નવસારીમાં: સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે.જેમાં નેશનલ હાઇવે નંબર 48 પર ખડસૂપા ગામ નજીક આવેલા શિવ શક્તિ હોટલના પાછલા ભાગે ખુલ્લી જગ્યામાં ચાલતો સળીયાના કાળા કારોબારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો માર્યો છે. આ કાર્યવાહીમાં કારોબારના માસ્ટર માઈન્ડ દાઉસિંગ ઉર્ફે મામો અને અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુનો નોંધી આગળની કાર્યવાહી: નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં છાપો મારી ચાર ટ્રક મોબાઈલ રોકડ રકમ લોખંડના સળીયા તેમજ 1,87,28,151.5 મુદ્દા માલ જપ્ત કર્યો હતો. મોડી રાત સુધી ચાલેલી આ કાર્યવાહીમાં કારોબારના માસ્ટર માઈન્ડ દાઉસિંગ ઉર્ફે મામો અને અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો Navsari Crime: એવું ચોરખાનું બનાવ્યું કે, પોલીસ પણ ચોંકી ગઈ 5000થી વધુ બોટલ જપ્ત
બિઝનેસ ધમધમતો: આ હોટલ પર યાત્રીઓ જે જમવા માટે જતા હોય છે. તેવા યાત્રીઓ અને લોકો પર આ હોટલોનો વ્યાપાર નિર્ભર હોય છે. પરંતુ અમુક હોટલ ઉપર ગેરકાયદેસર કાળો કારોબાર પણ ચાલતો હોય છે. નવસારીના નેશનલ હાઈવે 48 ઉપર ખડસુપા ગામ નજીક આવેલ શિવ શક્તિ આઈ માતા હોટલના કંપાઉન્ડના પાછલા ભાગે ખુલ્લી જગ્યામાં સળીયા ચોરીનો કારો કારોબાર ચાલતો હતો. આ કારોબારની ગંધ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આવી ગઈ હતી. જેને પગલે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ ટીમની સેલે અહીં છાપો માર્યો હતો.
આ પણ વાંચો Navsari Crime : ચીખલી બીલીમોરા અનેક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
લાખો રૂપિયાનો દારૂ કબજે: નવસારી જિલ્લામાં ગત દિવસોમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેર અને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દારૂનો વેપલો કરતા બુટલેગરો પર છાપો મારતા લાખો રૂપિયાનો દારૂ પણ કબજે લેવામાં આવ્યો છે. આ સળિયા ચોરીના રેકેટનો પર્દાફાશ થતાં સ્થાનિક પોલીસ ફરી ઊંઘતી ઝડપાઈ છે. ત્યારે ગેરકાયદે કારોબાર કરતા લોકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
આરોપીના નામ: 1 ડાઉનસિંગ ઉર્ફે મામા ભવરસિંહ પુરોહિત, 2 મુકેશ દાવસિંગ પુરોહિત, 3 પુખરાજી સવલસિંહ રાજપુરોહિત, 4 રાજેશ હરીલાલ યાદવ, 5 રાજ ઉર્ફે બચુ રમાશંકર પટેલ, 6 અબ્દુલ હકીમ સતાન કાસમઅલી કુરેશી, 7 રાજુભાઈ શિવ શંકર યાદવ, 8 રમેશભાઈ દીપકભાઈ રાજપુરોહિત, 9 રાધેશ્યામ ઉર્ફે રાધે દિપક વર્મા. આ તમામ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.