ETV Bharat / state

Navsari News : ખાદી અને ગ્રામ ઉદ્યોગના હેતુસર 74માં ગાંધી મેળાનું આયોજન - Gandhi Mela in Bilimora

નવસારીના બીલીમોરા ખાતે 74માં ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી પેઢીમાં ગાંધીના મૂલ્યોનું સિંચન થાય તે માટે ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખાદી અને ગ્રામ ઉદ્યોગના સ્ટોલ ઉભા કર્યા હતા.

Navsari News : ખાદી અને ગ્રામ ઉદ્યોગના હેતુસર 74માં ગાંધી મેળાનું આયોજન

author img

By

Published : Mar 18, 2023, 10:33 AM IST

74માં ગાંધી મેળાનું નવસારીના બીલીમોરા ખાતે આયોજન કરવામાં આવ્યું

નવસારી : જિલ્લોને આઝાદીનું પ્રવેશદ્વાર અને સાક્ષી માનવામાં આવે છે. કારણ કે, ગાંધીજીએ દાંડી યાત્રા કરીને અંગ્રેજો એ ભારતમાં નાખેલી નાવને હચમચાવી નાખી હતી. તેથી આઝાદીના મુખ્ય પહેલ કરનાર ગાંધીની વિચારધારા હજી પણ આ ક્ષેત્રમાં જીવન છે. જેના ભાગરૂપે ગાંધી વિચાર પ્રસાદ ટ્રસ્ટ સંચાલિત 74માં ગાંધી મેળાનો આરંભ ગાંધી પ્રેમી ગફુર બિલાખીયાએ (પદ્મશ્રી વિભૂષિત) કર્યો હતો. બીલીમોરા ખાતે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી સમગ્ર દિવસ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

74માં ગાંધી મેળાનું આયોજન
74માં ગાંધી મેળાનું આયોજન

શુું છે સમગ્ર વાત : ગાંધીનું ગુજરાત તરીકે દેશ અને દુનિયામાં જાણીતું છે. ગુજરાતની વિકાસ ગાથા સમગ્ર વિશ્વમાં લેવામાં આવે છે. ગુજરાતની નવી પેઢી આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં તાલથી તાલ મિલાવી આગળ વધી વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે, ત્યારે આ નવી પેઢીમાં ગાંધીના મૂલ્યોનું સિંચન થાય તે માટે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, સેલવાસ અને દમણ સહિત વિસ્તારમાં વારાફરતી ગાંધીના મૂલ્યોનું સિંચન કરવા માટે ગાંધી મેળાનું આયોજન કરવામાં આવે છે.

શું હતો મેળાનો હેતું : નવસારીમાં પણ બીલીમોરા સોમનાથ સંકુલ ખાતે ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા 74 માં ગાંધીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના આયોજન થકી ગુજરાતમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગના મૂળમાં નબળા વર્ગના લોકોને રોજગારી મળે અને તેમનું જીવન ધોરણ બદલાય તે હેતુથી કરવામાં આવ્યું હતું. ખાદી અને ગ્રામ ઉદ્યોગના મૂલ્યોનો પ્રચાર પ્રસાર થાય એવા ઉમદા હેતુસર 17 માર્ચથી 19 માર્ચ સુધી અલગ અલગ દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન થયું છે.

બીલીમોરા ગાંધી વિચાર પ્રસાદ ટ્રસ્ટ
બીલીમોરા ગાંધી વિચાર પ્રસાદ ટ્રસ્ટ

આ પણ વાંચો : Sabarmati Jail: હવે જેલમાં પણ ભણાવાઈ રહ્યા છે પત્રકારત્વના પાઠ, કેદીઓ આત્મનિર્ભર બને તે માટે જેલ વિભાગના પ્રયાસ

ગ્રામ ઉદ્યોગના 55 સ્ટોલ ઊભા કર્યા : જેમાં ખેડૂતોનું સંમેલન આત્મનિર્ભર તેમજ પ્રાકૃતિક ખેતી જેવા ખેડૂત લક્ષી કાર્યક્રમો પણ ગાંધીની ભૂમિ પર આયોજન કરાયું છે. ગાંધી વિચાર પ્રસાર ટ્રસ્ટ ગાંધી મેળાનું આયોજન કરી ખાદી સાથે ગ્રામ ઉદ્યોગના 55 સ્ટોલ ઊભા કર્યા હતા. જે સાચા અર્થમાં સમાજના નાના માણસને મદદ કરવાની શ્રેષ્ઠ ભાવના સાથે ગામડામાં વસેલા ગ્રામ સમાજની ભાવનાને પ્રોત્સાહિત કરી ગાંધીજીના સંદેશને જીવંત રાખવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી વિચારધારા ધરાવતા ગાંધી પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Rahul Gandhi : સ્વરા ભાસ્કર-ફહાદ અહેમદના વેડિંગ રિસેપ્શનમાં રાહુલ ગાંધી સહિત આ દિગ્ગજ નેતાઓએ આપી હતી હાજરી

યુવા પેઢી માટે આયોજન : ગાંધી પ્રેમી જય વસી જણાવ્યું હતું કે, હાલના સમયમાં યુવા પેઢીનું વાંચન ઓછું થયું છે. તેથી ગાંધી વિચારો અને ગાંધી મૂલ્યો આવનાર પેઢી સુધી વધુમાં વધુ પહોંચે તે હેતુથી આ ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી વધુમાં વધુ યુવા આ મેળાનો લાભ લે અને ગાંધીના મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કરે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.