- હિન્દીની નબળી પકડ સાથે સિક્કિમના મુખ્યપ્રધાને રજૂ કર્યા દેશદાઝના વિચારો
- મહાત્મા જ્યાં રોકાયા હતા, એ ધામણ ગામે સિક્કિમના મુખ્યપ્રધાન પ્રધાન મંડળ સાથે પહોંચ્યા
- ભારતને એક બનાવવા સિક્કિમવાસીઓ શીખી રહ્યા છે હિન્દી ભાષા
નવસારી : ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ભારત સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરેલી દાંડીયાત્રા શનિવારના રોજ નવસારી જિલ્લામાં પ્રવેશી હતી, ત્યારે ધામણ ગામે મહાત્મા ગાંધીજી જ્યાં રોકાયા હતા, ત્યાં આયોજિત કાર્યક્રમમાં સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમ સિંગ તમંગે સિક્કિમની ભાષા નેપાળી હોવા છતાં દેશને જોડતી રાષ્ટ્ર ભાષા હિન્દીની નબળી પકડ સાથે દેશદાઝના વિચારો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો - દાંડીયાત્રા સ્વાભિમાન અને સ્વાવલંબનનું પ્રતિકઃ પ્રહલાદસિંહ પટેલ
સિક્કિમથી 50 વિદ્યાર્થીઓ પણ મુખ્યપ્રધાનના ડેલિગેશનમાં જોડાયા
ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ભારત સરકારે આઝાદીના જશ્નને ભવ્યતા સાથે ઉજવવા આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કર્યો છે. જે પૂર્વે આઝાદીના પ્રવેશદ્વાર સમાન દાંડીકૂચને સરકારે ફરી જીવંત કરી છે. 12 માર્ચના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી 81 યાત્રીઓ સાથે શરૂ થયેલી યાત્રા દાંડીપથ પર આગળ વધતા શનીવારની સવારે નવસારી જિલ્લામાં પ્રવેશી હતી.
આ પણ વાંચો - ભરૂચમાં નર્મદા નદી અને સમુદ્રના સંગમ સ્થળે મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે પૂજન અર્ચન કર્યું
સિક્કિમના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં એક અભિવાદન કાર્યક્રમ યોજાયો
1930ની કૂચ વખતે બાપૂ યાત્રિકો સાથે નવસારીના ધામણ ગામના પુસ્તકાલયમાં રાત રોકાયા હતા. એ સ્થળે સિક્કિમના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં એક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિતોને સંબોધિત કરતા સિક્કિમ મુખ્યપ્રધાન રાષ્ટ્ર ભાષા હિન્દી પર ભાર આપ્યો હતો. રાજ્યની કોઈપણ ભાષા હોય, પણ દેશને એક બનાવવા સિક્કિમવાસીઓ હિન્દી શીખી રહ્યા છે. પહાડી રાજ્ય સિક્કિમ દેશનું 22મું રાજ્ય છે અને નેપાળની સરહદને અડીને આવેલું હોવાથી અહીંની ભાષા પણ નેપાળી છે, અહીં ભારતની રાષ્ટ્ર ભાષા હિન્દી ઓછી બોલાય છે, તેમ છતાં સિક્કિમવાસીઓ ભારતને એક બનાવવા હિન્દી શીખી રહ્યા છે. હું પણ હિન્દીમાં બોલવાનો પ્રયાસ કરીશ અને મારા વિચારો પણ હિન્દીમાં મૂકીશ કહીને તેમણે સિક્કિમ વિશે અને આઝાદી પર પોતાના દેશદાઝના વિચારો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો - દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી