ETV Bharat / state

Navsari Love Jihad Case : લવ જેહાદના આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ, લોકોએ પોલીસ પર ફુલ વરસાવ્યા - ખેરગામમાં સરઘસ

નવસારીના ખેરગામમાં લવ જેહાદના આરોપીનું સરઘસ કાઢવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ હતો. આ આરોપીએ યુવતીને ફોસલાવીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ વિસ્તારમાં મારામારી, ધાક ધમકી અને દારૂના ધંધા સાથે સંકળાયેલા હતો. ત્યારે પોલીસે ખેરગામની મુખ્ય બજારમાં સરઘસ કાઢીને ઉઠક બેઠક કરાવી હતી.

Navsari Love Jihad Case : લવ જેહાદના આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ, લોકોએ પોલીસ પર ફુલ વરસાવ્યા

author img

By

Published : Jul 5, 2023, 10:33 PM IST

ખેરગામના કુખ્યાત અસીમ શેખનો મુખ્ય બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો

નવસારી : નવસારી જિલ્લાના ખેરગામના કુખ્યાત અસીમ શેખનો મુખ્ય બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ખેરગામ વિસ્તારમાં મારામારી ધાક ધમકી અને દારૂના ધંધા સાથે સંકળાયેલા અસીમ શેખની ધરપકડ થતાં લોકો પણ ખુશીનો માહોલ જામ્યો હતો. પોલીસે ભર બજારે સરધસ કાઢીને બે હાથ જોવડાવીને ઉઠક બેઠક પણ કરાવી હતી. આ નરાધમ મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને લગ્નના વાયદા કરીને દુષ્કર્મ કરી હિન્દુ યુવક સાથે પરણાવી દીધી હતી. ત્યારે ખેરગામના સ્થાનિક રહીશોએ ફટાકડા ફોડીને આરોપીને પકડનાર પોલીસના વખાણ કર્યા હતા. આ આરોપીને લઈને આવતા પોલીસ પર સ્થાનિકો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

સ્થાનિકોમાં ખુશીનો માહોલ
સ્થાનિકોમાં ખુશીનો માહોલ

શું હતો સમગ્ર મામલો : ગત તારીખ 23મી જૂનના રોજ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે ગુનાહિત ઈતિહાસ ધરાવતો અસીમ શેખ અને બીલીમોરા ખાતે રહેતો રોનક પટેલ વિરુદ્ધ દાખલ થયેલ પોસ્કો તેમજ લવ જેહાદના મુખ્ય આરોપી અસીમ શેખ આ બનાવ બાદ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેને શોધવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા નહીં મળતા આખરે આ ગુનાની તપાસના આરોપીને ઝડપી પાડવા માટે નવસારી LCBને આ તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે નવસારી LCBના PI દીપક કોરાટની આગેવાનીમાં શરૂ કરાયેલી તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, આ ઘટનાનો ગુનાનો મુખ્ય આરોપી અસીમ શેખ જયપુરથી ફ્લાઈટમાં બેસી અને મુંબઈ ખાતે ઉતર્યા બાદ નવસારી આવવા નીકળ્યો છે.

ઉઠક બેઠક પણ કરાવી
ઉઠક બેઠક પણ કરાવી

વિસ્તારમાં ધાક જમાવતા આરોપી : આ બાતમીના આધારે નવસારી LCB પોલીસની ધીમે વસઈ ખાડી પાસે આવેલી ફાઉન્ટેન હોટલ પાસે વોચ ગોઠવી હતી, ત્યાંથી પસાર થતાં અસીમ શેખને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. આ બાબતે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની માહિતી નવસારીના SP ઋષિકેશ ઉપાધ્યાય અને Dysp સંજય રાય દ્વારા માહીતી આપવામાં આવી હતી, ત્યારબાદ આરોપીને ખેરગામ ખાતે લઈ જઈ સમગ્ર બનાવવાનું રિકન્સ્ટ્રક્શન તેમજ સ્થળ તપાસ કરી અને ખેરગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિ કરતા, પોતાની ધાક જમાવતા આરોપી અસીમ શેખનું મુખ્ય બજારમાંથી સરઘસ કાઢવામાં આવ્યું હતું.

બનાવને જોવા લોકો થાળી વેલણ લઈને આવ્યા : આ બનાવને જોવા માટે સમગ્ર ખેરગામ અને આજુબાજુના લોકો રસ્તાની બંને બાજુ ઉમટી પડ્યા હતા. જિલ્લા પોલીસની આ કામગીરીને પગલે ખેરગામ સહિત તમામ વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જિલ્લા પોલીસની ટીમનું ખેરગામની જનતાએ ગુલાબના ફૂલો આપી તેમજ ફટાકડા ફોડીને સ્વાગત કર્યું હતું. આ ઘટનાના આરોપી અસીમ શેખ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ રોહિબિશનના 14 મારામારીના ત્રણ રાયોટીંગનો એક, વ્યાજખોરીનો એક એમ કુલ 19 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં બે વખત પાસા પણ કરવામાં આવ્યા છે.

નવસારીના ખેરગામમાં લવ જેહાદના વિધર્મી આરોપી અસીમ શેખને જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે સરઘસ કાઢવામાં આવ્યું છે. જે ઘણું ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સરઘસ કાઢીને એક મેસેજ આપવામાં આવ્યો છે કે કાયદો સર્વપરી છે અને લવ જેહાદ જેવા ગંભીર ગુના આચારનારને પોલીસ પ્રોત્સાહન આપશે નહીં. - એસ.કે રાય (નાયબ પોલીસ અધિક્ષક)

હજુ એક ગુનેગારને પકડવા પોલીસની તપાસ : આ ગુનેગારને ઝડપી પાડી પોલીસ દ્વારા કડક નસીયત કરવામાં આવતા ખેરગામના લોકોએ રાહત અનુભવી હતી, જ્યારે આ ગુનાના બીજા આરોપી રોનક પટેલને ઝડપી પાડવા માટે નવસારી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નવસારી પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રીઢા ગુનેગારોના સરઘસ કાઢવામાં આવતા આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

  1. Ahmedabad Crime: લવ જેહાદ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ,ઉત્તર પ્રદેશ ક્નેક્શન ખૂલ્યું
  2. Surat Crime : બજારમાં છૂટા હાથની મારામારી કરી ભય ઊભો કરનારા ઇસમોને પોલીસે પાઠ ભણાવ્યો
  3. Love jihad in Vadodara: વડોદરામાં વધુ એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો, પરિણીત સાહિલે હિન્દુ નામ 'વિકી' જણાવી સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.