ETV Bharat / state

Navsari Municipal Corporation: આદિવાસી સંગઠનની માંગણી સામે ધરણાં બાદ ઝૂકી નગરપાલિકા, 3 પરિવારોના તોડી પાડ્યાં હતા ઘર - નવસારી અલીફ નગર

નવસારી નગરપાલિકા (Navsari Municipal Corporation) દ્વારા રસ્તો બનાવવા માટે 3 પરિવારના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કારણે આદિવાસી જનજાગૃતિ સમિતિએ ઘરના બદલે ઘરની માંગણી કરતા ધરણા કર્યા હતા. આખરે પાલિકાએ 17 મીટર જગ્યા છોડી ઘરની દિવાલ બનાવવા મંજૂરી આપી હતી.

Navsari Municipal Corporation: આદિવાસી સંગઠનની માંગણી સામે ધરણાં બાદ ઝૂકી નગરપાલિકા, 3 પરિવારોના તોડી પાડ્યાં હતા ઘર

author img

By

Published : Jan 27, 2022, 8:36 PM IST

નવસારી: નવસારી શહેરમાં લાગુ થયેલી તીઘરાની નવી ટીપીમાં પાલિકા (Navsari Municipal Corporation) દ્વારા રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. રેસા લાઈનમાં આવતા આદિવાસી પરિવારના 3 મકાનો (Tribal family houses In Navsari) પર પાલિકાએ બુલડોઝર ચલાવી દીધું હતુ, જેથી બેઘર બનેલા પરિવારોને ઘરના બદલામાં ઘર આપવાની માંગ સાથે આદિવાસી જનજાગૃતિ સમિતિ (adivasi janajagruti samiti) દ્વારા પાલિકા પરિસરમાં ધરણા કરવામાં આવ્યા હતા. અંતે પાલિકાએ પરિવારોને 17 મીટર જગ્યા છોડી તેમના ઘરની દિવાલ બનાવવા મંજૂરી આપી હતી.

બેઘર બનેલા પરિવારોને ઘરના બદલામાં ઘર આપવાની માંગ સાથે આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા પાલિકા પરિસરમાં ધરણા કરવામાં આવ્યા હતા.

ટીપી રોડ બનતા 3 મકાનો પર ચલાવ્યું હતુ બુલડોઝર

8 ગામડાઓ નવસારી નગરપાલિકામાં ભળતા શહેરની નવી ટીપી અસ્તિત્વમાં આવી છે. નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (Navsari urban development authority) દ્વારા હાલમાં જ નવી ટીપી જાહેર કર્યા બાદ પાલિકાએ શહેરના તીઘરા જકાતનાકાથી તીઘરા ગામ જતા રસ્તાને પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે. વોર્ડ નંબર-13ના અલીફ નગર (navsari alif nagar)પાસે રેસા લાઈનમાં આવતા 3 આદિવાસીઓના મકાનોને પાલિકાએ હટાવવાની વાત કરી હતી. બાદમાં કોઈપણ નોટિસ વગર પાલિકા દ્વારા 3 મકાનો ઉપર બુલડોઝર ચલાવવામાં આવતા, સ્થાનિક નગરસેવકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

આ પણ વાંચો: Land Acquisition Compensation Scam In Navsari: વિદેશમાં રહેતા ખેડૂતોના જમીન સંપાદન વળતરમાં કૌભાંડ, 3 લોકોની ધરપકડ

ઘરના બદલે ઘર આપવાની માંગણી

કોઈપણ નોટિસ વગર પાલિકા દ્વારા 3 મકાનો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

બેઘર બનેલા આ પરિવારોને કડકડતી ઠંડીમાં રહેવાનો વારો આવતા, આદિવાસી સમાજ તેમની પડખે આવ્યો છે. નગરસેવકો સાથે થયેલી બેઠકમાં ત્રણેય પરિવારોને ઘર બનાવી આપવા માટેની હૈયા ધરપત પણ આપવામાં આવી હતી. જેને પણ અઠવાડીયું થતાં આજે આદિવાસી જનજાગૃતિ સમિતિ સાથે અસરગ્રસ્ત પરિવારોએ નવસારી નગરપાલિકાના પ્રાંગણમાં ધરણા પ્રદર્શન (Protest In Premises of Navsari Municipality) કર્યા હતા. આદિવાસી સંગઠનના આગેવાનો એ ઘરના બદલે ઘર આપવાની માંગણી ઉચ્ચારી પાલિકા પ્રમુખ કે સીઓ જ્યાં સુધી આવીને ઘર આપવાની વાત ન કરે, ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: વાંસદા વિધાનસભા જીતવા BJP તત્પર, કોંગ્રેસ ધોબીપછાડ આપવા તૈયાર

પાલિકામાં જ ગાદલા અને વાસણો મંગાવતા શાસકો દોડતા થયા

આદિવાસી સંગઠન દ્વારા પાલિકા પ્રાંગણમાં જ ગાદલા-તકિયા મંગાવી લેવામાં આવ્યા હતા.

મોડી સાંજ સુધી પાલિકાના શાસકોએ કોઈ સુધ ન લેતા, આદિવાસી સંગઠન દ્વારા પાલિકા પ્રાંગણમાં જ ગાદલા-તકિયા મંગાવી લેવામાં આવ્યા હતા. સાથે જ રસોઈ બનાવવા માટે પણ મોટા તપેલા મંગાવ્યાની વાત શાસકો સુધી પહોંચતા, પાલિકા પ્રમુખ અને સીઓ સહિતના આગેવાનો પાલિકાએ પહોંચ્યા હતા. અસરગ્રસ્ત પરિવારો અને આદિવાસી આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો અને રસ્તાની 17 મીટરની જગ્યા છોડી પરિવારોને તેમના ઘરની દીવાલ બનાવવાની મંજૂરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.