ETV Bharat / state

બીલીમોરાની આંતલિયા GIDCમાંથી પોલીસે રૂપિયા 18.84 લાખના બાયોડીઝલ સાથે ત્રણની ધરપકડ કરી - Illegal biodiesel Navsari

નવસારીના બીલીમોરા સ્થિત આંતલિયા GIDCમાં કેમિકલની આડમાં ચાલતા બાયોડીઝલના (Police Arrest three with biodiesel) ગોરખ ધંધા પર નવસારી લોકલ LCB પોલીસે દરોડા પાડી 18.84 લાખ રૂપિયાનું બાયોડીઝલ (Antalia GIDC in Bilimora) પકડી પાડ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી બે વાહનો સહિત કુલ 27.47 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તપાસ આરંભી છે.

Police Arrest three with biodiesel
Police Arrest three with biodiesel
author img

By

Published : Jan 6, 2022, 11:58 AM IST

નવસારી: નવસારી (Illegal biodiesel Navsari) LCBની ટીમ બુધવારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે બીલીમોરાના આંતલિયા GIDCમાં (Biodiesel Seized in Antalya GIDC) આવેલી બીલીમોરાના મણીલાલ પટેલની બ્લોક નં. 98/1 વાળી જગ્યા ચીખલીના સમરોલી ગામે રહેતા પારસરામ કુંભારે ભાડે રાખી GP થ્રીનર કેમિકલનું વેચાણ કરતો હતો પરંતુ પારસરામ થ્રીનરની આડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરે છે અને એક બોલેરો ટેમ્પોમાં બાયો ડીઝલનો જથ્થો આવેલો છે. જેને આધારે પોલીસે ગણદેવી પુરવઠા વિભાગના અધિકારીઓને સાથે રાખી દરોડા પાડ્યા હતા. ઘટના સ્થળેથી 49 પ્લાસ્ટિકની ટાંકીઓ તથા પ્લાસ્ટિકના બેરલોમાં ભરેલો બાયો ડીઝલનો જથ્થો પકડી પાડ્યો હતો.

બીલીમોરાની આંતલિયા GIDC માંથી 18.84 લાખના બાયો ડીઝલ સાથે ત્રણ ઝડપાયા

પોલીસે 27.47 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

LCB પોલીસ અને પુરવઠા અધિકારીઓએ પારસરાસના પતરાના શેડમાં મુકેલા પ્લાસ્ટિકની ટાંકીઓ અને બેરલમાં ભરેલા બાયોડીઝલના જથ્થાની માપણી કરતા 18.84 લાખ રૂપિયાનું 25,125 લીટર બાયો ડીઝલ મળી આવ્યું હતું. સાથે જ ઘટના સ્થળેથી 5 લાખ રૂપિયાનો બોલેરો ટેમ્પો, 1 લાખ રૂપિયાનો અતુલ શકિત થ્રી- વ્હીલ ટેમ્પો, 10 હજાર રૂપિયાનું જનરેટર, 1.16 લાખ રૂપિયાનું GP થ્રીનર, 50 હજાર રૂપિયાનો પંપ, 25 હજાર રૂપિયાના ત્રણ મોબાઇલ ફોન સહિત 27.47 લાખ રૂપિયાનો ઉદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ પારસરામ કુંભાર તેમજ તેને ત્યાં કામ કરતો સમરોલી ગામે જ રહેતો મલય પટેલ અને થ્રી- વ્હીલ ટેમ્પોનો ચાલક અને સેલવાસ, સામરવાડી ખાતે રહેતા મયુર ઠક્કરની ધરપકડ કરી હતી. સમગ્ર મુદ્દે બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધી, બાયો ડીઝલનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેમજ કોને કોને વેચતા હતા તેની તપાસ આરંભી છે.

કાળા બજારીયાઓમાં ફફડાટ ફેલાયો

નવસારી જિલ્લામાં હાઇવે પર ઘણી જગ્યાએ બાયો ડીઝલના પંપ કાર્યરત છે, જેને રોકવામાં નવસારી પોલીસ નિષ્ફળ રહી છે. જેને કારણે આવા બે નંબરીયાઓ મોટા પ્રમાણમાં કાળા બજારી કરતા થયા છે. જોકે પોલીસ દ્વારા આંતલિયા GIDCમાં કરવામાં આવેલી કામગીરીને પગલે કાળા બજારીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: આંતલિયા GIDCમાં પકડાયેલા લાખોના બાયોડીઝલ બાદ બીલીમોરાના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

આ પણ વાંચો: Vadodara Pollice Raid: દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવા પોલીસે લીધી ડ્રોનની મદદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.