ETV Bharat / state

માલધારી સમાજના આંદોલનથી નવસારીના નગરજનો દૂધ વગર રહ્યા - જલાલપોરમાં દૂધનું કોલ્ડ સ્ટોરેજ

નવસારીમાં માલધારી સમાજના આંદોલનના કારણે લોકોને ઠેક ઠેકાણે દૂધ શોધવું પડ્યું હતું. શહેરમાં આવેલા વસુધારા ડેરી દૂધ કેન્દ્ર તેમજ અમૂલ પાર્લર અને કરિયાણાની દુકાનમાં પણ દૂધ નહીં મળતા (Maldhari Society Protest) નવસારીવાસીઓ અકળાયા (No milk available in Navsari) હતા. છૂટક દૂધ બંધ થયું છે પણ કોથળીનું દૂધ મળશેની આશા હતી. દૂધની કોથળીઓ મળતી થાય એવી વ્યવસ્થા કરાય. આવી આશા સરકાર અથવા તંત્ર પાસે લોકોએ વ્યક્ત કરી હતી.

માલધારી સમાજના આંદોલનથી નવસારીના નગરજનો દૂધ વગર રહ્યા

author img

By

Published : Sep 21, 2022, 8:07 PM IST

નવસારી માલધારી સમાજના આંદોલનના કારણે સવારથી નવસારી વાસીઓ દૂધ માટે દુકાને દૂધ શોધતા નજરે ચડ્યા હતા. શહેરમાં આવેલા વસુધારા ડેરી દૂધ કેન્દ્ર (Vasudhara Dairy Milk Center) તેમજ અમૂલ પાર્લર અને કરિયાણાની દુકાનમાં પણ દૂધ નહીં મળતા નવસારીવાસીઓ અકળાયા હતા. રસ્તા પર રખડતા ઢોર માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાના (Stray Cattle Act by Gujarat Government ) વિરોધ (Maldhari Society Protest) સાથે આજે માલધારી સમાજ દ્વારા કોઈને પણ દૂધ નહીં ભરાવવાનો નિર્ણય કર્યો છે.

શહેરમાં આવેલા વસુધારા ડેરી દૂધ કેન્દ્ર તેમજ અમૂલ પાર્લર અને કરિયાણાની દુકાનમાં પણ દૂધ નહીં મળતા નવસારીવાસીઓ અકળાયા

દૂધ નહીં મળતા લોકોની સવાર બગડી જોકે છૂટક વેચાણ બંધ (Retail sale of milk closed in Navsari) રહ્યુ, તેની સામે વસુધારા ડેરી અંતર્ગત આવતા દૂધ કેન્દ્રો તથા અમૂલ પાર્લર તેમજ ગલી, મોહલ્લા અને સોસાયટીઓમાં આવેલી કરીયાણાની દુકાનોમાં પણ દૂધની કોથળીઓ નહીં મળતા નવસરિવાસીઓ એક દુકાનેથી બીજી દુકાને ફરતા રહ્યા હતા. છૂટક દૂધ બંધ થયું છે પણ કોથળીનું દૂધ મળશેની આશા હતી. તેમની આશા ઠગારી નીવડી હતી. સવારે શાળાએ જતા બાળકો, વૃદ્ધો સહિત તમામને દૂધની જરૂરિયાત હોય જ છે. લોકો દૂધ શોધતા જ રહ્યા હતા. દૂધ નહીં મળતા તેમની સવાર બગડી હતી. વસુધારા ડેરી દ્વારા રોજની 45થી 50 હજાર દૂધની કોથલીની સપ્લાય (Milk Packets Supply by Vasudhara Dairy) થાય છે, જેમાં આજે 46 હજાર દૂધની કોથળીઓ સપ્લાય થઈ હોવાનું ડેરીના સૂત્રો દ્વારા જણાવાયુ હતું.

દૂધની વ્યવસ્થા કરવી જોઈતી હતી બીજી તરફ જલાલપોર સ્થિત કોલ્ડ સ્ટોરેજમાં (Cold storage Milk Jalalpore) વેપારીઓના અંદાજે દૂધના 200 કેરેટ પડયા હતા પણ ડરને કારણે વેપારીઓ લેવા ન આવતા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ નવસારી શહેરનું વસુધારા ડેરીનું મુખ્ય મથક પણ સવારથી બંધ હતું. કેન્દ્રના એક કર્મચારીએ જણાવ્યુ કે, આંદોલનને જોતા ગત રોજ દૂધ મોકલી આપ્યું હતું જેનું વેચાણ પણ થઈ ગયું હતું. આજે સવારથી કોઈ ગાડી જ નથી આવી. જોકે દૂધ માટે 5થી 10 દુકાનો ફરીને આવેલા લોકોએ સરકારે અથવા તંત્રએ દ્વારા દૂધની વ્યવસ્થા કરવી જોઈતી હતી. દૂધની કોથળીઓ મળતી થાય એવી વ્યવસ્થા કરાય. એવી આશા પણ વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.