ETV Bharat / state

દેશના ચારેય ખુણા સુધી કારરાઈડ કરી તિરંગો લહેરાવશે મહિલા હજારો કિમીનું અંતર કાપશે

સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવની Azadi Ka Amrit Mahotsav રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં યુવાનોની સાહસિક વિચારધારા પણ જાણવા મળી છે. જેઓ દેશ માટે કંઈક નવું કરીને એક અલગ કીર્તિમાન Triranga Special સ્થાપિત કરવા માગે છે. નવસારીમાંથી એક મહિલાએ આ અભિગમ હેઠળ કાર રાઈડ કરીને દેશના ચારેય ખુણામાં તિરંગા લહેરાવવાનો નિર્ણય કર્યો છે. આ હેતું સાથે તેઓ રવિવારે ગુજરાતના નવસારીમાંથી રવાના થયા હતા.

દેશના ચારેય ખુણા સુધી કારરાઈડ કરી તિરંગો લહેરાવશે મહિલા હજારો કિમીનું અંતર કાપશે
દેશના ચારેય ખુણા સુધી કારરાઈડ કરી તિરંગો લહેરાવશે મહિલા હજારો કિમીનું અંતર કાપશે
author img

By

Published : Aug 14, 2022, 5:33 PM IST

નવસારી: ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા. દેશભક્તિની ભાવના સાથે આ ઉક્તિને સાકાર (Azadi Ka Amrit Mahotsav)કરવા માટે નવસારીથી નીકળેલી મહિલાએ તિરંગા લહેરાવવાની (Triranga Special) સાથે જનજાગૃતિ અભિયાન પણ ચાલું કર્યું છે. આ મહિલાનું નામ છે (Bharulata Kamble) ભારૂલતા કાંબલે. જે દેશના ચારેય ખૂણામાં તિરંગો લહેરાવવા માટે બાયકાર રાઈડ કરી રહ્યા છે. જોકે આ માટે બે તબક્કામાં આ યાત્રા પૂરી થવાની છે. જેમાં તેઓ કેન્સર જાગૃતિ અને બંધારણની ઉપયોગી કલમ અંતર્ગત લોકોને જાગૃત કરવાના છે.

આ પણ વાંચો: ખેડૂતોએ પોતાના બળદગાડા અને ખેતરોમાં લહેરાવ્યા ત્રિરંગાઓ

કાર રાઈડ: પોતાની કાર સાથે ભારતના ખુણા ખૂંદવા નીકળી પડતી મૂળ નવસારીની NRI દીકરી ભારૂલતા કાંબલે આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે પોતાના બે દિકરાઓ સાથે કાર પ્રવાસ કરવા નીકળ્યા છે. ભારતની ચારેય દિશાઓના ચારેય ખૂણાઓ પર તિરંગો લહેરાવશે. આ સાથે જ પ્રાકૃતિક ખેતીના પ્રમોશન સાથે પ્રારંભિક સ્તરે કેન્સરને નાથી શકાયનો સંદેશ પણ ફેલાવશે. નવસારીના જલાલપોર તાલુકાના આટ ગામની દીકરી અને લંડનમાં સ્થાયી થયેલી સાહસી NRI ભારૂલતા કાંબલે કાર થકી વિશ્વના અનેક દેશો ફરવાના કીર્તિમાન બનાવી ચુકી છે.

આ પણ વાંચો: હર ઘર ત્રિરંગા અભિયાનમાં CM યોગીનો ચહેરો થયો ગાયબ

ભારત યાત્રા: આ વખતે ફરી એકવાર પોતાના બે દિકરાઓ સાથે ભારતની આઝાદીના 75 માં વર્ષે જ્યારે દેશ આઝાદીના લાડવૈયાઓને યાદ કરી અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે. આઝાદીમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે જ દેશના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ છેડાઓ સુધી પહોંચી તિરંગો લહેરાવશે. યાત્રા દરમિયાન ભારૂલતા કાંબલે અને એમના બંને દીકરાઓ સાથે કેન્સરને પ્રારંભિક સ્તરે ડામી શકે છે. એવો એક સંદેશો પણ આપશે. ભારૂલતા કાંબલે મિશન ભારત અંતર્ગત 65 હજાર કિમીનું અંતર 5 મહિનામાં બે ભાગમાં પૂર્ણ કરશે. ભરૂલતા કાંબલેની મિશન ભારત કાર યાત્રાને ભારત સરકારના સામાજિક ન્યાય વિભાગના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.