- જિલ્લામાં 59 દર્દીઓએ Corona ને હરાવ્યો
- Active Corona દર્દીઓની સંખ્યા ઘટીને 435 થઈ
- નવસારીમાં વધુ 2 દર્દીઓનું Coronaથી મોત
નવસારી: દિવસે-દિવસે Coronaના દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે નવસારીમાં નવા 28 લોકો Corona સંક્રમિત થયા છે. જેની સાથે જિલ્લામાં Active Corona દર્દીઓની સંખ્યા ઘટીને 435 પર પહોંચી છે, જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 2 દર્દીઓના Coronaથી મોત નોંધાયાં છે.
આ પણ વાંચોઃ નવસારી જિલ્લામાં એક અઠવાડિયામાં કોરોનાથી 28ના મોત
નવસારીમાં બુધવારે 1,003 લોકોના સેમ્પલ લેવાયા
નવસારી જિલ્લામાં જે ગતિએ Corona વધ્યો હતો, એ જ ગતિએ હવે ઘટી રહ્યો છે. જિલ્લામાં બુધવારે લેવાયેલા 1,003 સેમ્પલોમાંથી નવા 28 લોકો Corona Positive નોંધાયા હતા. જેની સામે બુધવારે 59 દર્દીઓ Coronaથી સાજા થયા છે, જ્યારે જિલ્લામાં Active Corona દર્દીઓની સંખ્યા ઘટીને 435 થઈ છે. બુધવારે વધુ 2 દર્દીઓને Corona ભરખી ગયો હતો. જેમાં ગણદેવી તાલુકાનો 33 વર્ષનો યુવાન અને ચીખલી તાલુકાનો 44 વર્ષીય યુવાને Coronaમાં જીવ ગુમાવ્યો છે. Coronaના ઘટતા કેસોને કારણે નવસારી જિલ્લામાં જનજીવન ફરી પાટે ચઢી રહ્યું છે. નવસારી શહેર સિવાય ચીખલી, વાંસદા, ખેરગામ, ગણદેવી, અમલસાડ, બીલીમોરા જેવા વિસ્તારોમાં બજારો સાંજ સુધી ખોલી દેવામાં આવ્યા છે. જેથી નાના વેપારીઓને આર્થિક સંકડામણતમાં થોડી રાહત મળી છે.
આ પણ વાંચોઃ નવસારી જિલ્લામાં કોરોના રિકવરી રેટમાં થયો વધારો
આ પણ વાંચોઃ નવસારી કોરોના અપડેટ : એક્ટિવ કેસની સંખ્યા 829 થઇ
જિલ્લામાં Corona Positive દર્દીઓની સંખ્યા 7000 નજીક પહોંચી
નવસારી જિલ્લામાં છેલ્લા એક વર્ષથી Corona દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં Corona કેસોમાં ધરખમ વધારો થયો હતો, પરંતુ મે મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં Coronaના કેસો ઘટતા નવસારીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 6,916 લોકો Corona Positive નોંધાયા છે. જેની સામે 6,298 દર્દીઓએ Corona સામેની જંગ જીતી છે. જો કે, એપ્રિલના મધ્ય સુધી જિલ્લામાં 102 લોકો Coronaમાં મોતને ભેટ્યા હતા, પરંતુ ત્યારબાદ મોતનો આંકડો પણ સતત વધ્યો છે. આરોગ્ય વિભાગના ચોપડા અનુસાર અત્યાર સુધીમાં જિલ્લામાં 183 દર્દીઓએ Coronaથી જીવ ગુમાવ્યો છે.