ETV Bharat / state

Corruption in Navsari: સરકારે આપેલી 29 લાખની ગ્રાન્ટ સરપંચ કરી ગયાં ચાઉં, DDOએ કર્યા સસ્પેન્ડ - અરક ગામના સરપંચને ભ્રષ્ટાચાર બદલ સસ્પેન્ડ કરાયા

નવસારી જિલ્લામાં આરક સિસોદ્રા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેના કારણે હવે પંચાયતોની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે આવો જાણીએ શું છે તેમની પર આરોપ.

Corruption in Navsari: સરકારે આપેલી 29 લાખની ગ્રાન્ટ સરપંચ કરી ગયાં ચાઉં, DDOએ કર્યા સસ્પેન્ડ

author img

By

Published : Feb 10, 2023, 7:26 PM IST

ગ્રામજનોએ કરી ફરિયાદ

નવસારીઃ રાજ્યમાં ભ્રષ્ટાચાર હવે ગામડાઓ સુધી પહોંચ્યો છે. વાત કરીએ નવસારીની તો અહીં જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા આરક સિસોદ્રા ગામમાં સરપંચની અવળચંડાઈ અને ભ્રષ્ટાચાર સામે આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આના કારણે પંચાયતોની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો- Rajkot News: જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલ દેશી દારૂની રેડના મામલે 3 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

સરપંચે લગાડ્યો 29 લાખનો ચૂનોઃ જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલું છે આરક ગામ. આરક અને રણોદ્રા સંયુક્ત જૂથ ગ્રામ પંચાયત ધરાવે છે. ગામના સરપંચ દ્વારા 29 લાખ રૂપિયાની નાણાંની ઉચાપત કરતા હાલ ચકચાર મચી છે. આરક ગામમાં છેલ્લા ઘણા સમયથી સરપંચની મનમાની સામે ગામના લોકોએ અવાજ ઊઠાવ્યો છે. ગામનાં સરપંચ ધર્મિષ્ઠા રાઠોડ દ્વારા ગામના વિકાસ માટે આવનારી ગ્રાન્ટમાંથી ખોટા બીલો અને વાઉચરો રજૂ કરીને 29 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ લોકોએ નવસારી જિલ્લા તાલુકા વિકાસ અધિકારીને આપી હતી, જે સંદર્ભે તપાસના આદેશ બાદ સરપંચને આજે એમના હોદ્દા પરથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સરપંચે ખોટા બિલો મૂક્યાઃ આરક અને રણોદરા જૂથ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના લોકો દ્વારા 6 મહિના પહેલા સરપંચ શર્મિષ્ઠા રાઠોડ પર આક્ષેપ લગાવ્યો હતો. તેમણે ગામના વિકાસના કામો ઉપર બ્રેક લગાવાતી હોવાથી વિકાસલક્ષી કામો ન થતા હોવાની રજૂઆત કરી હતી. તેમ જ ગામસભાના પણ એજન્ડા ગામમાં ન ફેરવતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર મામલાને લઈને રિપોર્ટ સોંપાતા એમણે આજે કાર્યવાહી કરી છે.

નાણાકીય ગેરરીતિઃ 8 પાનાના રિપોર્ટમાં પુરવાર થયું છે કે, નાણાકીય ગેરરીતિ થઈ છે અને 29 લાખ રૂપિયાના ખોટા બીલો અને વાઉચરો બનાવી આ ગેરરીતિ આચરી હોવાનું રિપોર્ટમાં સામેલ થયું છે સમગ્ર મામલાને લઈને જ્યારે સરપંચને સવાલો કરવામાં આવ્યા ત્યારે સરપંચ દ્વારા આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને ખોટી રીતે રાજકારણમાં ફસાવ્યા હોવાની વાત કરવામાં આવી હતી.

અન્ય જિલ્લાઓમાં પણ બન્યા છે આવા બનાવઃ ગુજરાતના અનેક રાજ્ય જિલ્લામાં અગાઉ પણ આવા બનાવો બન્યા છે, પરંતુ ગામના વિકાસ માટે લોકોએ ચુટેલા પ્રતિનિધિઓજ જો ગેરકાયદેસર કૃત્ય કરશે તો દરેક ગ્રામના વિકાસનું આગામી ભવિષ્ય અંધકારમાં હોય તેમ લાગી રહ્યું છે. આવા કૃત્ય કરનાર લોકો પર કડક પગલાં લેવા તે જ હાલના સમયની માગ છે. સમગ્ર ા મલે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બાબતની અમે યોગ્ય તપાસ કરાવી હતી અને આ તપાસમાં સરપંચે ગેરરીતિ કરી હોવાનું સામે આવતા ગુજરાત પંચાયત એક્ટ અમે કાર્યવાહી કરી છે સરપંચને બોલાવી એમનો જવાબ લેવામાં આવ્યો છે સમગ્ર મુદ્દે તેમણે ગેરરીતિ કરવાનું હોવાનું ખુલાસો થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તમામ આરોપ ખોટાઃ બીજી તરફ સસ્પેન્ડ થયેલાં સરપંચ શર્મિષ્ઠા રાઠોડે જણાવ્યું હતું કે, આ તમામ આરોપોને ખોટા છે અને નકાર્યા હતા અને મેં હંમેશા વિકાસના કામોને વેગ આપવાનો પ્રયાસ કર્યો છે ગામ લોકોએ મને વિશ્વાસના આધારે ફરી ચૂંટીને લાવ્યા છે તેથી આ તમામ આરોપો પાયા વિહોણા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.