ETV Bharat / state

Navsari Crime : હાઈવે પર ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ, 35 લાખથી વધુના માલ સાથે શખ્સની ધરપકડ - નવસારી નેશનલ હાઇવે પર ચોરી

નવસારીના થાલા ગામ નજીક ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતો શખ્સ ઝડપાયો છે. પોલીસે 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત સાથે એક શખ્સની ધરપકડ કરી છે. તો બીજી તરફ ટેન્કર ડ્રાઇવર ભાગી છૂટ્યો સફળ રહ્યો છે.

Navsari Crime : હાઈવે પર ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ, 35 લાખથી વધુના માલ સાથે શખ્સની ધરપકડ

author img

By

Published : Mar 1, 2023, 9:57 AM IST

નવસારીના થાલા ગામ નજીક ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતો શખ્સ ઝડપાયો

નવસારી : ચીખલીના થાલા ગામ નજીક કેમિકલ ચોરીનો કારોબાર ધમધમતો થયો હતો. જે અંગેની ચીખલી પોલીસને બાતમીને આધારે છાપો મારતા ટેન્કરમાંથી ચોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે 22.68 લાખ રૂપિયાનું કેમિકલ તેમજ ટેન્કર અને મારુતિ વાન સાથે કુલ 35,23,100નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરતું ટેન્કર ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો.

નવસારીમાં ગુનાહિત પ્રવૃતિ : નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર રોડની બંને બાજુ હોટલનો બિઝનેસ ધમધમતો હોય છે. આ હોટલ પર જમવા માટે અથવા તો રોકાણ કરવા માટે કાર ચાલકો, ટ્રક ચાલકો અહીં થોભતા હોય છે. પરંતુ હાલ નેશનલ હાઇવે નંબર 48 પર ગેરકાયદેસર રીતે ચાલતા કામો પણ ધમધમતા થયા છે. ગતરોજ નવસારીના ખડસૂપાં ગામ પાસે આવેલી હોટલના પાછલા ભાગે સ્ટેટ વિજિલન્સની ટીમે છાપો મારી લાખોના ચોરીના સળિયા સગેવગે કરતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારે આવી જ રીતે કંપનીઓમાંથી ટ્રકોમાં મોંઘા કેમિકલ લઈ જતા ટ્રક ચાલકો પણ હોટલો પર રોકાણ કરી અહીં કેમિકલ ચોરી કરતા શખ્સો સાથે મળી ગેરકાયદેસર રીતે સગેવગે કરતા હોય છે.

એક શખ્સ ઝડપાયો : ખાસ કરીને તેઓ કોઈ હોટલો પર રાત્રિના સમયે રોકાણ કરી સમગ્ર ચોરીના કામને અંજામ આપતા હોય છે. રાત્રિનો સમય હોવાથી આવા શખ્સોને મોકળું મેદાન મળતું હોય છે, પરંતુ ગતરોજ ચીખલી પોલીસને મળેલી બાતમીને આધારે ચીખલી નેશનલ હાઇવે નંબર 48 પર થાલા ગામ પાસે આવેલી આઇ માતા હોટલના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. અહીં સુરતના હજીરાના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી મુંબઈ તરફ જતા ટેન્કરમાંથી પ્લાસ્ટિકના કેરબામાં એક શખ્સને કેમિકલ ખાલી કરી રહ્યો હતો. પોલીસે તપાસ કરતા આ કેમિકલ ચોરી થઈ રહ્યું હોવાનું જણાયું હતું. તેથી પોલીસે કેમિકલ ચોરતા થાલાના અજય ખટકીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : Surat Power Cord Theft : વીજતારની ચોરી કરીને ભઠ્ઠીમાં ઓગાળી નાખતી ગેંગનો પર્દાફાશ

35.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે : જ્યારે ટેન્કરનો ચાલક ગુડ્ડુ ઉર્ફે રૂપનારાયણ ઉપાધ્યાય ઘટના સ્થળેથી ભાગી છુટવામાં સફળ થયો હતો. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળેથી 70 લીટર કેમિકલના જઠ્ઠા સાથે 22.21 લાખ રૂપિયાનું બેન્ઝીન કેમિકલ ભરેલ ટેન્કર અને એક વાન મળી કુલ 35.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચીખલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.

આ પણ વાંચો : Navsari Crime : ચીખલી બીલીમોરા અનેક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

પોલીસનું નિવેદન : સમગ્ર મામલે DYSP એસ.કે રાઈ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ચીખલી પોલીસને બાથમીને આધારે ચીખલીના થાલા ગામ પાસે આવેલા આઈ માતા હોટલ ના કમ્પાઉન્ડમાં છાપો મારતા ગેર કાયદેસર રીતે કેમિકલ ચોરતા ઇસમ ને ઝડપી પડ્યો હતો તેમજ ટેન્કર ના ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો અને આ કેમિકલ જેને પોહચડવાનું હતું તે એક ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે કેમિકલ વારુ ટેન્કર સહિત 35.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીના રિમાન્ડની આગળ ની કાર્યવાહી હાલ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.