ETV Bharat / state

નવસારીમાં બાગાયતી પાકોને વીમા સુરક્ષાનો લાભ ન મળતા ખેડૂતોમાં નારાજગી

નવસારીઃ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી બાગાયતી ખેતીનું પ્રમાણ વધ્યું છે. અંદાજે 70 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતો બાગાયતી ખેતી કરે છે, પરંતુ આ પાકોને પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ વીમા કવચ ન મળતા ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

navsari horticultural crops
author img

By

Published : Jul 25, 2019, 11:13 PM IST

રાજ્ય સરકારની પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના ખેડુતોને અતિવૃષ્ટી, અનાવૃષ્ટી તથા કુદરતી આફતો વખતે ખેતીના નુકસાન સામે રક્ષણ આપે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત અને વલસાડ જિલ્લાઓના મુખ્ય પાકો ગણાતા બાગાયાતી પાકોને વીમા કવચ ન મળતા ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાત બાગાયાતી પાકો ખેડુતો માટે આશીર્વાદરૂપ બન્યા છે. જેમાં બાગાયાતી પાકો નિષ્ફળ જાય તો કોઈ સુરક્ષા કવચ ખેડૂતોને મળતું નથી. આ યોજના હેઠળ નવસારીના પિયત પાક ડાંગરને વીમા કવચ આપવામાં આવ્યું છે, જેનું પ્રિમીયમ 340 રૂપિયા પ્રતિ હેક્ટર છે.

નવસારીમાં બાગાયતી પાકોને વીમા સુરક્ષાનો લાભ નથી મળતો

જિલ્લાના વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકાઓમા બીનપિયત ડાંગર, જ્યારે વાંસદા તાલુકામાં અડદ અને તુવેરને પાક વીમા યોજનામાં ગણી લેવામાં આવ્યા છે. જેનું પ્રિમીયમ 120 રૂપિયા પ્રતિ હેક્ટર નક્કી કરવામા આવ્યું છે. નવસારીમાં જિલ્લામા 70 હજાર હેક્ટરમાં બાગાયાતી પાકો અને અન્ય શાકભાજીના પાકો પણ લેવાય છે. ખેડૂતોની માંગણી હોવા છતાં આ પાકને વીમાની સુરક્ષામાં લેવામાં આવ્યા નથી. જિલ્લામાં અંદાજે 40 હજાર હેક્ટરથી વધુ જમીનમાં આ પાક લેવાય છે જેમાં 30 હજાર હેક્ટરમાં કેરીનો પાક લેવાય છે.

ખેતીના પાકો માટે વીમા સંરક્ષણ ખેડૂતોને મળે તે માટે સરકારે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ જાહેર કરી છે. આ યોજના અંતર્ગત સરકારે નોટીફાઈડ કરેલા ખેતીના પાકોને વીમા સંરક્ષણ આપવામાં આવે છે. અહીંના નવસારી જિલ્લામાં પણ આ યોજના અમલી છે. જો કે, હજુ સુધી જિલ્લામાં યોજનાનો લાભ ખૂબ ઓછા ખેડૂતોને થયો છે. તેનું એક કારણ નોટિફાઈડ કરેલા પાકો છે. જેમાં ડાંગર (પિયત) અને ડાંગર (બિનપિયત), તુવેર અને અડદનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

Intro:પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના થકી ખેડુતોને અતિવૃષ્ટી અને અનાવૃષ્ટી તથા કુદરતી આફતો વખતે ખેતીના નુકશાન સામે રક્ષણ આપે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી,સુરત અને વલસાડ જિલ્લાઓના મુખ્ય પાકો ગણાતા બાગાયાતી પાકોને વીમા કવચ ન મળતા ખેડુતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પ્રવર્તી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાત બાગાયાતી પાકો ખેડુતો માટે આશીર્વાદરુપ બન્યા છે જેમા બાગાયાતી પાકો નિષ્ફળ જાય તો કોઈ સુરક્ષા કવચ ખેડુતોને મળતુ નથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત નવસારી જિલ્લામા પિયત ડાંગરને વીમા કવચ આપવામા આવ્યુ છે જેનુ પ્રિમીયમ 340 રુપિયા પ્રતિ હેકટર નક્કી કરવામા આ આવ્યુ છે

:Body:વાંસદા,ખેરગામ અને ચીખલી તાલુકાઓમા બીનપિયત ડાંગર, જ્યારે વાંસદા તાલુકામાં અડદ અને તુવેરને પાક વીમા યોજનામા ગણી લેવામાં આવ્યા છે જેમનુ પ્રિમીયમ 120 રુપિયા પ્રતિ હેકટર નક્કી કરવામા આવ્યુ છે. નવસારી જિલ્લામા 70 હજાર હેકટર મા બાગાયાતી પાકો લેવામા આવે છે સાથે અન્ય શાકભાજી પાકો પણ લેવામા આવે છે પરંતુ તેમને પાક વીમાની સુરક્ષામા લેવામા આવ્યા નથી જેની ખેડુતો ધણા સમયથી માંગણી કરી રહ્યા છે પરંતુ માંગણી ન સ્વીકારાતા ખેડુતોમા ક્યાંક ને ક્યાંક નારાજગી પ્રવર્તી રહી છે. પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનામાં બધા જ પાકોને સમાવાયા નથી. કેરી સહિતના બાગાયતી પાકોનો સમાવેશ વીમા યોજનામાં કરાયો નથી. નવસારી જિલ્લામાં કેટલાક વર્ષોમાં બાગાયતી પાકોની ખેતીનું પ્રમાણ વધ્યું છે. અંદાજે 40 હજાર હેક્ટરથી વધુ જમીનમાં આ પાક લેવાય છે જેમાં 30 હજાર હેક્ટરમાં તો કેરી લેવાય છે.જેથી બાગાયતી પાકોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ ન મળતાં ખેડૂતો નારાજ છે.

Conclusion:ખેતીના પાકો માટે વીમા સંરક્ષણ ખેડૂતોને મળે તે માટે સરકારે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ જાહેર કરી છે. આ યોજના અંતર્ગત સરકારે નોટીફાઈડ કરેલા ખેતીના પાકોને વીમા સંરક્ષણ આપવામાં આવે છે. અહીંના નવસારી જિલ્લામાં પણ આ યોજના અમલી છે, જોકે હજુ સુધી જિલ્લામાં યોજનાનો લાભ ખુબ ઓછા ખેડૂતોને થયો છે. તેનું એક કારણ નોટિફાઈડ કરેલા પાકો છે. જોકે, ડાંગર (પિયત) અને ડાંગર (બિનપિયત), તુવેર અને અડદનો જ સમાવેશ કરવામાં આવ્યો છે..

બાઈટ- 1 પીનાકીનભાઈ પટેલ (ખેડૂત )

બાઈટ- 2 .સી.આર .પટેલ ( નાયબ .ખેતી વાડી નિયામક )

ભાવિન પટેલ
નવસારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.