નવસારીઃ સુરતની કોંગ્રેસ મહિલા આગેવાને નવસારીના એક (Land fraud in Navsari) ખેડૂત સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે (Surat women Congress leader land fraud) આવી છે. આ મહિલાએ ચીખલી તાલુકાના મલિયાધરા ગામના ખેડૂતને તેમની જમીનના 90 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. સાથે જ તેણે સુરતના વેપારીને આ જમીન 12.80 લાખ રૂપિયામાં (Fraud with Navsari farmer) વેચી હતી. મહિલાએ જમીનમાલિક સાથે છેતરપિંડીથી દસ્તાવેજ કરાવી લીધો હતો. ત્યારે પોલીસે સુરતની કોંગ્રેસી મહિલા આગેવાન અને તેના 2 સાગરિતોની ધરપકડ (Chikhli police arrest accused) કરી હતી. સુરતના વેપારીએ આરોપીઓ સામે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો- મહિલા ક્રિકેટરે યુવાનો પાસે પડાવ્યાં લાખો રૂપિયા ને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, જાણો સમગ્ર મામલો
આરોપી મહિલાએ પોતાની ઓળખ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે આપી હતી
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના અઠવા લાઈન્સમાં આવેલા રવિ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા વિરલ દાલિયાએ પોતાની જમીન દાનમાં આપ્યા પછી તેઓ ખેડૂત બની રહેવા માટે અન્ય જમીન ખરીદવાના પ્રયાસો કરી રહ્યા હતા. ત્યારે તેમના એક મિત્રએ તેમની મુલાકાત સુરતનાં કોંગ્રેસ મહિલા આગેવાન મેઘના પટેલ (Fraud complaint against Surat Congress woman leader Meghna Patel) સાથે કરાવી હતી. આ મહિલાએ પોતાની ઓળખ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકેની આપી હતી. ઓળખાણ થયા બાદ જૂન 2021માં મેઘના તેમના સાથી શૈલેષ શાહ સાથે વિરલ દાલિયાને મળ્યા હતા.
આ પણ વાંચો- Land Scam in Navsari : નવસારી જિલ્લામાં જમીન સંપાદન વળતર મુદ્દે ફરિયાદોનો ઢગલો, પોલીસ એક્ટિવ
જમીનમાલિકને જાણ કર્યા વગર બારોબાર જમીન વેચી નાખી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મલિયાધરા ગામમાં જૂની શરતની 6946 ચો. મી. જમીન દેવાભાઇ લાડની જમીન (Surat woman Congress leader sells Navsari farmer's land ) છે. જમીનમાલિક દેવાભાઈએ રૂપિયાની તાત્કલિક જરૂર હોવાથી જમીન 12થી 13 લાખ રૂપિયામાં અપાવી દેવાની વાત કરી હતી. આથી વિરલ દાલિયાએ જમીન ખરીદવાની તૈયારી દર્શાવી હતી. 12 ઓગસ્ટ 2021એ વિરલને ચીખલી બોલાવી મેઘના પટેલ (Fraud complaint against Surat Congress woman leader Meghna Patel) અને તેના સાથીઓ શૈલેશ શાહ અને સિકંદર સાથે મળી દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી અને વિરલે 12.80 લાખ રૂપિયા ચેકથી ચૂકવ્યા હતા, પરંતુ તેમને દસ્તાવેજની કોપી મળી નહતી. ત્યારબાદ વિરલે 5 દિવસ બાદ 17 ઓગસ્ટ 2021એ મેઘના પાસેથી અસલ દસ્તાવેજ (Fraud with Navsari farmer) માગતા તેણે વધારાના 5 લાખ રૂપિયાની માગણી કરી હતી અને વિરલે 2 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ પણ મેઘના અને તેના સાગરીતો દ્વારા વારંવાર રૂપિયાની માગણી કરવા સાથે જ વિરલને ધમકીઓ આપવાની શરૂ કરી હતી.
જમીનમાલિકે જમીન ખરીદનારા વિરલ સામે સિવિલ દાવો કરતા છેતરપિંડી સામે આવી
બીજી તરફ જમીન માલિક દેવાભાઇ લાડના પૂત્ર ભરતભાઈએ મેઘના અને તેની ગેંગને 12.80 લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે બાકીના 77,20,000 લાખ રૂપિયાની માગણી કરતા મેઘાના અને તેના સાથીઓ તથા જમીન માલિક તરફે દલાલ હસમુખ લાડે બાકીની રકમ મેળવી આપવાની વાત કરી હતી. ત્યારે કમિશનના 7.80 લાખ રૂપિયા માગ્યા હતા. ભરત લાડે વિરોધ કર્યો તો મેઘના પટેલે કોંગ્રેસી આગેવાન (Fraud complaint against Surat Congress woman leader Meghna Patel) હોવાની અને પોલીસથી દૂર રહી જમીનના સોદાઓમાં હત્યા (Fraud with Navsari farmer) પણ કરી શકે છે અને જેમ કહે એ પ્રમાણે સમાધાન કરી લેવાની ધમકી આપી હતી.
મેઘનાએ 5ને બદલે 50 લાખ રૂપિયાની કરી માગણી કરી
વિરલ દાલિયાએ સમગ્ર મુદ્દે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો અને મેઘના પટેલ તથા (Fraud complaint against Surat Congress woman leader Meghna Patel) તેના સાથી સાથે મુલાકાત કરી હતી. ત્યારે મેઘનાએ 5ને બદલે 50 લાખ રૂપિયા અથવા જમીનમાં 50 ટકા ભાગ આપવાની માગણી કરી હતી. પરંતુ વિરલે ના પડતા મેઘના પટેલે આવેશમાં આવી વિરલને દુશ્મની ભારે પડશે અને પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આથી વિરલ દાલિયાએ ચીખલી પોલીસ મથકે સુરતની કોંગ્રેસી આગેવાન મેઘના પટેલ (Fraud complaint against Surat Congress woman leader Meghna Patel) તેમ જ તેના સાથી શૈલેષ શાહ અને સિકંદર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે આરોપી મેઘના પટેલ અને તેના સાથી શૈલેષ શાહની ધરપકડ કરી બંનેના ત્રણ દિવસોના રિમાન્ડ મેળવી તપાસને વેગ આપ્યો છે.
જમીન માલિકે દિવાળી પહેલા રેન્જ IGP અને DSPને કરી હતી લેખિત ફરિયાદ પણ ગુનો નોંધાયો નહતો
ચીખલીના મલિયાધરા ગામના જમીન માલિક દેવાભાઈના પૂત્ર ભરત લાડે સમગ્ર મુદ્દે કોર્ટમાં સિવિલ દાવો કર્યો હોવાનું જણાવ્યું હતું. આની સાથે જ સુરત રેન્જ IGP અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને દિવાળી પૂર્વે લેખિત ફરિયાદ કરી હતી. આના આધારે ચીખલી પોલીસ દ્વારા ભરત લાડનું નિવેદન (Fraud complaint against Surat Congress woman leader Meghna Patel) પણ નોંધવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા જમીન મુદ્દે થયેલી છેતરપિંડીમાં કોઈ ગુનો નોંધ્યો નહતો. ઉલ્લેખનીય છે કે, દિવાળી પૂર્વે જમીન માલિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ ચીખલી પોલીસે કાર્યવાહી કરી, પણ ગુનો કેમ ન નોંધ્યો એ પણ પોલીસ કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે.