ETV Bharat / state

Navsari Crime : પહેલો સગો પાડોશી! ભાજપના પૂર્વ પ્રમુખનો બ્રધર્સ ચોકી કરતા ઝડપાયો - Theft case in Bardipada village

રૂપિયા કમાવા માટેનો ખોટો રસ્તો પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા અમિતા પટેલના સગા ભાઈને ભારે પડ્યો છે. ખેરગામના ગવિત પરિવારના ઘરમાં ચોરી કરતા આ શખ્સને પોલીસે ઝડપી લીધો છે. સાથે નવસારી અને વલસાડ જિલ્લાના 14 ચોરીના ગુનાઓ પણ ઉકેલાયા છે.

Navsari Crime : પહેલો સગો પાડોશી! ભાજપના પૂર્વ પ્રમુખનો બ્રધર્સ ચોકી કરતા ઝડપાયો

author img

By

Published : Mar 7, 2023, 4:03 PM IST

નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિતા પટેલનો સગો ભાઈ ચોરી કરતા ઝડપાયો

નવસારી : હાલ નવસારી જિલ્લામાં ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પોલીસ પણ સતર્ક બની આવી ચોર ટોળકીઓને ઝડપી લેવા માટે કમર કસી રહી છે. ગત દિવસોમાં પણ ચીખલી અને બીલીમોરામાં થયેલી ચોરીનો ભેદ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્રથી દબોચી લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, ત્યારે ખેરગામ તાલુકાના બરડીપાડા ગામે પાડોશીની સતર્કતાના આધારે ભર બપોરે ચોરી થતા અટકી છે. ગામમાં રહેતા નરેશ ગાવિત બંધ પડેલા મકાનમાં ગત 4 તારીખની બપોરે કોઈ શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી હોય તેવી શંકા પાડોશમાં રહેતા ભરત ગાવિતને થઈ હતી. જેથી ભરત ગાવીતે સતર્કતા વાપરી ખેરગામ પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.

પાડોશીના સતર્કતાના આધારે ચોરી અટકી : ખેરગામ પોલીસ પણ સમય સુચકતા વાપરી ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજામાં કોઈ સાધન વડે બાકોરું પાડી બે ચોરો ઘરમાં પ્રવેશ્યા હતા. કોઈપણ પ્રકારના ડર વગર ચોરો પોતાની ચોરી કરવામાં મસગુલ હોયને પોલીસ ત્રાટકવાની છે એ વાતથી અજાણ ઘરના નીચેના રૂમમાં ચોરી કરતા હતા. સુરતના સિંગણપોર ખાતે જય શિવમ સોસાયટીમાં રહેતા સંદીપ નારણદાસ પટેલ પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય બીજો ચોર પોલીસને ત્રાટકેલી જોઈ છત પરથી જંપ કરીને ભાગવામાં સફળ થયો હતો. સમગ્ર ચોરીની ઘટનામાં પાડોશીના સતર્કતાના આધારે લાખો રૂપિયાની ચોરી થતા અટકી હતી.

ચોર ભાજપના આગેવાનો ભાઈ : રંગે હાથ ચોરી કરતા પકડાયેલો સંદીપની પૂછપરછ કરતા અને તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેના વિરુદ્ધ અનેક ગુનાઓ પોલીસમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ આ આરોપી સંદીપ પટેલ નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન અમિતા પટેલનો સગો ભાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ આરોપી પોતાની ગુનાહિત છબીથી ખરડાયેલો હોય તેથી સંદીપને તેની બેન અમિતા પટેલ સાથે વર્ષોથી કોઈ સંબંધ ના હોય એ પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો : Surat Crime:ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક, કે.વી. માંગુકિયા શાળામાંથી 1.78 લાખની ચોરી

આરોપીનો ગુનાહિત ઈતિહાસ : પકડાયેલા આરોપી સંદીપ પટેલના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો સંદીપ પટેલ ગુનેગાર છે. અને તેના વિરુદ્ધ 14 ગુનાઓ નવસારી અને વલસાડ જિલ્લામાં નોંધાયા છે. 2015માં સંદીપ પટેલને કબુતર બાજીના ગુનામાં 21 લાખ રૂપિયાનો દંડ અને સાત વર્ષની સખત કેદ પણ થઈ હતી. આ કેસમાં તે જામીન પર છૂટ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ પણ સંદીપ પટેલ પોતાની ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે અટક્યો ન હતો. ફરી ચોરી કરવા માટે તે નીકળ્યો હતો અને પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચો : Flowers Thief: G20ની સજાવટના ફુલના કુંડાઓની ચોરી કરનાર કરોડપતિ ચોરની ધરપકડ

પોલીસનું નિવેદન : સમગ્ર ઘટનાને પગલે નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાઈ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ધોળે દિવસે ગામમાં ચોરી કરવા આવેલા શખ્સોની જાણ પોલીસને થતા એક ચોરને પોલીસે રંગેહાથ ઝડપ્યો હતો. ત્યારે અન્ય એક ચોર ત્યાંથી ભાગવામાં સફળ થયો હતો. પકડાયેલો ચોર સંદીપ પટેલ રીઢો ગુનેગાર છે. નવસારી વલસાડ તેમજ આજુબાજુના જિલ્લાઓમાં 14 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે. હાલ આ પકડાયેલા આરોપી છેતરપિંડીના ગુનામાં પાકા કેદી તરીકે સજા કાપીને છૂટેલ છે. હાલ આરોપી રિમાન્ડ પર છે અને આગળની કાર્યવાહીની તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.