ETV Bharat / state

Navsari Crime : નવસારી એસઓજીની ટીમના દરોડામાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો પકડાયો, ઓક્સિટોસિન વેચનારની ધરપકડ - Prevention of cruelty to animals act

નવસારી એસઓજીની ટીમના દરોડામાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો પકડાયો છે.જેમાં અડદા ગામની એક દુકાનમાં છાપો મારી પશુઓ માટે પ્રતિબંધિત ઇન્જેક્શન ઓક્સિટોસિનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ દુકાનદાર રમેશ શાહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Navsari Crime : નવસારી એસઓજીની ટીમના દરોડામાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો પકડાયો, ઓક્સિટોસિન વેચનારની ધરપકડ

author img

By

Published : Apr 21, 2023, 4:02 PM IST

16 હજારથી વધુ ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો જપ્ત

નવસારી : નવસારીના અડદા ગામે કરિયાણાની દુકાન ચલાવતા રમેશ શાહ દુધાળા પશુઓ માટે પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી નવસારી એસઓજી ટીમને મળી હતી. જેના પગલે નવસારી એસઓજી ટીમે છાપો મારી 16,320 ની ઓક્સિટોસિનની 204 બોટલ કબજે કરી રમેશ શાહની ધરપકડ કરી હતી. તે સાથે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

દૂધની માત્રા વધારતું ઇન્જેક્શન પ્રતિબંધિત : નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલનનો વ્યવસાય મોટેપાયે કરવામાં આવતો હોય છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી આવક મેળવતા હોય છે. જેમાં ગાય અને ભેંસ ઓછા પ્રમાણમાં દૂધ આપતા હોય તેવા પશુઓને સરકાર દ્વારા પ્રતિબંધિત ઓક્સિટોસિન નામના ઇન્જેક્શનનો ડોઝ આપી આ પશુઓમાંથી દૂધની માત્રા વધારવામાં આવતી હોય છે. આવા ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની બાતમી નવસારીના એસઓજીની ટીમને થઈ હતી. જેથી એસઓજીની ટીમે અડદા ગામે કરિયાણાની દુકાન ચલાવતા રમેશ શાહની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Navsari News : નીમ કોટેડ યુરિયામાં ભેળસેળ કરીને ખાતર વેચનારનું કૌભાંડ ઝડપાયું, 88.37 લાખનો માલ જપ્ત

કેવી રીતે પકડાયો જથ્થો : નવસારી એસઓજી પોલીસને ખાનગી રાહે રમેશ શાહ પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રમેશની દુકાનમાં છાપેમારી કરી હતી.જ્યાંથી પશુનું દૂધ અને ફેટ વધારવા આપવામાં આવતા પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનનો 200 ml ની 204 જેટલી બોટલમાં મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઇન્જેક્શનનો જથ્થો સુરતમાં રહેતા દશરથ નામના વ્યક્તિ પાસેથી લાવી રમેશ અડદા ગામની દુકાનમાં છૂટક વેચાણ કરતો હતો.

રમેશ શાહની ધરપકડ : પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શન લેવા માટે આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં પશુઓ રાખતા લોકો લઈ જઈ પશુઓને આ ઇન્જેક્શન આપતા હોવાની કબૂલાત આરોપી રમેશે પોલીસ પૂછપરછમાં કરી હતી. પોલીસે છાપામારી દરમિયાન મળી આવેલ રૂપિયા 16 હજારથી વધુ ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ દુકાનદાર રમેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Valsad News : પારડીમાં ઘુવડનું વેચાણ કરવા આવેલા એક મહિલા સહિત ત્રણને વનવિભાગે દબોચી લીધા

પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમનો ગુનો : સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાય જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે દૂધાળા પશુઓને વધુ દૂધ મેળવવાના આશયથી ગેરકાયદે રીતે પ્રતિબંધિત દવાઓ કે ઇન્જેક્શન વેચાણ થતા હોવાની બાતમી નવસારી એસોજીની ટીમને મળી હતી. જેથી કરીને નવસારી એસોજીની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદે રીતે ઓક્સિટોસિન ઇન્જેક્શનનો વેચતા રમેશભાઈ છોગીલાલ શાહના ઘરે રેઇડ કરતા ગેરકાયદે ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. તેથી તેઓના વિરુદ્ધમાં તે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમ કલમ 12 મુજબ ગુનો નોંધી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી આરોપી રમેશ શાહની ધરપકડ કરી અને દશરથ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જેની આગળની તપાસ નવસારી રૂરલ પોલીસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.