નવસારી: કોરોનાની મહામારીને કારણે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનને કારણે ગરીબો, શ્રમિકો અને મધ્યમ વર્ગને મોટો ફટકો પડયો છે. જોકે સરકાર દ્વારા બીપીએલ, અંત્યોદય સહિત એપીએલ કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું રાશન વિનામુલ્યે આપવાની જાહેરાત કરતા લોકોને થોડી રાહત થઈ છે. સાથે રાશન કાર્ડ ન ધરાવતા શ્રમિકો, ગરીબો, પરપ્રાંતિયોને પણ અનાજની કીટ આપવાની સરકારે જાહેરાત કરી છે.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-rashan-card-vina-anaj-photo-gj10031_04042020194603_0404f_03338_348.jpg)
જેને આધારે જિલ્લામાં 7 હજારથી વધુ લોકો કે જેમની પાસે રાશન કાર્ડ નથી, એમને વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા તેમજ પરિવાર દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો ચણાદાળ અને 1 કિલો મીઠું વિતરણ કરવામાં આવશે.
![etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-rashan-card-vina-anaj-photo-gj10031_04042020194603_0404f_03338_21.jpg)
રાશન કાર્ડ વિનાના લોકો માટે નવસારીના દશેરા ટેકરી સ્થિત સરકારી અનાજના ગોડાઉનમાં મામાલતદારોની ઉપસ્થિતિમાં રાશન કીટ બનાવવામાં આવી હતી. જેને આવતા સોમવારથી સર્વેમાં જણાયેલા જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે.જ્યારે જિલ્લામાં 1 એપ્રિલથી શરૂ થયેલી સસ્તા અનાજની દુકાનોમાં જિલ્લાના 1.56 લાખ કાર્ડ ધારકોને એટલે કે 90 ટકા લોકોને વિનામુલ્યે સરકારી અનાજનું વિતરણ કરાવામાં આવ્યું છે.
![etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-rashan-card-vina-anaj-photo-gj10031_04042020194603_0404f_03338_911.jpg)
ઉલ્લેખનીય છે કે, એપીએલ કાર્ડધારકોને સરકારી જાહેરાત બાદ પણ અનાજ ન મળતા તેમનામાં રોષ જોવા મળ્યો હતો.