- નવસારી જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓ થયા 1080
- રવિવારે સૌથી વધુ 131 દર્દીઓ ડિસ્ચાર્જ
- નવસારીમાં આજે કોરોનાથી એક પણ મોત નહીં
નવસારી : જિલ્લામાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. જેને કારણે રવિવારે પણ નવસારી જિલ્લામાં વધુ 135 લોકો પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જ જિલ્લામાં કોરોના દર્દીઓ 1,080 થયા છે. જ્યારે રવિવારે આરોગ્ય વિભાગના ચોપડે એક પણ મોત નોંધાયું ન હતુ.
આ પણ વાંચો - નવસારીમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ ત્રણ દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી
જિલ્લામાં કુલ 2,893 લોકોએ કોરોના સામેની જંગ જીતી
એક વર્ષ બાદ ફરી કોરોના નવસારી જિલ્લામાં કહેર વર્તાવી રહ્યો છે. સતત વધતા કોરોના સંક્રમણને લઈ હવે નવસારીવાસીઓ ચિંતિત થયા છે. જેમાં રવિવારે નવસારીમાં વધુ 135 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ 1080 એક્ટિવ કોરોના દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. બીજી તરફ નવસારીમાં રવિવારે સૌથી વધુ 131 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે રવિવારે એક પણ મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચો - નવસારી જિલ્લામાં આજે કોરોનાના 137 પોઝિટિવ કેસ નોંધાયા
નવસારી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4 હજારને પાર
નવસારી જિલ્લામાં એપ્રિલના મધ્યથી કોરોના આક્રમક બન્યો છે. જિલ્લામાં રોજના 100 થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. જેને કારણે આજ સુધીમાં નવસારીમાં કુલ 4,089 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. જેની સામે જિલ્લામાં 2893 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે જિલ્લામાં આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાને કારણે કુલ 116 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.