- પીડિતાએ પ્રથમ સોરી કહ્યા બાદ સંજીવભાઈને મેસેજ કરી માગી હતી મદદ
- પોતાને મારી નાંખશેની વાત સાથે રાત્રે 11.31એ પીડિતાએ કર્યો હતો મેસેજ
- સંજીવભાઈએ સવારે 8.41એ પૂછ્યું તું ક્યાં છે?
નવસારી: શહેરની આશાસ્પદ દિકરી (navasari girl) વડોદરાની એક જાણિતી સંસ્થાની હોસ્ટેલમાં રહીને છેલ્લા ત્રણ વર્ષોથી અભ્યાસ કરી રહી હતી. સાથે જ સંસ્થા સાથે જોડાઇને સંસ્થાનું કામ પણ કરતી હતી અને તેનું સપનું લેખિકા બનવાનું હતુ પરંતુ સપનુ પુરૂ થાય એ પૂર્વે પીડિતાએ અન્યોને કારણે ફાની દુનિયા છોડી દેવાનો વારો આવ્યો હતો.
પીડિતાના whatsapp મેસેજથી આત્હત્યાને બદલે હત્યાની શક્યતા વધી
ગત 29 ઓક્ટોબરે પીડિતાને રસ્તામાં આંતરી બે અજાણ્યા રિક્ષા ચાલકોએ તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ (rape on navasari girl) આચર્યુ હતુ. જેના થોડા જ દિવસોમાં ગત 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલ્વે સ્ટેશને ગુજરાત ક્વીનના (Gujarat Queen Train) ડબ્બામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો મૃતદેહ મળ્યો હતો. આ સમગ્ર મામલે પીડિતાની આત્મહત્યાની તપાસમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનુ, તેના વડોદરા સ્થિત રૂમમાંથી મળેલી ડાયરીમાંથી સામે આવતા જ રેલવે પોલીસ સહિત કુલ 5 ટીમ તપાસમાં જોતરાઇ હતી. પોલીસની અલગ અલગ ટીમો એક પછી એક કડી જોડી, આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે પણ પોલીસને સફળતા મળી નથી.
સંસ્થાના સંજીવભાઈને પ્રથમ સોરી કહેવાનું કારણ શું ?
નવસારીની દિકરીએ (rape on navasari girl) પોતાની સાથે ઘટેલી હેવાનિયતની ઘટના બાદ પણ પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. દિવાળી હોવાથી પીડિતા ઘરે આવી હતી. ઉદાસ રહેતી પીડિતા તહેવારોમાં પણ સંસ્થાનાં કામમાં પરોવાયેલી હતી. ગત 3 નવેમ્બરે પીડિતા પોતાના ઘરેથી બેગ પેક કરીને મરોલી જવા નિકળી હતી પરંતુ એ જ દિવસે રાત્રે ગુજરાત ક્વીનમાં પરત ફરતી વખતે તેની સાથે કૈક અજુગતું થવાનો અણસાર દિકરીને આવ્યો હતો. પીડિતાએ તેને બચાવવા મદદની માંગણી સાથે 3 નવેમ્બરની રાત્રે 11.31 વાગ્યે સંસ્થાના સંજીવભાઈને મેસેજ કર્યો હતો પરંતુ મેસેજની શરૂઆતમાં પીડિતાએ SORRY શબ્દનો ઉપયોગ કરી સંજીવભાઈને બચાવવા વિનંતી કરી હતી.
સંજીવભાઈએ સવારે 8:41 વાગ્યે મેસેજનો જવાબ આપ્યો
મેસેજમાં પીડિતાએ લખ્યુ હતું કે, એ સંસ્થા દ્વારા કરવામાં MHEના કામથી બહાર છે પણ તે નવસારીથી મારો પીછો કરી રહ્યો છે અને ગમે તે હિસાબે મારી નાંખવા માંગે છે. હું ફોન કરી શકું એમ નથી, ટ્રેનમાં છું. ગમે તે રીતે ફોન મેળવ્યો છે, માતા-પિતા કંઈપણ જાણતા નથી. મારૂ અપહરણ થયુ છે અને હું હાલમાં ટ્રેનના બાથરૂમમાં છું, ગમે ત્યારે તે મને મારી નાંખશે, મહેરબાની કરી ફોન કરશો પરંતુ પીડિતાએ જે વિશ્વાસ સાથે સંજીવભાઈને મેસેજ કર્યો હતો, એ સંજીવભાઈએ રાત્રે મેસેજનો વળતો જવાબ પણ ન આપ્યો, કદાચ જોયો જ નહી હોય પણ બીજે દિવસે 4 નવેમ્બરે સવારે 8:41 વાગ્યે મેસેજ કર્યો, જેમાં તું ક્યાં છે ? નો નાનો મેસેજ જ કર્યો હોવાનો સેમેજ સામે આવ્યો છે.
આ પણ વાંચો: વડોદરા લામડાપુરામાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
માતાએ જણાવ્યું કે 'મારી દિકરી લોકોને જીવવા મુદ્દે પ્રોત્સાહિત કરતી હતી, એ આવું કરી જ ન શકે'
પીડિતાએ ગુજરાત ક્વીન ટ્રેનમાંથી (Gujarat Queen Train) સંજીવભાઈને કરેલા મેસેજમાં તેની હત્યા થવાની નિશ્ચિત હોવાનું જોવાઇ છે. પીડિતાએ સંજીવભાઈ સાથે અન્ય બે જણાને મેસેજ કર્યા હોવાનું તેની માતાએ જણાવ્યુ છે પરંતુ મેસેજને લઈને સંસ્થા કે જેને મેસેજ કર્યા છે એમણે, પીડિતા મુદ્દે કોઈ વાતચીત કરી નથી. મારી દિકરી લોકોને જીવવા મુદ્દે પ્રોત્સાહિત કરતી હતી, એ આવું કરી જ ન શકે.