ETV Bharat / state

'નિસર્ગ'ની દક્ષિણ ગુજરાત પરથી ઘાત ટળી, તંત્રએ લીધો રાહતનો શ્વાસ - Impact of nisarg

નિસર્ગ નામનું વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ત્રાટકે તેવી શક્યતા હતી. આ અંતર્ગત નવસારી જિલ્લા તંત્ર સાવચેત હતુું. જો કેે, નિસર્ગ ફંટાઈ જતા દક્ષિણ ગુજરાત પરથી ઘાત ટળી છે. જો કે, નવસારી જિલ્લામાં ઝડપી પવનો ફૂંકાયા હતા. તેમજ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

Impact of nisarg on Navsari
Impact of nisarg on Navsari
author img

By

Published : Jun 3, 2020, 11:06 PM IST

નવસારી: અરબ સાગરમાં ઉઠેલા નિસર્ગ વાવાઝોડાની ઘાત દક્ષિણ ગુજરાત પરથી ટળી છે. આ અંતર્ગત નિસર્ગ વાવાઝોડાના કારણે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તેમજ સાંજના સમયે પવાનોએ ગતિ પકડી હતી. જો કે, વાવાઝોડાની નહિવત અસર રહેવાને કારણે કોઈ જાનહાની થઈ નથી, અને નવસારી જિલ્લા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

સાંજે ઝડપી પવનો ફૂંકાયા

અરબી સમુદ્રમાં ઉઠેલા નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ઝડપી પવનો સાથે ભારે વરસાદની આગાહીની અસર પણ નવસીરી જિલ્લામાં નહિવત રહી હતી. બુધવાર બપોરે નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતની નજીકના દમણને ઘમરોળે એવી સંભાવના હતી, પણ વાવાઝોડું ઉત્તરી મહારાષ્ટ્રના અલિબાગના દરિયા કાંઠે અથડાયું હતું. વાવાઝોડું દરિયા કાંઠે અથડાયા બાદ પણ નવસારી જિલ્લામાં તેની કોઈ અસર જોવા ન મળતા જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ સુરક્ષાને ધ્યાને રાખીને લોકોને દરિયા કિનારેથી દૂર રાખવામાં આવ્યા હતા.

કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ બંદોબસ્ત સહિત એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ દરિયા કિનારાના વિસ્તારોમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જ્યારે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે જિલ્લાના તમામ પ્રભાવિત ગામોનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. જ્યારે સવારથી સાંજ સુધીમાં જિલ્લામાં વાવાઝોડાની નહિવત અસર સાથે કોઈ અનિચ્છનીય ઘટના ઘટી નથી.

નિસર્ગ વાવાઝોડાને કારણે જિલ્લા તંત્ર દ્વારા કાંઠાના ગામોને એલર્ટ કરવા સાથે 10 હજારથી વધુ ગ્રામીણોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ કાંઠાના ઘણા ગામોમાં અને દરિયા કિનારે અબોલ પશુઓ રખડતા જોવા મળ્યા હતા. જે ગ્રામીણો સાથે જ તંત્રની લાપરવાહીની ચાડી ખાય છે. ગૌધુલીના સમયે જલાલપોરના ઉભરાટ દરિયા કિનારે થોડો સમય ભારે પવન ફૂંકાયો હતો, પણ દરિયો શાંત જણાયો હતો. આ સાથે જ આકાશમાં વાદળોમાં છૂપાયેલા સુરજને કારણે સિંદૂરી વાતાવરણ આહલાદક બન્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.