નવસારી હાલના સમયમાં પૈસા કરતા લોકોને માટે સમય વધુ કિંમતી માનવામાં આવે છે. જેથી સમય બચાવવામાં વ્યસ્ત નવસારીના શહેરીજનો માટે સરકારે વર્ષો જૂની ભેટ આજે પુરી પાડી છે. 5 વર્ષ પહેલાંની મરોલી રેલવે ઓવર બ્રિજની માંગ ( Maroli Over Bridge Inauguration )સંતોષાતા લોકોએ રાહતના શ્વાસ લીધા છે. પ્રદેશ અધ્યક્ષ દ્વારા આજ રોજ આ બ્રિજ સહિત 50 કરોડ થી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
નવસારીમાં મરોલી રેલવે ઓવરબ્રિજ લોકાર્પણ નવસારી જિલ્લામાં આજ રોજ વિકાસના કામોને લઈ ખૂબ મહત્વનો દિવસ કહેવાય તો ખોટું નથી. જિલ્લાના બીલીમોરા ઓવરબ્રિજના લોકાર્પણ બાદ નવસારી સાંસદ સી આર પાટીલ ( Navsari MP C R Patil ) દ્વારા મરોલી ખાતે વધુ એક રેલવે ઓવરબ્રિજનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેને લઈ લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે.
સુરત સચિન નવસારી રસ્તાનું મજબૂતીકરણ મરોલી રેલવે ઓવરબ્રિજનું 32.90 કરોડના ખર્ચે લોકાર્પણ સાથે 12.30 કરોડના ખર્ચે સ્ટ્રેથનીગ સુરત સચિન નવસારી રસ્તાનું મજબૂતીકરણ તેમજ ધોળાપીપળા આમરી કસ્બા રોડને પહોળો તથા મજબૂતીકરણ જેવા કામો કરાયાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election ) આવી રહી છે ત્યારે ભારતીય જનતા પક્ષ પ્રદેશ અધ્યક્ષ ( Navsari MP C R Patil ) પણ મેદાને ઉતરીને પ્રજાલક્ષી કર્યો તરફ તત્પર થઈ રહી છે.