- IPCની વિવિધ કલમો સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ થશે કાર્યવાહી
- મૃતક યુવાનોના પરિવારજનોની લેખિત ફરિયાદને આધારે જ પોલીસ કર્મીઓ સામે નોંધાયો ગુનો
- 21 જુલાઈએ બે આદિવાસી યુવાનોએ ચીખલી પોલીસ મથકમાં કર્યો હતો આત્મહત્યા
- ડાંગમાં ગુનો ન નોંધતા આજે આદિવાસી આગેવાનો સાથે નવસારી પોલીસ અધિક્ષકને કરાઈ રજૂઆત
નવસારીઃ જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં (Chikhli Police Station) 21 જુલાઈએ બાઈક ચોરીના શંકાસ્પદ અને ડાંગના રહેવાસી 19 વર્ષીય રવિ જાદવ અને સુનિલ પવારે ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી હતી. સમગ્ર ઘટનાને પગલે ગઈકાલે રોજ મૃતકોના પરિવારજનોએ વઘઈ પોલીસ (Vaghai Police)ને લેખિત ફરિયાદ આપી 0 નંબરથી ગુનો નોંધવા રજૂઆત કરી હતી, પરંતુ ડાંગ પોલીસે ગુનો ન નોંધતા આજે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ (MLA Vijay Patel), જિલ્લા પંચાયત પ્રમુખ (District Panchayat President) મંગળ ગાવિત સહિતના આદિવાસી આગેવાનો મૃતક રવિ જાદવ અને સુનિલ પવારના પરિવારજનો સાથે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી (Navsari District Superintendent of Police Office)એ પહોંચ્યા હતા. જ્યાં રવિ અને સુનિલ બંનેના પરિવારજનોએ પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયને લેખિત ફરિયાદ આપી જવાબદાર પોલીસકર્મીઓ સામે IPCની વિવિધ ધારાઓ સાથે હત્યા અને એટ્રોસિટી એક્ટ (Atrocities Act) હેઠળ ગુનો નોંધવાની રજૂઆત કરી હતી.
આ પણ વાંચો- ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ
આદિવાસી આગેવાનોએ ન્યાયિક અને તટસ્થ તપાસની માગ કરી
આ સાથે જ આદિવાસી આગેવાનોએ પણ સમગ્ર પ્રકરણમાં ન્યાયિક અને તટસ્થ તપાસની માગણી કરી હતી, જેને ધ્યાને રાખી પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે ચીખલી પોલીસ મથકના સસ્પેન્ડેડ PI એ. આર. વાળા, PSI એમ. બી. કોંકણી, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રામજી યાદવ સામે હત્યા અને એટ્રોસિટી એક્ટ (Atrocities Act) હેઠળ ગુનો નોંધવાનો આદેશ કરી, આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક આર. ડી. ફળદુને સોંપી છે.
આ પણ વાંચો- યુવકને માર મારવાના કિસ્સામાં PSI સહિત 7 પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસકર્મીઓ સામે દુષ્પ્રેરણા કે અપરાધિક માનવ વધની ધારાને બદલે હત્યાનો ગુનો કેમ..!!
ચીખલી પોલીસ સ્ટેશન (Chikhli Police Station)માં શંકાસ્પદ આદિવાસી યુવાનોએ કરેલા આપઘાત પ્રકરણમાં મૃતકોના પરિવારજનોની ફરિયાદને આધારે જિલ્લા પોલીસ વડાએ IPC 302 હેઠળ હત્યાનો ગુનો નોંધવા આદેશ કર્યો હતો. જોકે, શકમંદ આરોપી યુવાનોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેગિંગ (લટકવું) આવ્યું હોવાનું ખૂદ પોલીસ વડા જણાવી રહ્યા છે. આથી જો શંકાસ્પદ યુવાનોએ આત્મહત્યા કરી તો પોલીસકર્મીઓ સામે IPC 306 હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો (The crime of incitement to suicide) નોંધાવો જોઈતો હતો. બીજી તરફ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ (Congress MLA Anant Patel) તેમ જ આદિવાસી આગેવાનોએ અગાઉ પોલીસ સ્ટેશન (Police Station)માં આદિવાસી યુવાનોની આત્મહત્યા મુદ્દે IPC-299 હેઠળ આપરાધિક માનવ વધનો ગુનો નોંધવાની માગણી કરી હતી, પરંતુ દુષ્પ્રેરણા કે અપરાધિક માનવ વધને છોડીને જિલ્લા પોલીસે હત્યાનો ગુનો ક્યા આધારે નોંધ્યો એ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત કરે છે.
પોલીસકર્મીઓએ પ્રથમ શંકાસ્પદ યુવાનોને મોતને ઘાટ ઉતર્યા બાદ પંખે ફાંસીએ લટકાવ્યા હતા..?
ચીખલી પોલીસ સ્ટેશનમાં (Chikhli Police Station) આત્મહત્યા પ્રકરણમાં નવસારી પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. અને તેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસ. જી. રાણાને સોંપી હતી. આ તપાસમાં પણ હેગિંગ જ હોવાનું DySP રાણાએ જણાવ્યું હતું. આથી ચીખલીના પોલીસકર્મીઓ સામે IPC 302 હેઠળ નોંધાયેલો હત્યાનો ગુનો અનેક સવાલો ઉભા કરે છે. ખાસ કરીને શકમંદ યુવાનોને પકડયા બાદ એમને માર મારવાને કારણે એમના મૃત્યુ થયા..? શકમંદ યુવાનોને માર મારવાને કારણે મોત નિપજ્યા બાદ તેમને એક જ વાયરના બે છેડે ફાંસી આપી લટકાવી દેવામાં આવ્યા..? શકમંદ યુવાનોને માર મારવામાં કે તેમની હત્યા થઈ ત્યારે કોમ્પ્યુટર રૂમમાં કોણ કોણ હાજર હતુ..? જેવા ઘણા પ્રશ્નો છે, પરંતુ જિલ્લા પોલીસ સંવેદનશીલ મુદ્દો ગણાવી તપાસનો ફોડ પાડવા તૈયાર નથી.