ETV Bharat / state

Navsari News : પ્રેમીએ પ્રેમિકાના મૃત્યુ મામલે પરિવાર પર કર્યા આક્ષેપ, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો - નવસારી પોલીસ

નવસારીમાં યુવતીના મૃત્યુ મામલે પ્રેમીએ યુવતીના પરિવાર પર આક્ષેપ કરીને પોલીસને અરજી કરી હતી. પરંતુ સમગ્ર મામલે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. યુવતીના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે શું છે સમગ્ર મામલો જુઓ.

Navsari News : પ્રેમીએ પ્રેમિકાના મૃત્યુ મામલે પરિવાર પર કર્યા આક્ષેપ, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો

author img

By

Published : Apr 26, 2023, 8:51 PM IST

નવસારીની યુવતીના મૃત્યુનું પ્રાથમિક તારણ આત્મહત્યા

નવસારી : અબ્રામા રહેતી વિધર્મી યુવતીના મૃત્યુ મામલે ખેરગામ રહેતા તેના પ્રેમી યુવકે યુવતીના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીને મારીને દાટી દીધી હોવા આક્ષેપ સાથે યુવકે સુરત રેન્જ આઈજીને અરજી કરી હતી. તેને લઈને તપાસનો રેલો નવસારી જિલ્લા પોલીસ સુધી પહોંચ્યો હતો. જેમાં કોર્ટના આદેશથી ગઈકાલે જલાલપોર પોલીસ અને પ્રાંતની હાજરીમાં યુવતીનો દફનાવેલો મૃતદેહ કાઢીને સુરત સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમમાં તારણ : આ બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, અમારી હોસ્પિટલમાં એક 19 વર્ષીય છોકરીનું મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ આવ્યું હતું. જેનું પોસમોટમ સાવરે 9 વાગ્યેથી 1:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. જે અમારા ફોરેન્સી અને રેસીડેન્સ ટીમે કર્યું છે. જેમાં મૃતદેહના બાહ્ય અને આંતરિક ઈજાઓ મળી આવ્યા નથી પરંતુ એક નિશાન મળી આવ્યું છે. તે દોરીનું નિશાન કે જણાય છે. આ કેસ અમે ફોરેન્સી માટે મોકલી આપવામાં આવ્યો છે. સાથે જ નૈન્સના ક્લિપિંગ્સ મોકલવામાં આવ્યા છે. જો કોઈ સાથે ઝઘડો થયો હશે ઘણી વખત નાખુનોમાં બ્લડ મળી આવતું હોય છે. જે પ્રુફ કરવા માટે મોકલવામાં આવ્યો છે અને ગળામાં જે નિશાનો મળી આવ્યા છે. એટલે કે કહી શકાય છે કે, યુવતીએ આત્મહત્યા કરી છે.

આ પણ વાંચો : Students Suicide Rate : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કેસના ચોંકાવનારા આંકડા કોંગ્રેસે જાહેર કર્યા

યુવકના આક્ષેપના છેદ ઉડ્યા : સુરતના ફૉરેન્સિક ટીમે આપેલા તારણથી ગઈકાલે યુવક દ્વારા કરાયેલા આક્ષેપોનું ખંડન થતું જોવા મળી રહ્યું છે. યુવકે યુવતીના પરિવાર પર લગાવ્યા ગંભીર આક્ષેપોનો એમાં છેદ ઊડી જતો હોય તેવું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું છે. બીજી તરફ યુવતી દ્વારા મૃત્યુ પહેલા લખાયેલી સુસાઇડ નોટમાં યુવક તેને રાખવામાં સક્ષમ ન હોય જેથી તે હતાશ થઈને આત્મહત્યા કરતી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે હવે જિલ્લા પોલીસ શું કરે છે તેના પર સૌ કોઈની નજર છે.

આ પણ વાંચો : Professor Suicide : સરકારી કામના ભારણે પ્રોફેસરની આત્મહત્યાને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

પોલીસનું શું કહેવું છે : સમગ્ર કેસને લઈને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાય જણાવ્યું હતું કે, બ્રિજેશકુમાર બચુભાઈ પટેલે એની પ્રેમિકા ઓનર કિલિંગની શંકા બાબતે તેના પરિવાર વિરુદ્ધ અરજી કરી હતી. જે બાબતે જલાલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી. તેના આધારે યુવતીના મૃતદેહને ફરી કબરમાંથી બહાર કાઢી એનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા એનું પ્રાથમિક તારણ આત્મહત્યાનું આવ્યું છે. યુવતીની સુસાઇડ નોટ કબજે કરી FSLમાં મોકલી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.