ETV Bharat / state

Navsari Police: સાયબર ક્રાઈમના કેસ ઘટાડવા નવસારી પોલીસે જાગૃતિ કાર્યક્રમ કર્યો

author img

By

Published : Apr 13, 2023, 1:57 PM IST

રાજયમાં સાયબર ક્રાઈમના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે, લોકો કોઈને કોઈ રીતે થતી છેત્તરપિંડીનો ભોગ બની રહ્યા છે. આ ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય અને જે તે છેત્તરપિંડીથી બચી શકાય એ માટે નવસારી પોલીસે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં નગરજનોએ ભાગ લીધો હતો.

નવસારી ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ માટે સિનિયર સિટીઝન કાર્યક્રમ યોજાયો

સાયબર ક્રાઈમના કેસ ઘટાડવા નવસારી પોલીસે જાગૃતિ કાર્યક્રમ કર્યો

નવસારીઃ સંસ્કારી નગરી નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં SHE TEAMની રચના કરવામાં આવી છે. આ SHE TEAMની કામગીરીમાં મુખ્યત્વે મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝ સુરક્ષા માટે સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાજનોમાં જાગૃતિનો અભાવ જણાય છે. જેથી નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વસવાટ કરતા વયોવૃદ્ધ લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કાર્યક્રમ યોજાયો હતો. સાયબર સંબધિત બાબતે શિક્ષિત કરવા માટે આગામી 11 થી તા. 22 એપ્રિલ સુધી એક વિશેષ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવા માટેનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચોઃ Navsari mock drill: નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારે મોકડ્રિલ યોજાઈ

કેવી રીતે રોકી શકાયઃનવસારી મતિયા લેઉવા પાટીદાર હોલ ખાતે સેમીનારમાં જીલ્લા પોલીસ વડા ડો ઋષિકેશ ઉપાધ્યાની ઉપસ્થિતમાં એક ખાસ પ્રેઝન્ટેશન દેવાયું હતું. સાયબર લોયર ચિરાગ લાડએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ખાસ કરીનેડિજિટલ પ્લેટફોર્મનો સૌથી વધુ ઉપયોગ કરનાર યુવા વર્ગ સાયબર ક્રાઇમનો ઝડપથી ભોગ બનતા હોય છે. ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ પ્રતિદિન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે ડિજિટલ યુગના ફાયદા અને ગેરફાયદા, સ્પાયવેર ઇન્સ્ટોલેશન કેવી રીતે રોકી શકાય, સાયબર ક્રાઇમના પ્રકારો, સાયબર ક્રાઇમથી બચવા માટેના ઉપાયો વગેરેની ઉદાહરણ સહિત સચોટ માહિતી પુરી પાડી હતી.

ખાસ ટુકડી તૈયારઃ આગામી તા. 22 એપ્રિલ દરમિયાન જિલ્લા SHE TEAMના સભ્યો, સિનિયર સિટિઝના રહેણાંક મકાને જઇ પ્રત્યક્ષ સંપર્ક કરી તેઓને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા સૂચના પત્ર આપી અને સાયબર ક્રાઇમથી બચવા માટે પ્રાથમિક સમજ આપશે. સાથે સાથે તેઓને પડતી મુશ્કેલી બાબતે પણ જાણકારી મેળવી નિરાકરણ કરવા પ્રયત્ન શીલ રહેશે. પોલીસ તંત્રની આ ઝુંબેશ આવકારદાયક બની રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં નાગરિકોને તેમાં કેવા પ્રકારની કાળજી રાખવી અને પોતાના અંગત ડેટા અજાણી વ્યક્તિ સુધી જતા કેવી રીતે રોકી શકાય, આજકાલ વધી રહેલા બેન્ક ફ્રોડમાંથી કેવી રીતે બચી શકાય, જાણતા અજાણતા સાયબર ક્રાઇમનો ભોગ બનતા કેવી રીતે ટાળી શકાય એ વિશે વિસ્તૃત છણાવટ કરી છે.

આ પણ વાંચોઃ Navsari News : નવસારીની લક્ષ્ય સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ, મંજૂરી વગર શિક્ષણનો ધંધો શરુ

શું કહે છે અધિકારીઃ જિલ્લા પોલીસ વડા ડો ઋષિકેશ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિ નવસારી ખાતે SHE TEAM દ્વારા સિનિયર સિટિઝન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સીનીયર સીટીઝનો સાયબર, ક્રાઈમનો ભોગ ન બને તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં સી ટીમ દ્વારા સીનીયર સીટીઝનોના રહેણાંક વિસ્તારમાં રૂબરૂ જઈ તેઓને સાઇબર ક્રાઇમ વિશેની તમામ માહિતીઓ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.