- નવસારી કોર્ટની સામે ચાણક્ય એપાર્ટમેન્ટમાં નવસારી ટાઉન પોલીસે રંગમાં ભંગ પાડ્યો
- મોડી રાતે થયેલી કાર્યવાહીમાં પોલીસે મહિલાઓ સહિત 11 નું મેડીકલ પરીક્ષણ કરાવ્યુ
- પોલીસે ઘટનાસ્થળેથી 1500 રૂપિયાનો વિદેશી દારૂ પણ કબ્જે કર્યો
નવસારી : નવસારી શહેરમાં વિદેશી દારૂ મળી રહેતો હોવાની ઘટના સામે આવી છે. નવસારી કોર્ટની સામે આવેલ ચાણક્ય એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 602 ની. બુલેટ રાની તરીકે પ્રખ્યાત મહિલાની બર્થડે પાર્ટી ઉજવાઇ રહી હતી અને બર્થ ડે ની મહેફિલમાં દારૂની રેલમછેલ પણ હતી. મોડી રાતે નવસારી ટાઉન પોલીસે પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો અને 8 મહિલા સહિત 11 લોકોને અટકમાં લઈ મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતુ. સાથે જ ઘટના સ્થળેથી 1500 રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
એપાર્ટમેન્ટના રહીશોએ જાણ કરતા પોલીસ ધટના સ્થળે પહોંચી
નવસારી કોર્ટની સામે આવેલ ચાણક્ય એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 602 માં રહેતી હિરલ પટેલ સોશ્યલ મીડિયામાં બુલેટ રાની તરીકે જાણીતી છે. હિરલ પટેલની બર્થ ડે હોવાથી ગત રાતે તેના ઘરે બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું હતુ. જેમાં 8 મહિલાઓ સહિત 11 લોકો પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીમાં વિદેશી દારૂની બોટલો પણ હતી. અને મેહફીલ શરૂ થઈ હતી, મોડી રાત થતા પર બુલેટ રાનીના ઘરે મોટા અવાજે હોહા થતાં પડોશીઓને ઉંઘમાં ખલેલ પડી હતી. અને તેમણે નવસારી ટાઉન પોલીસને જાણ કરતા, પોલીસ બુલેટ રાનીના ઘરે પહોંચી હતી. પરંતુ અહીં દારૂની મહેફિલ ચાલતી હોવાથી પોલીસે રંગમાં ભંગ પાડી બુલેટ રાની સહિત 8 મહિલાઓ અને 3 પુરૂષોની અટક કરી હતી.
આ પણ વાંચો : સિદ્ધપુર સબજેલમાંથી લૂંટના બે આરોપી પોલીસનું બાઈક લઈને ફરાર
પોલીસે મેહફીલ તેમજ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી
સાથે જ ઘટના સ્થળેથી 1500 રૂપિયાનો વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. જેને પોલીસે કબ્જે લઇ તમામ આરોપીઓને પ્રથમ ચારપુલ પોલીસ ચોકી અને ત્યાંથી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ કરાવવા લઇ ગયા હતા. જોકે ઘટના સ્થળેથી એક વ્યક્તિ છટકી જવામાં સફળ રહ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસે મેહફીલ તેમજ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે
બર્થડે પાર્ટીની મહેફીલ માણતા પકડાયેલા આરોપીઓના નામ
1. હિરલ અમરત પટેલ ઉર્ફે બુલેટ રાની, 2. ભાવિના અમરત પટેલ, 3. હિરલ કમલેશ નાયક, 4. તેજલ કિશોર પટેલ, 5. રશ્મી રાજેશ બાફના, 6. લતા મનોજ બારોટ, 7. શીતલ પ્રવીણ શર્મા, 8. રાધા ભાવેશ સોની, 9. પ્રવીણ મદનમોહન શર્મા,
10. મનીષ પ્રવિણ પટેલ અને 11. જીગ્નેશ પસા પટેલ વગેરેને પોલીસે રંગે હાથે પકડી પાડ્યા હતા.
આ પણ વાંચો : દહેગામમાં પિતા-પુત્રએ કેનાલમાં મોતની છંલાગ લગાવી