ETV Bharat / state

Navsari News: ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ બુટલેગરો ઉપર ત્રાટકી - ખેરગામ તાલુકાના મોગરાવાડી

નવસારીમાં પોલીસ ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ બુટલેગરો ઉપર ત્રાટકી હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ આ વિદેશી દારૂ પહોંચાડવા માટે પાંચ જેટલી કારો પણ બોલાવવામાં આવી હતી આ કારોમાં માલનું કાર્ટિંગ ચાલુ જ કરવામાં આવ્યું હતું. ત્યારે ખેરગામ પોલીસ બુટલેગરો પર ત્રાટકી હતી જેથી બુટલેગરો અને માલ લેવા અને ભરવા માટે આવેલા માણસોમાં દોડધામ મચી ગઈ હતી.

Navsari News: ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ બુટલેગરો ઉપર ત્રાટકી

author img

By

Published : Mar 22, 2023, 4:12 PM IST

નવસારી: ખેરગામ તાલુકાના મોગરાવાડી ગામે સેલવાસથી ચોર ખાનામાં સંતાડી લાવવામાં આવેલો દારૂની કટીંગ ચાલુ હતું. તે દરમિયાન પોલીસ ફિલ્મી સ્ટાઇલ એ બુટલેગરો ઉપર ત્રાટકતા નાસભાગ મચી પોલીસે બે લાખથી વધુ ના દારૂના જથ્થા સાથે એક ટેમ્પો પાંચ કાર મળી કુલ 15 લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો. સાથે પોલીસે આઠ આરોપીની ધરપકડ કરવા સાથે એકને વોન્ટેડ જાહેર કર્યો. આઇસર ટેમ્પાના પાછલા ભાગના ભાગમાં ચોરખાનું બનાવી માલ અહીં લાવવામાં આવ્યો હતો.

સળિયા પાછળ ધકેલી: દમણ અને સેલવાસથી મોટી સંખ્યામાં વિદેશી દારૂ ગુજરાતની અંદર બુટલેગરો દ્વારા ઘુસાડવામાં આ વેપારમાં બુટલેગરોને મોટી આવક મળતી હોય તેથી બુટલેગરો સેલવાસ અને દમણથી મોટી માત્રામાં દારૂ ગુજરાતની અંદર ઘુસાડવા માટે અવનવા અખતરા કરતા હોય છે. તેથી ગુજરાત પોલીસ પણ આવા બુટલેગરો પર ચાંપતી નજર રાખી આવા તત્વોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેતી હોય છે.

વિદેશી દારૂ ભરેલા વાહનો: પોલીસની સતર્કતા જોઈ બુટલેગરો પણ પોલીસની નજરમાં ના આવી શકાય તે હેતુસર અવનવા કીમિયાઓ અપનાવી આવા કામને અંજામ આપતા હોય છે. મોટે ભાગે વિદેશી દારૂની ખેપ નેશનલ હાઇવે નંબર 48 પરથી સીધી ગુજરાત તરફ પહોંચાડવામાં આવતી હોય છે. આ નેશનલ હાઇવે નંબર 48 પર અલગ અલગ જગ્યા ઉપર પોલીસની ચાંપતી નજર હોય તેથી બુટલેગરો હાઇવે પર જોખમ રહેતા ગ્રામ્ય વિસ્તારોના રોડ થી વિદેશી દારૂ ભરેલા વાહનો પસાર કરાવતા હોય છે.

આ પણ વાંચો Navsari Crime: હાઈવે પર ચેન સ્નેચિંગ, મહિલાના પતિએ બાઈક પરથી કાબૂ ગુમાવતાં બંને નીચે પટકાયાં, મહિલા કોમામાં

સ્મશાનની બાજુમાં લાવવામાં આવ્યો: આવા મોટા વાહનોમાં પોલીસને શંકા ન જાય તે હેતુસર ચોર ખાના બનાવી આ ખાનાઓમાં માલ ભરી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઠાલવતા હોય છે. પરંતુ પોલીસ ની સતર્કતા ને કારણે આવા તત્વો મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે પકડાતા હોય છે. એક કિસ્સો ચીખલી તાલુકા માંથી સામે આવી રહ્યો છે. સેલવાસથી આઇસર ટેમ્પામાં ચોરખાનું બનાવી મોટી સંખ્યામાં એમાં વિદેશી દારૂ સંતાડીને ચીખલી તાલુકાના મોગરાવાડી ગામના પીપળી ફળિયા સ્મશાનની બાજુમાં લાવવામાં આવ્યો હતો.

આઠ આરોપીની ધરપકડ:આ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ આ વિદેશી દારૂ પહોંચાડવા માટે પાંચ જેટલી કારો પણ બોલાવવામાં આવી હતી આ કારોમાં માલનું કાર્ટિંગ ચાલુ જ કરવામાં આવ્યું હતું. ત્યારે ખેરગામ પોલીસ બુટલેગરો પર ત્રાટકી હતી જેથી બુટલેગરો અને માલ લેવા અને ભરવા માટે આવેલા માણસોમાં દોડધામ મચી ગઈ હતી. આ રેડ દરમિયાન પોલીસે રૂપિયા 2,55,120 કિંમતની 3,360 દારૂની બોટલો સાથે એક આઇસર ટેમ્પો પાંચ કાર અને આઠ આરોપીની ધરપકડ કરવા સાથે કુલ 15 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો Navsari News : ચીકુની મબલખ આવક છતાં ખેડૂતો વેપારીઓની ચિંતામાં વધારો

ટેમ્પો ખાલી: ફિલ્મી સ્ટાઇલ એ કરવામાં આવેલી આ રેડ થી હાલતો બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કારણ કે આવા કીમિયાખોર બુટલેગરો ની સામે પોલીસનો એક કદમ આગળ હોય તેમ સમગ્ર ઓપરેશન પોલીસે સફળ રીતે બહાર પાડ્યું છે. તો બીજી તરફ આઇસર ટેમ્પો ના ફાલકા ના આગળના ભાગે જે પ્રમાણે બુટલેગરો એ ચોર ખાનું બનાવ્યું હતું. તે જોઈ પોલીસ પણ દંગ રહી ગઈ હતી. કારણ કે પ્રાથમિક રીતે આ ખાનું નજર આવતું નથી. ટેમ્પો ખાલી હોય તેવું લાગતું હોય છે તેથી પોલીસ પણ બુટલેગરોનો આ કીમ્યો જોઇ અચંભામાં પડી હતી. તપાસ કરતાં અધિકારી પી.એસ.આઇ જે.વી ચાવડા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાથે 15 લાખથી વધુ નો મુદ્દા માલ ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.