નવસારીઃ ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ સતત બદલાતું રહે છે. જેમાં પણ ગત વર્ષથી ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ ગરમીનો પારો 33 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે અને રાત્રિ દરમિયાન તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહે છે. જેને કારણે દિવસે અસહ્ય ગરમી અને રાતે ઝાંકળ સાથે ઠંડી પડતા ખેતી પાકો પર અસર જોવા મળે છે. બદલાતા વાતાવરણની પ્રતિકુળ અસર આંબા પર થઈ રહી છે.
આ પણ વાંચોઃ Today Gujarat Weather: ઠંડી ઘટી પરંતુ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ
નુકસાનીનો મારઃ ખાસ કરીને આંબાવાડીઓમાં જ્યારે કેરીના મોરવા મોટા થતા હોય છે, ત્યારે વધુ પડતી ગરમીથી વટાણા કે તેનાથી મોટા કેરીના મોરવા પીળા પડી જાય છે અને ત્યારબાદ ઝાડ પરથી નીચે ખરી પડે છે. જેને કારણે મબલખ કેરીના પાકની આશા હતી ત્યાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ જવાની અને માવઠું થવાની સંભાવના પણ સેવવામાં આવી છે, ગત વર્ષોની ખોટ આ વખતે ભરપાઈ થવાની આશા પણ નઠારી નીવડેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
કુપળો ફૂટીઃ બીજી તરફ આંબા પર નવી કુંપળો ફૂટી રહી છે. આ સાથે જ નવી આમ્રમંજરી પણ આવી રહી છે. જેને કારણે આંબો નવી પિલાણ અને ફ્લાવારીંગને વધુ ખોરાક પહોંચાડે છે, જેને કારણે ઝાડ પર જૂની કેરીઓને પોષણ ઓછું મળે છે. હાલમાં તાપમાન 32 થી 33 ડીગ્રી પહોંચે છે. રાતે 13 થી 14 ડીગ્રી તાપમાન રહેવાને કારણે બંને વચ્ચે 17 થી 18 ડીગ્રીનો તફાવત રહેતા આંબા પર ખરણ વધે છે.
બચાવવા પ્રયાસઃ જેથી ખેડૂતોએ બદલાતા વાતાવરણમાં કેરીના પાકને બચાવવા પ્રથમ આંબામાં ભુકીછારા નામનો રોગ થવાની સંભાવનાને જોતા દવાનો છંટકાવ કરવો જોઈએ. જેના બીજા દિવસથી વાડીમાં પાણી આપવું જોઈએ અને તેની સાથે ખાતર પણ આપવામાં આવે, તો ખેડૂત નુકસાનીથી બચી શકે છે. છેલ્લા 10 વર્ષોથી વાતાવરણની માર સહન કરતા કેરીના રાજાના પાકમાં આ વર્ષે સારો પાક થવાની આશા, ફરી બદલાતા વાતાવરણે નિરાશામાં ફેરવી છે.
આ પણ વાંચોઃ Gujarat University : ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં, સમાજકાર્ય વિભાગમાં ગેરરીતિ મામલે ફરિયાદ
કુદરતને પ્રાર્થનાઃ ગરમીનો પારો વધુ ઉંચે ન જાય અને વાતાવરણ સ્થિર રહે એવી પ્રાર્થના ખેડૂતો કુદરતને કરી રહ્યા છે, જેથી પાછલા વર્ષોની સરખામણીમાં કેરીના ગ્રાહકો અને ખેડૂતોને પરેશાની સહન કરવાનો વારો ન આવે. જ્યારે ખેડૂત ઉત્તમભાઈ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં વાતાવરણને કારણે મજરી સારી આંબા પર આવી હતી. પણ હાલમાં ફેબ્રુઆરી માસમાં ત્રણેય ઋતુ સાથે અને ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધવાથી આંબા ઉપર કણી પીળી પાડીને ખરણ પણ વધ્યું છે.
માવઠાના એંધાણઃ આવું જ વાતાવરણ રહ્યું અને આગળના સમય માં માવઠાની આગાહી સાચી ઠરે તો 50%પાક નુકસાની થઈ શકે છે. બીજી તરફ એક્સપર્ટ બી એમ ટંડેલ ના જણાવ્યા મુજબ વાતાવરણમાં જે અચાનક પલટો આવ્યો છે. દિવસ અને રાત્રીના તાપમાનમાં ફેરફાર થવાને કારણે એની સીધી અસર કેરી પાક પર પડતી હોય છે. તેથી કેરી પાકોને બચાવવા માટે અને ખાસ કરીને ખરણ અટકાવવા માટે એનો ઉપાય પાણી જ એક એ વિકલ્પ છે.
આ પણ વાંચોઃ Valentine Week 2023 : પ્રેમીઓ માટે ભુજની બજારમાં સતરંગી ગિફ્ટનો ખજાનો
દવાનો ઉપયોગઃ જ્યારે પણ આંબાને પાણી આપવાનું થાય તો પાણીની સાથે ફર્ટિલાઈઝર નો ડોઝ ખાતર આપવામાં આવે અને રાત્રે ઠંડી પડવાને કારણે ભૂકીછાલા નામના રોગને અટકાવવા માટે પહેલા રોગની દવાનો છંટકાવ કરવામાં આવે અને તરત બીજા દિવસે પાણી ચાલુ કરીએ તો આપણે આંબાની અંદર ખરણ અટકાવી શકીએ છીએ