પણ પહોંચશે... અનંત પટેલ (વાંસદા ધારાસભ્ય )

અગિયાર મહિના બાદ શું : 11 મહિનાની જ્ઞાન સહાયક ભરતી કરારનો વિરોધ કરતા રેલીમાં જોડાયેલા ઉમેદવાર શિક્ષિકાએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અભ્યાસ માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું અને છેવટે અમો અગિયાર મહિનાના કરાર પર ચલાવી શકીએ એમ નથી આટલા અભ્યાસ પછી અમે અગિયાર મહિના બાદ શું કરીશું એવા પ્રશ્ન પૂછાઇ રહ્યા છે.

અમે જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી મહેનત કરીને ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જશે તેમનું ભાવિ અંધકારમય બની જશે જેથી અમે આ ભરતીનો સખત વિરોધ કરીએ છીએ જો અમારી માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધીચીંધ્યા માર્ગે પણ જઈશું..મેઘા પટેલ (ઉમેદવાર )

રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે : રાજ્યભરમાં અગિયાર મહિનાના જ્ઞાન સહાયક નિયમો સામે શિક્ષકોએ રણશિંગુ ફૂંક્યું છે..અને સરકારના આવા નિયમો સામે શિક્ષકો માર્ગો પર ઉતરી પડ્યા છે જિલ્લામાં તમામ તાલુકામાં એક પછી એક સરકાર વિરુદ્ધમાં રેલી નીકળીને સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં ધારાસભ્ય અનંત પટેલ પણ આક્રમક મૂડમાં આવી સરકારમાં બેઠેલા મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને અગિયાર મહિનાના કરાર પર રાખવાની ટિપ્પણી કરી હતી જે ભાજપ સરકાર સમાજમાં દાખલો બેસાડી શકે.

  1. Navsai News: ચીખલી ખાતે જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં યોજાઈ રેલી, ધારાસભ્ય પણ જોડાયા
  2. Vansada News: પ્રાથમિક શાળા બંધ ન કરવાની માંગ સાથે ધારાસભ્યની આગેવાનીમાં યોજાઈ પદયાત્રા
  3. MLA Anant Patel : ધારાસભ્ય અનંત પટેલ દ્વારા નેશનલ હાઇવે નંબર 56 ઉપર ખાડા મહોત્સવ યોજવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.