- ભાજપે ઉમેદવારો શોધવાની તૈયારી શરૂ કરી
- નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે 106 દાવેદારો
- કામના મેરીટના આધારે ટિકિટની ફાળવણી
નવસારી : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જાહેર રાજકીય ગરમાવો આવી ગયો છે, જેમાં નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવસારી જિલ્લા પંચાયતની 6 તાલુકા પંચાયતો અને બે નગરપાલિકાઓમાં ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. જેમાં 9 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ 2401 બેઠકો માટે 717 ભાજપીઓએ દાવેદારી નોંધાવી ટિકિટ માંગી છે.
ભાજપે ઉમેદવારો શોધવાની તૈયારી શરૂ
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જાહેર થતાની સાથે જ ભાજપે ઉમેદવારો શોધવાની તૈયારી આરંભી છે. જેમાં નવસારી જિલ્લા પંચાયત સહિતના 6 તાલુકા પંચાયત તેમજ ગણદેવી નગરપાલિકા અને નવસારી-વિજલપોર નગરપાલિકાની બેઠકો માટે સતત બે દિવસો સુધી નિરીક્ષકોએ ટિકિટવંચ્છુઓને નવસારી જિલ્લા કાર્યાલય કમલમ ખાતે સાંભળ્યા હતા. જ્યાં ચુંટણી લડવા ઇચ્છુક દાવેદરે પોતાના સમર્થકો સાથે પોતાની ક્ષમતા દર્શાવી હતી. ખાસ કરીને નવસારી શહેરનું વિસ્તરણ થયા બાદ 13 વોર્ડની કુલ 54 બેઠકો માટે પૂર્વ નગરસેવકો સાથે નવા ચહેરાઓએ ટિકિટ ઈચ્છા દર્શાવતા સૌથી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.
મેરીટના આધારે થશે ટિકિટ ફાળવણી
ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ઉમેદવારોની નિરોક્ષકોએ સેન્સ લીધા બાદ જિલ્લા સ્તરે સ્ક્રુટિની કરીને બેઠક અનુસાર ત્રણ પેનલ બનાવી, તેને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે અને ત્યાંથી ઉમેદવારોની પસંદગી થશે. જેથી ટિકીટવાંચ્છુઓએ જિલ્લા અને પ્રદેશ નેતાગીરીને રિઝવવાના પ્રયાસો આરંભ્યા છે, પરંતુ પ્રદેશ પ્રમુખની કાર્યકર્તાઓની કામગીરીના મેરીટ આધારેટિકિટ ફળવાનીની જાહેરાતને જોતા કોની પસંદગી થશે એ જોવું રહ્યું.
સ્થાનિક સ્વરાજની સંસ્થા | બેઠક | દાવેદારો |
નવસારી તાલુકા પંચાયત | 16 | 33 |
જલાલપોર તાલુકા પંચાયત | 20 | 53 |
ગણદેવી તાલુકા પંચાયત | 24 | 84 |
ચીખલી તાલુકા પંચાયત | 28 | 51 |
ખેરગામ તાલુકા પંચાયત | 16 | 40 |
વાંસદા તાલુકા પંચાયત | 28 | 55 |
નવસારી-વિજલપોર નગરપાલિકા | 54 | 221 |
ગણદેવી નગરપાલિકા | 24 | 74 |
નવસારી જિલ્લા પંચાયત | 30 | 106 |
કુલ | 240 | 717 |