નવસારી : જિલ્લામાં ગત દિવસોમાં ચોરીની ઘટનાઓનો સિલસિલો ચાલુ થયો હતો. જેમાં પણ બીલીમોરા ચીખલી જેવા નાના વિસ્તારોમાં એક જ રાતમાં 14 જેટલા તાળા તૂટ્યા હતા. ચોર ટોળકીયોને જાણે પોલીસનો ભય ના હોય તેમ એક પછી એક ઘણી બધી ચોરીની ઘટનાઓ સામે આવી હતી. તેથી પોલીસને પણ આ ચોટાઓ પડકાર ફેંકી રહ્યા હોય તેમ બીલીમોરા અને ચીખલી વિસ્તારમાં સાત જેટલી જગ્યાએ ઘરફોડ ચોરી થતા પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા હતા. તેથી પોલીસ પોતાના અસલી મિજાજમાં આવી ચોર ટોકીઓને ઝડપી લેવા માટે કમર કસી હતી.
બે તસ્કરોને ઝડપી પાડ્યા : LCB પોલીસે જે સ્થળોએ ચોરી થઈ હતી. તે જગ્યાના તમામ CCTV ફૂટેજ મેળવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ CCTV ફૂટેજને ખંગાલીને પોલીસે એક કાર અને એક નંબર વગરનું બાઈક જોવા મળ્યું હતું. જેથી પોલીસે આ કારના નંબર MH,04, EQ, 1228 મેળવીને માલુમ કરતા આકારના માલિક માલેગાવ ના હોય LCBની એક ટીમ નાસિક જિલ્લાના માલેગાંવ રવાના થઈ હતી. કારના નંબરના આધારે તેની તપાસ કરતા બે આરોપીઓ રઈશ ઉર્ફે બકરી મુસા શેખ અને ઇશાક બંને મિયાં શેખને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી ત્રણ લાખની ગાડી 10,000ના બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Surat Crime: ઓઇલ અને કોપર ચોરી આરોપી સાત વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો, આવી રીતે કરતો ચોરી
ટૂંકા સમયમાં ઘટનાને અંજામ આપતા : પૂછપરછ કરતા આરોપીઓએ મહારાષ્ટ્રમાં 40 જેટલી ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. તેથી મહારાષ્ટ્રમાં ચોરીના કેસો વધતા તેઓ ગુજરાતમાં પોતાનો પગ પેસારો કર્યો હતો. આ આરોપીઓએ બીલીમોરા ચીખલી સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યા હોવાનું કબૂલ્યું હતું. આ ચોર ટોળકી માલેગાંવથી એક બાઈક અને એક કાર લઈને ચોરી કરવા માટે ગુજરાતમાં આવતા હતા. અહીં આવીને તેઓ કારને સુરક્ષિત જગ્યા પર રાખી બાઈક પર તેઓ સ્થળોની રેકી કરવા માટે નીકળતા હતા. ખાસ કરીને આ ટોળકીઓ દિવસના સમયે પણ ચોરીને અંજામ આપતા ગભરાતા ના હતા. ઘણા ટૂંકા સમયમાં સમગ્ર ઘટનાને અંજામ આપી ત્યાંથી પરત મહારાષ્ટ્ર રફુચક્કર થઈ જતા હતા.
આ પણ વાંચો : Junagadh Crime: મોબાઈલ અને સોનાના ચેનની ચિલ ઝડપ કરી ગઠીયો ફરાર, સીસીટીવીમાં થયા કેદ
કેવી રીતે પકડ્યા : આ આરોપીઓની ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો, પકડાયેલા આરોપી રઈશ ઉર્ફે બકરી શેખ મહારાષ્ટ્ર રાજ્યના માલેગાવ ધુલિયા અહમદનગર ઔરંગાબાદ વિસ્તારમાં 40 જેટલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. સમગ્ર ઘટનાને પગલે DYSP એસ.કે. રાઈ જોડે વાત કરતા આ તમામ આરોપીઓને કારની નંબર પ્લેટના આધારે મહારાષ્ટ્રથી દબોચી લેવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછમાં તેઓએ ચીખલી બીલીમોરા વિસ્તારમાં અનેક ઘરફોડ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ આરોપીઓ પાસેથી 3,00,000ની ગાડી અને 10,000ના બે મોબાઈલ અને બીજા મુદ્દામાલ રિકવર કરવા માટેની હાલ કાર્યવાહી ચાલુ છે. તેઓના પાંચ દિવસના રિમાન્ડ પર છે અને અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.