ETV Bharat / state

નવસારીમાં ફરજમાં બેદરકારી દાખવતા PI અને ASI સસ્પેન્ડ - ફરજમાં બેદરકારી દાખવતા PI અને ASI સસ્પેન્ડ

નવસારીમાં ચૂંટણી પૂર્વે સ્ટેટ વિજિલન્સની ટીમે દશેરા ટેકરી વિસ્તારમાં રેડ કરી એક સાથે 34 જુગારીઓને પકડ્યા હતા. સમગ્ર પ્રકરણમાં નવસારી ટાઉન PI અને ASIની ફરજમાં બેદરકારી જણાતા પોલીસ વિભાગ દ્વારા બન્નેને સસ્પેન્ડ કર્યા હતા.

navsari police
navsari police
author img

By

Published : Mar 11, 2021, 12:25 PM IST

  • સ્ટેટ વિજિલન્સની રેડમાં 34 જુગારીઓ પકડાયા હતા
  • ચૂંટણી પૂરી થયા બાદ પોલીસ વિભાગે કરી દંડાત્મક કાર્યવાહી
  • ટાઉન PI સસ્પેન્ડ થતા LIB અને SOG PIની બદલી કરાઇ

નવસારી : શહેરમાં ચૂંટણી પૂર્વે સ્ટેટ વિજિલન્સની ટીમે દશેરા ટેકરી વિસ્તારમાં રેડ કરી એક સાથે 34 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સમગ્ર પ્રકરણમાં નવસારી ટાઉન PI અને ASIની ફરજમાં બેદરકારી જણાતા પોલીસ વિભાગ દ્વારા બન્નેને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે ટાઉન PI સસ્પેન્ડ થતા LIB અને SOG PIની પણ બદલી કરવામાં આવી છે. દશેરા ટેકરીનું જુગારધામ પોલીસ હેડક્વાર્ટરથી 200 મીટર દૂર ચાલતું હતું.

ડાંગમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવાના બંદોબસ્ત પરના 2 પોલીસ અધિકારી સસ્પેન્ડ

  • રાજ્ય પોલીસ વડાએ PI અને ASIને કર્યા સસ્પેન્ડ

નવસારી શહેરમાં પોલીસ હેડક્વાર્ટરના 200 મીટર દૂર દશેરા ટેકરીમાં અલગ-અલગ ત્રણ ઘરોમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે નવસારી ટાઉન પોલીસની જાણ બહાર રેડ કરી 34 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસની બેદરકારી જણાઈ હતી. જોકે, વિજિલન્સની રેડ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા પોલીસ વિભાગ ચૂંટણી કામગીરોમાં જોતરાયો હતો. હવે ચૂંટણી પૂરી થયા બાદ એક સાથે 34 જુગારીઓ પકડાયા હોવાથી રાજ્ય પોલીસ વડાએ સ્થાનિક ટાઉન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ. આર. વાઘેલા અને તેમની નીચે ASI રાજેશ પટેલ બન્ને જુગારની બદી રોકવામાં નિષ્ફળ રહેતા ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર અને ASI સસ્પેન્ડ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

રેડ અંગે ઉપરી અધિકારીને અંધારામાં રાખવાનું ભારે પડ્યું, PSI અને બે કોન્સટેબલ સસ્પેન્ડ

  • બે PIની આંતરિક બદલી

નવસારી ટાઉન PI એચ. આર. વાઘેલા સસ્પેન્ડ થતા તેમની જગ્યાએ હાલમાં જ નવસારી SOGમાં મૂકાયેલા PI મયુર પટેલને ફરી ટાઉન પોલીસ મથકમાં બદલી અપાઈ હતી. જ્યારે SOGથી LIBમાં લવાયેલા PI કે. જી. લીંબાચીયાને પણ ફરી SOGમાં મૂકવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.