ETV Bharat / state

Navsari Viral Video: વરસાદી પાણીના વહેણમાં ખાલી બાટલાઓ તણાયા, વિડિયો વાઇરલ

author img

By

Published : Jul 24, 2023, 10:43 AM IST

નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ નવસારીમાં 9 ઇંચ અને જલાપુર માં 8 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક વિસ્તારોમાં નુકસાની દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં જુનાથાણા વિસ્તારમાં આવેલા ઝુમરું ગેસ એજન્સીના રિફીલ કરાવવા માટે મુકેલા બાટલાઓ ભારે વરસાદને પગલે તણાઈ ગયા હતા. જેને લઈને ગેસ એજન્સીને મોટું નુકસાન થયું છે.

વરસાદી પાણીના વહેણમાં ગેસ એજન્સીના ખાલી બાટલાઓ તણાયા વિડિયો વાઇરલ

નવસારી: સમગ્ર નવસારી જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ. વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં વેચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને ભારે હાલાકીનો સામનો વેચવાનો વારો આવ્યો છે. જ્યારે શહેરની મધ્યમાં આવેલા કુંભારવાડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ભરાયા હતા.

"જુનાથાણા વિસ્તારમાં આવેલી ગેસ એજન્સી ના સંચાલકે પોતાના ગોડાઉનમાં મુકેલા સિલીંડરો ભારે વરસાદમાં તણાયા હતા જેને લઈને સંચાલકની ફરિયાદને આધારે અમે હાલ નવસારી ટાઉન પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે"---પીઆઇ ચૌધરી

વેઠવાનો વારો આવ્યો: જેને લઈને વેપારીઓ ને મોટી નુકસાની વેચવાનો વારો આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરજ થયા છે. જેને લઇને અનેક વિસ્તારો ના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને વાહન વ્યવહાર પર પણ મોટી અસર જોવા મળી છે. જ્યારે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તાર એવા શાંતાદેવી રોડ પર ભારે વરસાદને પગલે દિવાલ ધરાસાઈ થતાં બે કારનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે શહેરના મુખ્ય માર્ગ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાંથી એક કાર અને એકટીવા પાણીના વહેણમાં કાગળના રમકડાની જેમ તણાતા જોવા મળ્યા હતા. આમ આમ ભારે વરસાદને પગલે નવસારીમાં ઘણી નુકસાની શહેરીજનોને વેઠવાનો વારો આવ્યો છે.

"સવારે વર્કિંગ ટાઈમ હતો જેમાં 10:00 વાગ્યાની આસપાસ ભારે વરસાદની પગલે જે ગેસના સિલિન્ડર રિફીલ કરવા માટે આવ્યા હતા જે ખાલી હોવાને કારણે પાણીના વહેણમાં તણાયા હતા સાથે ગોડાઉનની દિવાલ ધરાસહી થતા ખાલી ગેસના સિલિન્ડર પાણીના વહેણમાં તણાઈ ગયા હતા જેને લઈને કેસ એજન્સીમાં કામ કરતા કર્મચારીઓએ વરસાદના વિરામ બાદ આસપાસના વિસ્તારોમાંથી સુધપુર કરી ઘણા ખરા સિલિન્ડર શોધી લીધા હતા તેમ છતાં પણ પાણીના ભારે વહેણમાં 148 સિલીંડરો હાલ મિસિંગ છે અમારા ગોડાઉનની ત્રણ સાઇડની દીવાલો ધરાશાય થઈ છે અને સિલિન્ડરની નુકસાની જોવા જાય તો ૧૦ થી ૧૨ લાખ રૂપિયા નો નુકસાનનું અનુમાન છે"-- ગેસ એજન્સીના સંચાલક

10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન: નવસારી શહેરમાં પડેલા 9 ઇંચ થી વધુ વરસાદના કારણે શહેરના જુનાથાણા વિસ્તારમાં આવેલ ઝુમરૂ ગેસ એજન્સીના સિલેન્ડર પાણીમાં તણાયા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જુનાથાણા વિસ્તારમાં આવેલ ઇન્ડિયન એજન્સીના 340 થી વધુ ગેસના બાટલા રિફિલ માટે આવ્યા હતા પરંતુ ભારે વરસાદ ને પગલે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ગોડાઉનમાં મુકેલ ખાલી સિલિન્ડર તરવા લાગ્યા હતા અને પાણીનો પ્રવાહ વધતા ત્રણ દીવાલો તોડી સિલિન્ડરો પાણીના પ્રવાહ સાથે વહી જતા મોટું નુકસાન થયું છે. સમગ્ર ઘટનાને લઈને સંચાલકને અંદાજિત 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. હાલ સંચાલકે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પર નોંધાવી છે અને ઇન્ડિયન ગેસ એજન્સીને પણ નુકસાન અંગે જાણ કરવામાં આવી છે.

  1. Navsari Rain: નવસારી ખાતે પરીક્ષા આપવા આવેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
  2. Navsari Rain: સુરત-નવસારી રોડ પર ઇનોવા કાર પાણીમાં ડૂબી, ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.